Product Description
- પાણીમાં ફક્ત અમુક પ્રકારના કેમિકલ સોલ્ટ (ઇલેક્ટ્રોલાઇટ્સ) અને ખાંડ નાખી બનાવેલા મિશ્રણ ORS વડે દુનિયાભરમાં કરોડો લોકોનો જીવ બચાવનાર કોલકત્તાના ડૉ. દિલીપ મહાલાબોનિસથી છેક ૨૦૨૨માં એમના મૃત્યુ સુધી દુનિયા અજાણ રહી. એમની આસપાસના લોકોને પણ આ મૃદુભાષી ડૉક્ટરની ઉપલબ્ધિનો ખ્યાલ નહોતો.
- ડાર્વિને ઉત્ક્રાંતિની થિયરીના પુરાવા ભેગા કરવા પોતાની જ સંતાનો પર પણ પ્રયોગો કરવાના શરૂ કર્યા.
- ગુરુત્વાકર્ષણ વિશે ઊંડી સમજણ પૂરી પાડનાર આઇઝેક ન્યૂટન તેની આગામી શોધ- ‘ગ્રેવિટીથી ચાલતી ટ્રેન’ પર વર્ષો સુધી કામ કરતો રહ્યો.
- આલ્બર્ટ આઇન્સ્ટાઈન સાપેક્ષવાદના સિદ્ધાંત દુનિયાને આપ્યા પછી કેમ વર્ષો સુધી એક રેફ્રિજરેટરની ડિઝાઇન પર કામ કરતો રહ્યો અને તે કામે કેવી રીતે અણુબૉમ્બ બનાવાના વિજ્ઞાનના પાયા નાખી - એટોમિક સાયન્સને છેક ઓપનહાઈમર સુધી પહોંચાડ્યું?
- રેડિયોના અસલી શોધક ડૉ. જગદીશચંદ્ર બોઝને બદલે કેમ તે આવિષ્કાર આજે માર્કોનીના નામે બોલાય છે અને બ્રિટિશ ઑફિસરે કેમ બોઝની શોધ પ્રકાશિત કરાવાના બહાને તેમની ડાયરી ચોરીને માર્કોનીને આપી?
- રૉયલ સોસાયટીનો જિનિયસ સભ્ય રોબર્ટ ક્રુક્સ કેમ પરંપરાગત વિજ્ઞાન છોડીને ભૂત-પ્રેતના વિજ્ઞાન સમજવાના રવાડે ચડી ગયો?
- ચાર્લ્સ ડાર્વિને જે બીગલ જહાજમાં ગેલાપાગોસની સફર ખેડી હતી તે જહાજના શ્રાપે તેના બંને કેપ્ટનનો કેવી રીતે ભોગ લીધો?
- મૃત્યુના ૧૦૦ વર્ષે પણ આજે કબરમાં ચમકી રહેલી રેડિયમ ગર્લ્સ કોણ હતી?
વિજ્ઞાનના બંધ બારણે ચાલતી, અચરજ પમાડતી, કુતૂહલ જગાડતી, રોમાંચ જન્માવતી અને વિજ્ઞાન મટી જાણે કોઈ રોચક ફિલ્મ કે વેબ સિરીઝ જોતા હોઈએ તેવી અનુભૂતિ કરાવતી સત્યકથાઓનું સંકલન આ પુસ્તકમાં છે. દરેક પ્રકરણમાં વિજ્ઞાનના વીરો પ્રત્યે આદર જન્મે એવી exclusive માહિતી છે અને બીજી તરફ વિજ્ઞાનના પરદા પાછળ ચાલતા છળ-કપટ, કાવા-દાવા, વેર-ઈર્ષ્યા, મર્ડર, દગો, ઘમંડ, ચોરી અને કૌભાંડોની સત્યકથાઓ છે, જે કદાચ ગુગલ કે વિકિપીડિયા પર પણ આસાનીથી ઉપલબ્ધ નથી.
ફિલ્મ ડાયરેક્ટર અને લેખક રાહુલ ભોળેના કલમે લખાયેલી આ વિજ્ઞાનની સત્યકથાઓ - બોરિંગ ટેક્સ્ટબુકની માહિતી રૂપે નહીં, પણ થ્રિલિંગ સ્ક્રીનપ્લે વાંચતા હોવ તેવા રસાળ અંદાજમાં રજૂ કરાઈ છે. વિશ્વાસ ન આવતો હોય તો આ પુસ્તક ઉઠાવીને કોઈ પણ પ્રકરણ વાંચીને જાતે જ ચકાસી લો. એક બેઠકે પૂરું કરી શકાય તેવું મસ્ત-મજાનું, જ્ઞાન-વિજ્ઞાનની સફર કરાવતું સાહસ આ પુસ્તકના પાનાંઓમાં તમારી રાહ જોઈ રહ્યું છે.
Additional information
Author | Rahul Bhole |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2025 |
Pages | 198 |
Bound | Paperback |
ISBN | 9789366579061 |
Edition | First |
Subject | True Stories of Scientist |