Product Description
ઉજાગર થવા જઈ રહ્યું છે, રામાયણનું મહાવિધ્વંશક રહસ્ય!
ત્રેતાયુગ, અયોધ્યા
માતા સીતા અને ભ્રાતા લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફરી ચૂકેલાં શ્રીરામ પોતાના સહ્રદયી મહાબલિ હનુમાનને એક રહસ્યમય પાષાણલેખ સમુદ્રમાં પધરાવી દેવાનો આદેશ આપે છે, જેમાં આલેખાયેલાં વિધાનને કારણે સૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ શકે એમ છે!
ઇસવીસન ૧૭૫૦, તિરુઅનંતપુરમ્
ત્રિકાળદર્શી મહામહોપાધ્યાય સત્યેન્દ્રનાથ ભારતવર્ષના સિદ્ધતાંત્રિકો સાથે શ્રી અનંતપદ્મનાભસ્વામી મંદિરના ગુપ્ત ભોંયરામાં નાગપાશ તંત્રપ્રયોગને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂર્ણ કરી ચૂક્યા છે! આવનારી કેટલીક સદીઓ માટે એ ભોંયરાનું દ્વાર પવિત્ર નાગબંધમ્ વડે બંધ થઈ જાય છે, જેને શક્તિશાળી ગરુડમંત્ર વિના ઉઘાડવું સંભવ નથી!
ઇસવીસન ૧૭૯૯, શ્રીરંગપટ્ટનમ્
હજારો હિંદુઓની ક્રૂર હત્યા કરનારો નિષ્ઠુર ઇસ્લામિક શાસક ટીપુ સુલ્તાન પોતાની સાથે એક એવું રહસ્ય લઈને દફન થાય છે, જેનો સીધો સંબંધ કાળની ગર્તામાં ખોવાઈ ચૂકેલી લંકાનગરી સાથે છે! પિતા હૈદર અલી પાસેથી તેને વારસામાં ભારતની એવી કઈ પૌરાણિક વસ્તુ મળી હતી, જેની મદદથી તે અકલ્પનીય કત્લેઆમ મચાવી શક્યો?
વર્તમાન દિવસ, ભારત
આદિકાળથી સનાતન સંસ્કૃતિના જે ગૂઢાતિગૂઢ રહસ્યને પેટાળમાં ધરબી રાખવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા, તે નિષ્ફળ નીવડ્યા છે! આઇ.એસ.આઇ.એસ.ના ખૂંખાર આતંકવાદીઓના નિશાના પર હવે સમગ્ર ભારત છે! ગઝવા-એ-હિન્દના મનસૂબાને સાકાર કરવા માટે તેઓ કરોડો લોકોના નિર્મમ નરસંહાર માટેની તૈયારી પૂર્ણ કરી ચૂક્યા છે! શું વિવાન આર્ય એમના સ્વપ્નને સાકાર થતું રોકી શકશે?
શું શ્રીરામનો લંકા જવાનો ઉદ્દેશ્ય માત્ર સીતાને બચાવવાનો હતો? રામાયણનો એવો કયો કાલાતીત અધ્યાય છે, જે મનુષ્યોથી છુપાવવામાં આવ્યો છે? સૃષ્ટિની તમામ અનિષ્ટ શક્તિઓ જેના વશમાં છે, એવા એકાક્ષ અઘોરી અસુરાધિપત્યની પુનઃસ્થાપના કરવા માટે કયા ભયાવહ વિષચક્રનું નિર્માણ કરી રહ્યા છે?
Additional information
Author | Parakh Bhatt |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2022 |
Pages | 544 |
Bound | Paperback |
ISBN | No |
Edition | First |
Subject | True Incidents of History |
Reviews
'મૃત્યુંજય'માં મહા અસુર વિષે નું રહસ્ય, એકાક્ષ અઘોરી અને અષ્ટ સિદ્ધિઓ તથા ચિરંજીવીઓની વાર્તા વર્તમાન સમય સાથે જે રીતે ગૂંથવામાં આવી તેનાથી 'નાગપાશ' માટે ઉત્કંઠા હતી કે હવે આ સફર ક્યાં પહોંચશે?
'નાગપાશ' ખરેખર 'મૃત્યુંજય' કરતા ઘણી બધી રીતે આગળ નીકળી ગઈ કહી શકાય.. આ વખતે ઘણા એવા રહસ્યોની વાત છે જે વાંચતા હવે શું થશે? હવે શું થશે? એવો સતત પ્રશ્ન થયા કરે. આખી બુક જ્યાં સુધી પૂરી ન થઇ ત્યાં સુધી સતત મન આ બુક સાથે જોડાયેલું રહ્યું. અને બુકના અંતે ભાગ ત્રણની જાહેરાત પણ વાંચવા મળી. પાંચ બુકની આ શ્રેણીમાં હવે આગળ શું થશે તે સવાલ સતત હજુ મગજમાં ઘૂમરાતો રહે છે. કેમકે બીજા ભાગમાં જે રહસ્યો ઉજાગર કરવામાં આવ્યા છે તેના કારણે આગળ આ વાર્તા કઈ રીતે આગળ વધશે તે જાણવાની ઇન્તેજારી છે.
'નાગપાશ'માં આ વખતે ત્રેતાયુગની વાત વણવામાં આવી છે. ખાસ તો 'રામાયણ'ના પ્રસંગો, ટીપુ સુલતાન અને મહોમ્મદ બિલાલની વાર્તાઓ એકબીજા સાથે જે રીતે સાંકળવામાં આવ્યા છે તે અદ્ભુત છે.
આખી બુક વાંચતા દરેક પ્રસંગ આંખ આગળ બનતો હોય તેવી શૈલીમાં લખાયો છે. ખાસ તો વિવાન, રિયા, ભૈરવીમાં, અજય ડોભાલ, એકાક્ષ અઘોરી, સુહાની સિન્હા અને બીજા દરેક પાત્રો તમારી આસપાસ જ છે એવું ફિલ થાય.
રાવણ અને બિલાલ જેવા ખતરનાક વિલનથી બીક પણ લાગે. ખાસ તો રાવણની જે તાંત્રિક વિધિનું દ્રશ્ય છે તેમાં જે વર્ણન છે તે થોડું અતિશયોક્તિ ભર્યું લાગે છતાં, વાંચવું ગમશે. આ વખતે બંને લેખકે થોડી વધારે છૂટ લીધી છે વાર્તામાં એવું લાગ્યું.
એક ખાસ મુદ્દો મિસિંગ રહી ગયો હોય તેવું લાગ્યું છે. - હનુમાન દ્વારા કઈ રીતે વિવાનને શુક્રચાયથી છોડાવવામાં આવ્યો તેનું આખું પ્રકરણ બુકમાં નથી. જેનો ખુલાસો કરવામાં આવ્યો હોત તો વધારે મજા આવત.
આ બુક વિષે હજુ તો ઘણું લખી શકાય એમ છે, જેમાં સ્ટોરી સ્પોઈલ થઇ જવાની સંભાવના હોવાથી એટલું જ કહીશ કે બસ આ બુક વાંચી લો. ઐતિહાસિક તથ્યો વિષે વધારે વિચાર્યા વગર જે રીતે તેને વાર્તા સાથે સાંકળવામાં આવ્યા છે તેની મજા લેવા જેવી છે..
વિવાન આર્યની આગળની સફર જાણવાની ઇન્તેજારી સાથે લેખક બેલડીને ખુબ ખુબ અભિનંદન... (Posted on 3/22/2023)