Product Description
ના થોભે આ મન, ના થોભે આ સમય,
બંને ચાલે અદૃશ્ય, કેવાં અવિરત યાત્રીઓ.
આપણે બધા જ અહીં એક વિશ્વ યાત્રી છીએ અને આપણે એક જીવન યાત્રા કરી રહ્યા છીએ. આપણી આ જીવનયાત્રા સંઘર્ષોથી ભરેલી છે. આ પુસ્તકના બધા જ પ્રકરણ મનુષ્યને એક જીવન યાત્રા કરાવે છે, જેમાં મનુષ્યને કંઈક ને કંઈક થોડુંક કે વધારે શીખવા, જાણવા અને સમજવાની પ્રેરણા મળશે. આ પુસ્તક “વિશ્વ યાત્રી”માં ૩૦ પ્રેરણાત્મક લેખો અને લઘુવાર્તાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે, જેમ મરજીવા દરિયામા ઊંડે સુધી જઈને સાચા મોતીઓ શોધીને લઈ આવે છે. એમ જ આ મનુષ્ય પણ પોતાના મનને આ પુસ્તકના પ્રકરણોમાં ઊંડે સુધી ઉતારશે તો એને પણ જીવન જીવવાની કંઈક નવી રાહ અને પ્રેરણા મળી આવશે.
– મનોજ નાવડીયા
વિશ્વ યાત્રી: જિંદગીની સહુને સ્પર્શે એવી સંવેદનાસભર વાતો.
જિંદગી જીવવા માટે છે. જિંદગી માણવા માટે છે. જિંદગી અનુભવ નથી, પણ અનુભૂતિ છે. જિંદગી પર ક્યારેક બિલોરી કાચ માંડીને જોઈએ તો સમજાય કે સુખ, ખુશી, આનંદ, ઉત્સાહ અને બીજું ઘણુંબધું સાવ સૂક્ષ્મ છે, પણ તેની અનુભૂતિ વિરાટ છે. જિંદગીની થોડીક સુંદર અને સીધી દિલને સ્પર્શે એવી વાતો લઈને મનોજ નાવડીયા આપણી સમક્ષ આવી રહ્યા છે. તેમનાં નવાં પુસ્તક ‘વિશ્વ યાત્રી : એક જીવનયાત્રા’માં જિંદગીની એવી વાતો કંડારી છે, જે આપણને સહુને આપણી જાતને નજીકથી નીરખવાનો મોકો આપે છે. મનોજ નાવડીયા અને તેમની શબ્દ યાત્રાને દિલથી વધાવું છું.
શ્રી કૃષ્ણકાંત ઉનડકટ
પત્રકાર/લેખ
Additional information
Author | Manoj Navadiya |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2025 |
Pages | 118 |
Bound | Paperback |
ISBN | 9789366576879 |
Edition | First |
Subject | Inspirational Articles & Short Stories |