Navbharat Sahitya Mandir

Gurudatt Trianki Shokantika

Regular price
₹ 449.00
Sale price
₹ 449.00
Regular price
₹ 499.00
Tax included.

Description

ચંદ્રથી કોણ અજાણ છે? પણ આપણે ચંદ્રને તેની સમગ્રતામાં જાણીએ છીએ ખરાં? એવું જ અતિપ્રખ્યાત વ્યક્તિઓ વિશે પણ થતું હોય છે.
ગુરુદત્ત. આ નામથી કોણ અજાણ છે?
એમની ફિલ્મોનાં નામ જાણીએ છીએ, ઘણાંએ એમની ફિલ્મો જોઈ છે. અનેક એમના ચાહકો પણ છે.
અતિપ્રખ્ચાત હોવાથી ઘણીવાર આપણે એ વ્યક્તિની પ્રતિભા સમજવામાં થાપ પણ ખાઈ જઈએ તેવું બને. અનેક પાસાંથી આપણે અજાણ રહી જતાં હોઈએ છીએ. આવી પ્રતીતિ આ પુસ્તક વાંચતાં થઈ.
પ્રસ્તુત પુસ્તક ‘ગુરુદત્તઃ એક ત્રિઅંકી શોકાંતિકા’, જે પ્રતિભાશાળી ફિલ્મકાર અને કલા- સાહિત્યના અભ્યાસનિષ્ઠ એવા અરુણ ખોપકરે મૂળ મરાઠીમાં લખેલ દીર્ઘ અભ્યાસ લેખોનો ગુજરાતી અનુવાદ છે. અરુણ ખોપકરે પોતે જે રીતે તેમની ફિલ્મો જોઈ છે અને ગુરુદત્તનાં પ્રકાશ-છાયા માધ્યમના સર્જનશીલ ઉપયોજનનું, કથાનક, પાત્રો વગેરે સંદર્ભે સૂક્ષ્મ સહૃદય રસગ્રહણ અને વિશ્લેષણ  કર્યાં છે -તે આખો અનુભવ તેમણે આપણી સાથે વહેંચ્યો છે. આટલું સુંદર સૌહાર્દપૂર્ણ ફિલ્મ વિવેચન અન્ય કોઈ મારા વાચનમાં આવ્યું નથી. - એક ઉત્તમ પુસ્તકનો અનુવાદ ગુજરાતી ભાવકો સમક્ષ મૂકતાં આનંદ થાય છે.
 
લોકપ્રિય, વિદ્વાનોએ વખાણેલું અને સિનેમા પરના શ્રેષ્ઠ લેખન માટેનું પારિતોષિક પ્રાપ્ત કરનારું આ પહેલું મરાઠી પુસ્તક છે. બંગાળી, કન્નડ, હિન્દી, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં અનુવાદિત આ પુસ્તક હવે ગુજરાતીમાં.
- અશ્વિની બાપટ.

Product Details

Author Arun Khopkar
Format Paperback
Edition First
Language Gujarati
Pages 246
Publication Year 2024
Publisher Navbharat Sahitya Mandir
Bundle ISBN 9789366576862
View full details
Gurudatt Trianki Shokantika
Gurudatt Trianki Shokantika
You haven't viewed any products yet.

Follow Us on Instagram

Navbharat Sahitya Mandir