- 20 %

The Raambai

Regular Price: INR 325.00

Special Price INR 260.00

Availability: In stock

‘ધ રામબાઈ’ની વાર્તા શું છે એ કહેવું ખૂબ અઘરું છે. મોટે ભાગે અહીં પુસ્તકના કવર પર વાર્તાની યાત્રાનો અર્ક લખાતો હોય છે. પણ આ પુસ્તકમાં એવું કરીશું તો વાર્તાનો આત્મા ઘવાશે. તમે જો લેખક ઉપર વિશ્વાસ રાખી શકો અને વાર્તા વાંચતા જાઓ તો એક સમયે તમને ખબર પડી જશે કે ‘ધ રામબાઈ’ શું છે? છતાં…
 

Product Description

‘ધ રામબાઈ’ની વાર્તા શું છે એ કહેવું ખૂબ અઘરું છે. મોટે ભાગે અહીં પુસ્તકના કવર પર વાર્તાની યાત્રાનો અર્ક લખાતો હોય છે. પણ આ પુસ્તકમાં એવું કરીશું તો વાર્તાનો આત્મા ઘવાશે. તમે જો લેખક ઉપર વિશ્વાસ રાખી શકો અને વાર્તા વાંચતા જાઓ તો એક સમયે તમને ખબર પડી જશે કે ‘ધ રામબાઈ’ શું છે? છતાં…
જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા અને અભણતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠિયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ પર ભૂતકાળમાં બની ગયું છે.
રામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જિંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પૂરતી નથી. એ દુઃખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઊભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. એ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સ્ત્રીની સત્ય જીવનગાથા તમારા માનસપટ પર અમર થવા આવી છે.
…પણ એ વાચક…
આ બાઈની અંદર ચારસો સૂરજની આગ છે હોં! બહારથી તો એ ગામડાંની ગરીબડી સ્ત્રી હતી, પણ અંદર ચોસઠ જુગનો નાથ પણ જોઈને બળી મરે એવી મીઠી જિંદગી જીવી હતી. આ વાર્તા વાંચીને, જીવીને તમે ભીની આંખ અને તૂટેલાં હૃદય સાથે ચૂપચાપ બેઠાં રહેશો અને તમને મળેલી પોતાની જિંદગી તરફ જોયાં કરશો.
એય રામબાઈ…
તું તો કૉસ્મિક ફૅરીટૅલ જેવી છે. તું તારી આંખો આકાશ તરફ રાખે છે અને ઊગ્યા કરે છે. તું પડે છે. ફરીફરીને પડે છે, ઊગતા સૂરજની જેમ ઊઠે છે અને ચાલતી થાય છે આ મહાન–ભવ્ય રસ્તા ઉપર. જીવન નામના રસ્તા પર. તારું આવું જીવવું જોઈને મારું મોં ફાટ્યું રહે છે. આત્મો મૂંગા-મૂંગા બરાડા પાડે છે. તારી ગાથા થકી માનવતાના મૂલ્યોનું વિરાટ દર્શન થયા કરે છે.
આ ધરતી ઉપર માણસ તો ઘણા પાકશે, પણ તારા જેવી રચીને પાકવા માટે આ ધરતી એકલીએ બ્રહ્મમાં ઘણાંય ધક્કા ખાવા પડશે. તારા નૂર, ઝમીર અને જીવનને સલામ.
*
જીતેશ દોંગાની નવલકથાઓ શરૂઆતમાં ધીમે ધીમે બધું મજબૂત બાંધે છે. ધીમે ધીમે મને પટાવે ફોસલાવે છે. મને આમતેમ રમાડે છે. થોડો થોડો મીઠો તડકો આપે છે, અને પછી અચાનક મને ધડામ દઈને એવા તે બ્લૅક હૉલમાં ફેંકી દે છે જ્યાં મને મારું ભાન નથી. સમયનું ભાન નથી. જીવ કે જીવનનું ભાન નથી. હું એ હું નથી. હું બીજું દ્રવ્ય બનીને પીગળી ગયો હોઉં છું અને વાર્તાનું ગુરુત્વાકર્ષણ મને પળભરમાં માણસ તરીકે બદલી નાખે છે.
તેજસ દવે (સાયન્ટિસ્ટ, ISRO)

Additional information

Author Jitesh Donga
Language Gujarati
Publisher Navbharat Sahitya Mandir
Publication Year 2024
Pages 352
Bound Paperback
ISBN 9789386669339
Edition Reprint
Subject Fiction

Reviews

Review by:
રોમાંચ(thrill)થી પરિપૂર્ણ નવલકથા (Posted on 3/5/2025)
Review by:
Excellent (Posted on 3/5/2025)

Only registered users can write reviews. Please, log in or register

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.