Product Description
ભારતવર્ષમાં અતીતના સ્થાપત્યો એક નજરાણાંના રૂપે સ્વીકૃતિ પામ્યા છે. દેશભરમાં પથરાયેલા દરેક સ્થાપત્યો એક આગવો ઇતિહાસ ધરાવે છે. કળા-કારીગરીની સાથે જોડાયેલા રોચક ઇતિહાસથી પેઢી દર પેઢીના બાળકો પરિચિત બને તે માટે આ સ્થાપત્યનોની માહિતી પુસ્તકરૂપે પ્રકાશિત થઇ રહ્યા છે તે આનંદની વાત છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની યુનિસ્કોએ દુનિયાભરના નામાંકિત સ્મારકોને હેરિટેજનો દરજ્જો ઘોષિત કરે છે. ભારતના આવા કુલ 37 સ્થાપત્યોને હેરિટેજ તરીકે જાહેર થયા છે તેમાં કુતુબ મિનાર તત્કાલિન સમયની સ્થાપત્ય-કલાને ઉજાગર કરે છે. ઉત્તર ભારતમાં દક્ષિણ દિલ્હીમાં સૂફી સંત કુતુબુદ્દીન બખ્તિયાર કાકીની કબર છે તેના નામ પરથી આ મિનારાનું નામ ‘કુતુબ મિનાર’ પડ્યું. મેહરાઉલીના ઐતિહાસિક ગામની નજીક ‘કુતુબ મિનાર’ તેની અતીતની ભવ્યતાની ઝાંખી કરાવે છે. પૂર્વજ મોગલ શાસકો દ્વારા ઇ.સ. 1192થી 1503ના ત્રણસો વર્ષના સમયગાળામાં કુતુબ મિનારનું નિર્માણ થયું હતું. ભારતવર્ષના સમૃદ્ધ ઇતિહાસની ઝાંખી કરાવતા સ્થાપત્યો અને તેની સમૃદ્ધિ વર્તમાનને રોમાંચિત કરી દે છે.
અનુવાદકઃ ફાલ્ગુની નિશાત ગુજરાતી સાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે. તેઓનું મૂળ વતન અમદાવાદ છે. તેઓ ‘સ્ટાઇલિંગ એટ ધ ટોપ’ પુસ્તકના અનુવાદક છે. યુનેસ્કોની બાળકોની પુસ્તિકાઓનો પણ તેમણે ભાવાનુવાદ કર્યો છે. ભવિષ્યમાં માતૃભાષાના પ્રયોગથી લોકોના દિલ સુધી પહોંચવાનો તેમનો આગવો પ્રયાસ છે.
Additional information
| Author | Narayani Gupta |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Manjul Publication |
| Publication Year | 2021 |
| Pages | 32 |
| Bound | Paperback |
| ISBN | 978-93-89647-51-8 |
| Edition | First |
| Subject | Children Books |