Product Description
રમતગમતના ક્ષેત્રને જ્યારે વ્યવસાય તરીકે સ્વીકરવાની વાત આવે ત્યારે સુનિશ્ચિત કરાયેલી મેચ અથવા ટુર્નામેન્ટ હંમેશાં અગ્રતાક્રમે જ રહે છે, છતાં આવી કોઈ એક મેચ કે ટુર્નામેન્ટમાં મળેલી જીતથી વિશ્વવિજેતા બની શકાતું નથી. આ પુસ્તક બેડમિન્ટન ભારતીય ખેલાડી પી. વી. સિંધુના એવા પ્રવાસની રજૂઆત છે, જેણે વર્ષો સુધી સતત અને અઘરા તાલીમસત્રો લીધાં છે, નિરંતર કઠોર પરિશ્રમની વચ્ચે વ્યક્તિગત બલિદાનો આપ્યાં છે, સફળતાની સીડી ચઢતાં વચ્ચે નિષ્ફળતાઓમાંથી શીખતાં-શીખતાં આગળ વધતાં અને વિશ્વવિજેતા બનવાના સ્વપ્નને સાકાર કરવા અથાક મહેનત કરી છે. ભારતીય ખેલાડી પી. વી. સિંધુની સંઘર્ષયાત્રા પ્રસ્તુત કરતું પુસ્તક ‘રૅકેટની રાણી’ નવખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડશે.
વર્તમાન સમયમાં રમતગમતક્ષેત્રે પ્રાપ્ત અઢળક તકો, યોગ્ય માર્ગદર્શન અને કઠોર પરિશ્રમથી પ્રસિદ્ધિ અને સમૃદ્ધિ હાંસલ કરી શકાય છે, એમાં કોઈ બેમત નથી!
Additional information
| Author | V. Krishnaswamy |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Publication Year | 2023 |
| Pages | 172 |
| Bound | Paperback |
| ISBN | 9789395339261 |
| Edition | First |
| Subject | Autobiography |