Product Description
ગુજરાતી વાર્તાજગતની લેખિકાઓમાં સામાન્ય રીતે સ્ત્રી-પુરુષ સંબંધોની અનેક તરાહ તપાસવાનું વલણ બહુ ઓછું દેખાય છે. જ્યોિત ભટ્ટ નવા ક્ષેત્રમાં સાહસપૂર્વક ઝંપલાવતાં હોય તેવી વાર્તાઓ ‘પરાકાષ્ઠા’, ‘મેનોપોઝ’, ‘ફસાયો’, ‘માર્ગી’, ‘થીજેલું આકાશ’ અને ‘શ્વાસ-ઉચ્છ્વાસ’ છે. આ નવલિકાઓમાં ક્યાંક સંવાદોનો જ આધાર લેવાયો છે અને તેનાથી કથયિતવ્યને ધાર મળે છે. સંભવ છે કે લેખિકાએ માનવસંબંધોના એક અંશ રૂપે સ્ત્રી-પુરુષ સંબંધોનું વિશ્લેષણ કરવાનો જે પ્રયત્ન કર્યો છે તે વાર્તામાં અવરોધક થવાને બદલે, હવે પછીની તેમની રચનાઓમાં નવાં પરિણામ તરફ દોરી જશે.
એવું નથી કે બધી જ નવલિકાઓ સાંગોપાંગ કળાકૃતિ બની હોય. નવલિકાનાં સર્જનમાં જેટલું ‘ક્ષણમાં શાશ્વતી’નું મહત્ત્વ છે એટલું જ મનોસામ્રાજ્યની બારીક રેષાઓનાં ગુંફનનું પણ છે. માનવમન વિવિધતા, વિચિત્રતા અને વિષમતાના પરસ્પર વિરોધોનું પોટલું છે, તેની દરેક ગૂંચ અને ગાંઠ ઉકેલવાની ધીરજ જેટલી વધારે એટલો વાર્તાકારનો પ્રયાસ વધુ સફળ થવાનો.
જ્યોતિ ભટ્ટ એવા માર્ગે છે એમ આ નવલિકાઓ પ્રમાણિત કરે છે. પ્રકાશનની પગદંડી પર તેમણે આ પહેલવેલાં પગલાં માંડ્યાં છે ત્યારે મારી તેમને અત્યંત હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
– વિષ્ણુ પંડ્યા
Additional information
Author | Jyoti S.Bhatt |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2023 |
Pages | 112 |
Bound | Paperback |
ISBN | 9789386669964 |
Edition | Reprint |
Subject | No |