Product Description
શબદની નાવ મૌનના ઘાટે
પરમ વિવેકી, સહજ સાધુ પૂ. મોરારિબાપુ ગત 65 વર્ષથી રામકથાનું અનુષ્ઠાન કરે છે. તલગાજરડી વ્યાસપીઠ સત્ય, પ્રેમ, કરુણાનો સંદેશ લઈને દુનિયામાં ફરી એનો પ્રસાર કરે છે. પાયો પરમ વિશ્રામની અવસ્થાને શ્વસતા બાપુ માનવતાનો સેતુ રચવા, સમષ્ટિગત શાંતિ માટે સાધનારત છે. હેતુ વિના હેત કરતા મોરારિબાપુની કથા આજે આરોગ્ય, શિક્ષણ, અન્નક્ષેત્રો અને પ્રકૃતિનાં સંરક્ષણ માટે કથાનું ગાયન કરી રહી છે. જીવનમાં સર્વનો સ્વીકાર કરતા બાપુ આપણા આજના સમયની ખૂબ બૃહદ ઊર્જા છે. એમના મુખેથી મા સરસ્વતીનો પ્રસાદ ઉજાગર થાય છે તે દાર્શનિક છે. સમજણ અને સુખનો મારગ સહજ ચીંધે છે. સંયમી અને કલ્યાણકારી જીવનના સૂત્રો, વિચારો આ પુસ્તક ‘શબદની નાવ મૌનના ઘાટે’માં સંગ્રહિત કરવામાં આવેલ છે. એક સાધુજનની પાવનગિરા આપણને જીવતરની સરિતામાં સ્નાન કરી શુદ્ધ કરવા માટે આમંત્રણ આપે છે. આવો તમે પણ તમારી વાણીને વિરામ આપી તમારો મૌનનો ઘાટ સર્જો... ડૂબકી મારો પરમાનંદમાં... રચો એક ઘાટ જ્યાં તમે મળી શકો પરમ વિશ્રામને... આ પુસ્તક તેમાં નિમિત્ત બની શકે છે.
Additional information
Author | Dr.Dinu Chudasma |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2024 |
Pages | 156 |
Bound | Hard Bound |
ISBN | 9789366570549 |
Edition | First |
Subject | Essays |