Product Description
આ એક એવું પુસ્તક છે જે કહે છે કે....
અન્યમાં ઓગળી જવું એ જીવન સાધના છે.
પ્રેમમાં બચી જવાની અને ઇશ્કમાં ખપી જવાની ઇચ્છા થાય છે.
સ્વયં બચ્યા કે કશું બચાવ્યા સિવાય
અન્યમાં વહી જવું એટલે જ પરમ મુક્તિ.
બેહદબાની એટલે ઇશ્કથી ઇબાદતની,
જિસ્માનીછી રુહાની સુધીની જીવનયાત્રા.
વિશ્વના દરવીશો, ફકીરો, સંતો, રહસ્યવાદીઓ આ યાત્રા તો કરતા હોય છે. માનવ હોવાની પીડાની બે-હોશી જ સંતત્વની બા-હોશી સુધી દોરી જાય છે. માણસ એટલે આવી અંતહીન સંભાવનાઓ તરફની એક અલૌકીક ઉડાણ... અને અંતે તો અબ હમ આનંદ કો ઘર પાયે!
બેહદ બાની આવું ચિત્ત નામે કે ચૈતન્ય નામે છે. તેમાં માનવ સભ્યતાની અતિ દુર્લભ ચેતનાઓની પળ સંહિતાઓ છે, જેમાં તેમની ઉજાશમય અને ઉલ્લાસમય પળો છે, જે કદાચ આપણાં જીવનનો પાવક અધ્યાય બની રહે... આવો એમાંના એકાદની આંગળી પકડી પરમના મારગે પગલું પાડીએ...
વિશ્વમનિષીઓની જીવન સાથે સંકળાયેલી આધ્યમિક અનુભૂતિ કરાવતી અલૌકિક કથાનો રસાસ્વાદ કરાવતી *બેહદ બાની* માં લેખક સુભાષ ભટ્ટે અક્ષરોને બુદ્ધત્વ આપ્યું છે. પુસ્તકના પ્રત્યેક શબ્દે ગંગાની શીતળતાનો સ્પર્શ કર્યાનો આનંદ વાચકોને રહેશે. વાચકને આધ્યાત્મિક રાહે લૌકિક-જીવનની શીખ આ પુસ્તક આપે છે. આ પુસ્તક પરિવારજનોને, મિત્રવર્તુળમાં ભેટ આપો, વાંચો-વંચાવો
Additional information
Author | Subhash Bhatt |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2021 |
Pages | 113 |
Bound | Paperback |
ISBN | 9789386669483 |
Edition | Reprint |
Subject | Spiritual Anecdotes & Contemplation |