Product Description
દેશની યુવાપેઢીમાં બદલાવ આવ્યો છે, તેમાંય ખાસ કરીને ગ્રાસરૂટમાં જન્મેલી – ઉછરેલી યુવતીઓ-મહિલા પાસે દુનિયા બદલવાની તાકાત ઊભી થઇ છે. પોતાની અભિવ્યક્તિ સાથે જીવનના પડકારો સામે અડીખમ રહી આગળ વધવાની ઝંખના પોતાના જીવનમાં વણી લીધી છે. ‘ખભે કોથળો ને દેશ મોકળો’ તથા મેઘધનુષી માનુનીઓ’ના લેખિકા રશ્મિ બંસલના અંગ્રેજી પુસ્તક ‘Touch The Sky’ નો ભાવાનુવાદ સોનલ મોદીએ કર્યો છે. યુવતીઓ-મહિલાઓની વાત ભલે વ્યક્તિગત વિજયની અજેય વાર્તા હોય, પણ પ્રત્યેક યુવતીઓએ પોતાના સાહસની, પરિવર્તનની અને જીતના પાસા પોબારા કરી આપ્યા છે. કાશ્મીરથી લઇ કન્યાકુમારી અને કચ્છથી લઇ પૂર્વાંચલ સુધીની દેશની મહિલા-યુવતીઓએ પોતાની શક્તિ પામવાની સ્વબળે સંજોગો સામે બાથ ભડવાની અને વિપરિત પરિસ્થિતિને મ્હાત કરીને સફળ થઇ છે તેની વાર્તા છે. મહિલા મંડળો, બાલિકા સંગઠનો અને જ્ઞાતિ સમુદાયો-સંગઠનોએ સ્ત્રી સશક્તીકરણમાં આ વાચનયાત્રાના પુસ્તકને અચૂક ખરીદવું – વહેંચવું અને પરિવારજનો માટે ભેટ આપવું જોઇએ.
Additional information
Author | Rashmi Bansal |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2021 |
Pages | 198 |
Bound | Paperback |
ISBN | 9789386669605 |
Edition | First |
Subject | Inspirational Biographical |