Product Description
હું એક સ્ત્રી!
સખા-સહેલી કે કોઈની આશ રાખી કેમ હું જીવું!
કે પછી હું કેમ ન બનું મારા જીવનની ચમત્કૃતિ!
સ્ત્રી એટલે ?
મા, બહેન, દીકરી, પત્ની, પ્રિયા, સખી, સહિયર કે પછી સગપણના સઘળા સેતુઓની પેલે પાર પ્રગટતું અકળ વ્યક્તિત્વ??!!
સદીઓથી સ્ત્રીને આપણી જરૂરિયાત પ્રમાણે મનગમતી ફ્રેમમાં ગોઠવી દેતાં આવ્યા છીએ આપણે... સ્ત્રીને સ્ત્રી તરીકે જોવાનું, સમજવાનું કે સન્માનવાનું જાણે કે સદંતર ભૂલી રહ્યા છીએ આપણે...
આ લઘુ નવલિકાસંગ્રહ એ સહુ લોકો માટે છે જેમનાં જીવનમાં સ્ત્રીનું એક આગવું સ્થાન છે. સ્ત્રીનાં અલગ અલગ રૂપને ચાહવામાં ક્યાંક આપણે એના "સ્ત્રીત્વ"ને તો નથી અવગણી રહ્યા ને?!! તમારી આસપાસ રહેલ દીકરી, વહુ, માતા અને સાસુ એવાં દરેક સ્ત્રીપાત્રો માટે એક એક વાર્તા જાણે કે તેમની સખી જ છે.
મારી - તમારી - આપણી સહુની રોજિંદી જિંદગીમાં અવનવા રૂપે આપણે જેનો સતત સાક્ષાત્કાર કરીએ છીએ એ સ્ત્રીના શાશ્વત સ્વરૂપને શબ્દદેહ આપવાનો એક પ્રયાસ માત્ર છે આ નવલિકાસંગ્રહ...
પોતાની શરતોએ જિંદગી જીવતી, જીવી જાણતી, આ પુસ્તકનાં પાનાંઓમાં વ્યક્ત થતી નામી-અનામી નાયિકાઓ અંતે તો એક જ સંદેશ આપી રહી છે આપણને સહુને કે - "સ્ત્રી" એટલે એકાક્ષરમાં શક્તિનો આવિર્ભાવ...!!
Additional information
Author | Krupali Virag Shah |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2023 |
Pages | 216 |
Bound | Paperback |
ISBN | 9789386669797 |
Edition | First |
Subject | Short Stories |