Product Description
ઢળતી ઉંમરના જવાબો…
નવી ઈનિંગ અને ઈવનિંગની વેળા એટલે સાંજે સૂર્યોદય! જોયેલાં સપનાંઓ સાચાં પડ્યાં હોય તોય વધુ સાચાં પડે એની ઘેલછા જાગે. સાંજ એટલે દિવસનું વૃદ્ધત્વ નહીં. સંધ્યાને આપણાં શાસ્ત્રોમાં ખૂબ મહત્ત્વ અપાયું છે. સંધ્યા એ જોડતી કડી છે. આજે સમાજ ડિપ્રેશનનો પહાડ લાગે છે. બધાને પોતપોતાની તકલીફો અને સમસ્યાઓ છે. આવી તકલીફ અને સમસ્યા યુગોથી સાથે ચાલી આવે છે. એમાંથી જ સંસ્કૃતિ આગળ વધી છે અને ઘડાઈ છે. હથેળીમાં પથ્થર ઘસીને તણખા વેરતા આદિમાનવને કદી કલ્પ્યો છે? કલાકોની મહેનત પછી તણખા ઝરતા હશે અને એમાંથી અગ્નિ પ્રગટ્યો હશે! આજે હથેળીમાં મોબાઇલ છે એટલે કે આખી દુનિયા છે. માણસ જે ઇચ્છે તે આંગળીના ટેરવે કરી શકે છે. તોય આજે એકલાપણું દરિયા કરતાં વધારે વિશાળ છે. ટેરવાં પર સમાધાન હોવાની જગ્યાએ આજે વ્યવધાન છે. એકલો પડી રહેલો માણસ પોતાની દુનિયામાં મસ્ત હોવાને બદલે ત્રસ્ત છે. આ પુસ્તક એનું સમાધાન છે.
વૃદ્ધાવસ્થાને અને એકલતાને સમજવી જરૂરી છે. માણસ વૃદ્ધ હોય, પણ પોતાની મસ્તીમાં જીવતો હોય તો એને એકલતા નથી નડતી. માણસ એકલો હોય અને એકાંતને સમજી કે જીરવી ન શકતો હોય ત્યારે અકાળે વૃદ્ધ બની જાય છે. આ પુસ્તક એવા સમાજને સાંત્વના આપવા અને પોતાની મથામણમાંથી મહેફિલનું રૂપાંતરણ કરવા માટે છે.
– અંકિત ત્રિવેદી
Additional information
Author | Ankit Trivedi |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2022 |
Pages | 320 |
Bound | Hard Bound |
ISBN | 9789393223326 |
Edition | First |
Subject | Articles |