Product Description
આ પુસ્તક, આપણને દરેકને, એક સાદ છે, એક સંબોધન છે... આપણી દંતકથા શોધીને જીવવા માટે, આપણી જાતને ખોજીને પામવા માટે, આપણા જીવન વહેણના બન્ને તટે ચાલવા માટે, આપણા જીવનનો નકશો, કેડી અને રખડપટ્ટી ડિઝાઇન કરવા માટે.
સુભાષ ભટ્ટ લિખિત *જીવનનામા* વાચકને માનવ સભ્યતાની અનેક, અનન્ય અને અપૂર્વ પ્રતિભાઓની આંગળી પકડીને ચાલતી આ સહયાત્રા અને સંવાદયાત્રાનો અહેસાસ કરાવે છે. જીવનની આવારગી અને દિવાનગીની આ નોંધપોથી-રોજનીશીમાં જીવનભર ન મળેલા જવાબોના પ્રશ્નો ચોક્કસ આલેખાયેલા છે. અહીં દરેક પોતાના સ્વપ્નનું જીવન-ચિત્ર બનાવી શકે તેવા સેંકડો રંગો લેખકે પુસ્તકરૂપી કેનવાસમાં આલેખ્યા છે.
દુનિયાભરની પ્રતિભાઓ અને મનોવૈજ્ઞાનિક સંદર્ભો સાથે જોડાયેલી વિચારધારને આપણા જીવનને બોધરૂપ બની રહે તેવા કિસ્સાઓનું પ્રસ્તુતિ *જીવનનામા* પુસ્તકમાં પ્રસ્તુત થઇ છે.
નિંતાત આનંદ સાથે અર્થપૂર્ણ જીવન જીવવા માટે આ પુસ્તક વાંચવુ ઉપયોગી બની રહેશે. પરિવારજનો, મિત્રવર્ગ અને સ્નેહીજનોને ભેટ આપવાની સાથે જીવનમિત્ર અને જીવનમૈત્રી પામવાનો આનંદ સૌએ માણવો રહ્યો.
Additional information
Author | Subhash Bhatt |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2021 |
Pages | 120 |
Bound | Paperback |
ISBN | 9789386669568 |
Edition | First |
Subject | Illuminating life anecdotes |