Product Description
માનવી જીવનમાં અમૂક અજાણ્યા કરણોને લીધે પોતાને સામાન્ય, અસફળ અથવા વામણો સમજી, પરિસ્થિતિ સામે હાર માની નિરશાનો સાથ સ્વીકારી નીચી ખીણમાં અથવા સપાટ મેદાનમાં સામાન્યતાની જિંદગી જિવવા ટેવાઈ જાય છે. એ ભૂલી જાય છે કે જિંદગીમાં દરેક માટે ઊંચા શિખરો હોય જ છે, પરંતુ તે શિખરો જ્યારે કોઈને દેખાતા જ ન હોય તો?? શા માટે માણસ પોતાનો સેલ્ફ એસ્ટિમેટ્ ઓછો આંકે છે?? શું દરેક મણસ જીવનમાં સફળત બની શકે??
‘પર્વતારોહણ’ નવલકથામાં આ સમસ્યાઓનો ઉકેલ છે, ઊંચા ઊંચા પર્વતોની વચ્ચે અને વહેતી નદીકિનારે પર્વતારોહણ કેમ્પના રમણીય સંસારની રચના કરવામાં આવી છે જેમાં શ્રીમાન આનંદગુરુ વરસોથી અહીં આવનાર દરેક તાલીમાર્થીઓને મનોવિજ્ઞાનક અને વ્યવહારુ રીતે તાલીમ આપી તેમને એવા અનુભવ કરાવે છે કે દરેક પોતની જિંદગીમા સિદ્ધિના શિખર સર કરતા ‘પર્વતરોહક’ બની જાય છે.
જીવનમાં માનવી પોતાનો સેલ્ફ એસ્ટિમેટ ઓછો આંકે છે, પોતાના વિશેની નબળી મન્યતાઓમાં કેદ થઈ પોતાને સામન્ય સમજી અને જીવન મા નાના/વામણા સ્થાન પર અટકી જાય છે. તે ભૂલી જાય છે કે દરેક માટે મોટી સફળતા - ઊંચા શિખરો તો હોય જ છે. આ નવલકથા દરેક ઉંમરના અને દરેક ક્ષેત્રના લોકોને સિદ્ધિના શિખરો સર કરવા પ્રેરણા આપશે અને શીખવશે ‘પર્વતારોહણ’.
Additional information
Author | Manish Chandrakant Thaker |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2022 |
Pages | 136 |
Bound | Paperback |
ISBN | 9789393223753 |
Edition | First |
Subject | Fiction |