- 10 %

Madhyabindu

Be the first to review this product

Regular Price: INR 300.00

Special Price INR 270.00

Availability: In stock

પ્રિયમ - એક હવા જેવી ખુશમિજાજ, ફૂલ જેવી મહેકતી અને શરીરમાં ફરતા લોહી જેવી ધબકતી - સાચુકલી છોકરી!
આદિત્ય ભાગવત – પોતાની જિંદગીને પ્રિયમના શ્વાસથી જીવવા માંગતો, એક સફળ માણસ – એક સંનિષ્ઠ પતિ અને છતાં ક્યાંક પહોંચીને સ્ત્રીને, પત્નીને માલિક થઈને સંબંધોને ગૂંચવી નાંખતો એક એવો માણસ જે આપણી વચ્ચે જ મળી આવે.
 
Product Description

શૈલરાજસિંહ રાઠોડ – એકલો રહેતો, એકલો જીવતો એવો માણસ જેનામાં જંગલની લીલાશ હતી, વાઘની ખૂંખાર લોહીતરસી પ્રકૃતિ અને છતાં એક એવી કોમળતા જેની એને પોતાને જ જાણ ન હતી.
આ ત્રણની ભાગ્યરેખા કોણ જાણે ક્યાં આવીને એક થઈ ગઈ.

આ ત્રિકોણ નથી, આ ત્રણ સમાંતર સંબંધો છે!
સીધી લીટી જેવા, કોઈ એક બિંદુએથી શરૂ થઈને, કોઈ એક બિંદુએ પૂરા થઈ જનારા... આ સંબંધો!
ત્રણ જુદી જુદી દિશામાંથી આવતી, અને, ત્રણ જુદી જુદી દિશામાં જતી રેખાઓની વચ્ચે ક્યાંક કશું સામાન્ય હતું જે એમને ત્રણેયને સ્પર્શતું હતું અને એ જે સામાન્ય હતું એ ત્રણેમાં, એ જ હતું ત્રણેયનું - મધ્યબિંદુ!

Additional information

Author Kaajal Oza Vaidya
Language Gujarati
Publisher Zen Opus
Publication Year 2024
Pages 200
Bound Paperback
ISBN No
Edition Reprint
Subject No

Reviews

Only registered users can write reviews. Please, log in or register

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.