Product Description
બે તદ્દન જુદી માનસિકતા ધરાવતી વ્યક્તિ પ્રેમમાં પડે તો શું થાય?
આ નવલકથાનો નાયક સત્યજીત, પેથોલોજીકલ લાયર છે. માનસશાસ્ત્રમાં આ એક ડિસઓર્ડર છે. કેટલીક વ્યક્તિ કોઈ કારણ કે જરૂરિયાત વગર જૂઠ્ઠુ બોલે છે. એમનો આશય છેતરવાનો કે કોઈ ગેરફાયદો ઉઠાવવાનો ન પણ હોય... પરંતુ, આવા લોકો નાની-નાની બાબતમાં પોતાની જાતને બચાવવા કે સામેનાનો રોષ કે અણગમો વ્હોરવો ન પડે એ માટે સાવ સહજતાથી જૂઠ્ઠુ બોલી જતા હોય છે. સત્યજીતનું જૂઠ્ઠાણું એની પ્રિયતમા પ્રિયંકા માટે અવારનવાર આઘાત પુરવાર થતું રહ્યું.
પ્રિયંકાનો ઉછેર અને વિચારો બંને સ્વતંત્ર અને સત્યનિષ્ઠ હતાં. એને માટે રમતમાં કહેવાયેલું સત્યજીતનું અસત્ય પીડા બની ગયું.
આ કથા કોઈ સાદી, રેગ્યુલર લવ સ્ટોરી નથી. જીવનના વળાંકો ઉપર ધસી પડતી સંબંધોની ભેખડોને ટકાવી રાખવા ઝઝૂમતા બે એવા પ્રેમીઓની કથા છે, જે એકબીજા સાથે નહીં રહી શકતા છતાં એકબીજાની જિંદગીમાં એવા વણાઈ ગયા છે કે એકબીજાથી અલગ પણ નથી થઈ શકતા.
Additional information
Author | Kaajal Oza Vaidya |
---|---|
Language | Gujarati |
Publisher | Zen Opus |
Publication Year | 2024 |
Pages | 200 |
Bound | Paperback |
ISBN | No |
Edition | First |
Subject | No |