Product Description
સુભાષ ભટ્ટ લિખિત ત્રણ પુસ્તક *અનહદ બાની* ( નિરંતર વહેણ આસ્થાનું ) પ્રસિદ્ધ થઇ ચુક્યું છે. આ પુસ્તકમાં પરમની ઝંખના અને ચરમનો ઝૂરાપો જીવતી ચેતનાઓની સોહબત પોથી છે, અહીંની દરેક કથા એક નાવ છે જે આપણને સીમ અને અસીમના ઘાટે લઇ જાય છે. આ સોહબતે ઇશ્ક અને સોહબતે નૂરમાં જ અનહદ બાનીનું સત્વ અને સત્ય છે, તેની અનુભૂતિ વાચકને જરૂર થાય. પાશ્ચાત વિચારક-મનિષીઓનાં વિચારો-વલોણાંના શુભતત્વોનો અર્ક અક્ષરદેહના અમૃત રૂપે ત્રણેય પુસ્તકોમાં પ્રસ્તુત થયો છે. સૂફી અને ઝેન સાથે ઉપનિષદનો આકંઠ આસ્વાદ રોચક પ્રસંગો, વાર્તાઓ અને કથારૂપે રજૂ થયો છે. બ્રહ્માંડના વિજ્ઞાનને ભીતરના બ્રહ્મ સાથે જોડવાના કથા-ઉત્સવને વાચકો માણી શકે તેવા અસંખ્ય પ્રસંગો આનંદની અનુભૂતિ કરાવી જાય છે. વાચક જીવનની સિમ્ફની થકી મધુર જીવન-સંગીતના સૂરોને અક્ષરવાદ્યો થકી સાંભળી શકે તેવા કથાનક પાનાપાને અંકિત થયેલા છે. આ પુસ્તક મિત્રવર્તુળ, સ્નેહી-સ્વજનોને અમૂલ્ય ભેટ તરીકે આપી શકો.
Additional information
Author | Subhash Bhatt |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2021 |
Pages | 121 |
Bound | Paperback |
ISBN | 9789386669476 |
Edition | Reprint |
Subject | Spiritual Anecdotes & Contemplation |