Product Description
પાંચ ભાષામાં ૪૦થી વધુ પુસ્તક આપી ચુકેલા નામાંકિત લેખક, પત્રકાર, ફિલ્મ-વેબ કન્ટેન્ટ લેખક પ્રફુલ શાહ ‘દ્રશ્યમ અદ્રશ્યમ', 'અગ્નિજા' અને 'દાદલો'ની ધૂમ સફળતા બાદ લાવે છે કચ્છની સૂકી ધરતીમાં બાવળ વચ્ચે ઉગેલા અકલ્પ્ય અપરાધિક થોરની રહસ્યરંજક રિયલ લાઇફ સ્ટોરી.
Additional information
Author | Praful Shah |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2024 |
Pages | 184 |
Bound | Paperback |
ISBN | 9789393237606 |
Edition | First |
Subject | Docu Novel |
Reviews
Review by: Rahul
All rounder શબ્દ આમ તો ક્રિકેટમાં પ્રચલિત છે અને એમાં જ વધુ સાંભળવા મળે છે.લેખન જગતમાં આવા આંગળીના વેઢે ગણાય એવા all rounder લેખક છે અને એમાંના એક છે આપણા પ્રફુલભાઈ શાહ. તેઓની વિવિધ ભાષામાં 45 કરતાં વધુ બુક્સ આવી ગઈ છે.લેખન ઉપરાંત વેબ સિરીઝ,સ્ક્રિપ્ટ રાઇટિંગ,કોલમ રાઈટિંગ જેવી ઘણી બાબત સાથે તેઓ સંકળાયેલા છે પણ મેં વાંચેલાં પુસ્તકોની વાત કરું તો પહેલાં સ... સ... સિરિયલ કિલર્સ અને પછી લાઇફ IM પોસિબલ, હેં! આવુંય થાય?,અગ્નિજા અને હવે કચ્છ ફાઈલ.ચારેય પુસ્તક ના નામ ઉપરથી જ ખ્યાલ આવી જશે કે મેં એમને all rounder કેમ કહ્યા છે.
કચ્છ ફાઈલનું પ્રકાશન વિશ્વના સૌથી મોટા ગુજરાતી પ્રકાશકમાં ના એક એવા નવભારત સાહિત્ય મંદિર,અમદાવાદ દ્વારા થયું છે એટલું જ આ પુસ્તકની ગુણવતા દર્શાવવા માંટે પૂરતું છે.
કરછ ફાઈલ એટલે કચ્છ જેવા સરહદી જિલ્લાના વિપુલ વૈદ્ય નામના એક સાચા પત્રકારનો સત્ય શોધવા ખેડેલો જંગ.આ જંગ ખેડતાં બનેલી ઘટનાઓ.આ પત્રકાર દ્વારા અનુભવાયેલા સાહિત્ય ના નવે રસ ની કથા.અનેક ઝંઝાવાત સામે ટકવા મથી રહેલા કોમનમેન ની વાત.આ કથાના નાયકનો એક તગારાં ઉંચકનાર મજૂર થી માંડી એક પ્રતિષ્ઠિત અખબાર ના તત્રી તરીકે પહોંચવાનો સંઘર્ષ.આ વાર્તા નો નાયક એટલો કુટુંબવત્સલ છે કે ઘરના સભ્યોની ચિંતા ને નજર સમક્ષ રાખીને નોકરી દરમિયાન ઊભાં થયેલાં અનેક જોખમો ને હંમેશાં હૃદય ના એક ખૂણે ભંડારી રાખે છે.
કરછ ફાઈલ નો હીરો એક એવા જિલ્લામાં રહે છે જ્યાં ડુંગર પણ છે અને દરિયો પણ.રણ પણ છે અને ક્રીક પણ.આમ ભૌગોલિક વિવિધતા ધરાવતા આ જિલ્લામાં ક્રાઇમ પત્રકાર તરીકેની જવાબદારી પણ એટલી જ પડકારરૂપ છે.આ પુસ્તકમાં જેને દુષ્કાળ કોઠે પડી ગયો છે તેવા કરછે યુદ્ધ,ધરતીકંપ,વાવાઝોડાં અને કોરોના કાળમાં સ્વજનોની વિદાય વચ્ચે પણ પત્રકાર કેવો ઝળકી શકે છે તે પણ આ પુસ્તકમાં ઉજાગર થયું છે.
ખબરી જેવા નાના માણસો પણ દેશની મોટી સેવા કરતા હોય છે તેનું સચોટ આલેખન આ પુસ્તકમાં દેખાય છે.પોલીસ અધિકારી પરના હુમલા રાજકીય પીઠબળ વિના શક્ય નથી તે પણ અહીં જોઈ શકાય છે.પત્રકાર પોતાના ઘરબાર,સંબંધો બધું ભૂલીને મરજીવા જેમ જીવતો હોય છે તેની પ્રતીતિ આ પુસ્તક વાંચ્યા પછી થયા વિના ન જ રહે.દિલધડક ઓપેરેશન ના ભાગ બનવા માં જેટલો રોમાંચ હોય છે તેટલું જોખમ પણ હોય છે તેની પ્રતીતિ પણ પુસ્તક વાંચતાં થાય છે.કરછ જેવા સરહદી જિલ્લામાં વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન નો અભાવ કહો કે ખેંચતાણ પણ અહીં ઉજાગર થઈ છે.
કચ્છની પત્રકાર આલમ માટે મિની encyclopaedia સમાન આ પુસ્તક માં ક્યાંય કંટાળો ન ઉપજે એનો ખાસ ખ્યાલ લેખકે રાખ્યો છે.
આ પુસ્તક ના એક એક કિસ્સા વાંચ્યા પછી હજુ થોડું વધુ લખ્યું હોત તો વધુ મજા આવત એવી લાગણી સતત થતી રહી છે.
ગાગર માં સાગર સમાન આ પુસ્તકે એક રીતે કહીએ તો કચ્છ ના એ સમયના પત્રકારત્વ ને જાણવાની, જોવાની અને સમજવાની ભૂખ ને પ્રદીપ્ત કરી છે.
બીજી આવૃત્તિ માં સરહદ ના અનુભવોના થોડા ફોટોગ્રાફ્સ, દરેક પ્રકરણ નાં નામ ને અનુક્રમણિકા ઉમેરાય તો વધુ ગમશે.
અંતમાં ટૂંકું ને ટચ Must read.
રાહુલ વોરા - ગાંધીધામ (Posted on 3/13/2024)