Product Description
જાણીતા કવયિત્રી શ્રી જિજ્ઞા મહેતાનો કાવ્યસંગ્રહ "શબ્દનો ઉજાસ" પ્રગટ થઈ ગયો છે, જેમાં ગઝલ, ગીત અને અછાંદસ પ્રકારની 100 જેટલી રચનાઓ છે. સંગ્રહમાં ગુજરાતનાં જાણીતા કવિ નિબંધકાર, વિવેચક, સંપાદક શ્રી ચંદ્રકાંત શેઠ સાહેબનાં આશીર્વચન તેમજ જાણીતા ગીત કવિ શ્રી માધવ રામાનુજ સાહેબની પ્રસ્તાવના છે. કવિ માધવ રામાનુજ કહે છે ગઝલમાં એમની કવિતા વધારે ખીલી ઊઠે છે. સંવેદનનો સ્પર્શ કરાવે એવી અનેક રચનાઓ છે.તેમણે અછાંદસ રચના અને ભાવસભર ગીતો વિશે પણ વાત કરી છે. સંગ્રહમાં અનેક ગઝલો હૃદય સ્પર્શી છે તેમની અનેક ગઝલ અને ગીતોનું સ્વરાંકન થયેલું છે. તેમની અછાંદસ રચનાઓ અનેક ભાવકોને સ્પર્શી ગયેલી છે અને વધુમાં સંગ્રહ સુધી ભાવકને પહોંચવા મજબૂર કરે તેવી બળકટ અને ધારદાર રચનાઓ આપણને કવયિત્રી જિજ્ઞા મહેતા દ્વારા મળી છે તો આવો તેમને તેમનાં જ શબ્દો દ્વારા પોંખીએ.
સફરની શરૂઆત સારી થઈ છે,
હવે પુષ્પ વચ્ચે પથારી થઈ છે.
હવાને ખબરદાર થાવા કહી દો,
અમારી સૂરજ પર સવારી થઈ છે.
Additional information
Author | Jigna Mehta |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2024 |
Pages | 128 |
Bound | Paperback |
ISBN | 9789393237453 |
Edition | First |
Subject | Poem |