Product Description
અધ્યાત્મને મળતી વૈજ્ઞાનિક દૃષ્ટિ
સચરાચર જગત જેમની યોગમાયા દ્વારા દૈદિપ્યમાન થઈને કર્તા અને કારણ બને છે તેવા અનંતકોટી સૂર્ય સમાન ભગવાન વાસુદેવ શ્રીકૃષ્ણ સ્વયં અર્જુનને ગીતાજ્ઞાન આપે છે. અધ્યાત્મની શરૂઆત અને ઉચ્ચત્તમ અવસ્થા બંનેને સાથે રાખીને ચાલીએ ત્યારે સંજય હોય કે અર્જુન દિવ્યદૃષ્ટિ વગર ભગવદ્ પ્રાપ્તિ કેમ શક્ય બને? એ દિવ્યદૃષ્ટિ એટલે આંતરિક દૃષ્ટિ! જ્યાં પાંચ ઇન્દ્રિયો દ્વારા ચાલતા રથને મનની લગામ વડે નિયંત્રણમાં લાવીએ તો બુદ્ધિ સારથી બને છે. તે રથમાં બેસીને આત્મા બધું નિહાળ્યા કરે છે. ભગવાન બુદ્ધિથી પર છે એ સનાતન સત્ય છે કારણ કે બુદ્ધિ ભગવાનને પામી શકતી નથી, પણ જ્યારે ભગવાનમાં એકરૂપ થાય ત્યારે કંઈ જ અપ્રાપ્ય નથી રહેતું.
“Logical ગીતા - અધ્યાત્મને મળતી વૈજ્ઞાનિક દૃષ્ટિ” દ્વારા ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને જાણવાનો એક આધુનિક અને વૈજ્ઞાનિક પ્રયાસ કરવામાં આવ્યો છે. વિશ્વરૂપધારમ્ શ્રી ભગવાન દ્વારા સરળ અને સહજ રીતે કહેવાયેલ ગીતાજ્ઞાન વિજ્ઞાન માટે નવા દ્વાર ખોલી રહ્યું છે. આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાને અવકાશયાત્રામાં પણ વૈજ્ઞાનિકો સાથે રાખે છે. વિજ્ઞાન પણ જ્યાં પાછું પડે ત્યાં ગીતા સત્ય દર્શન કરાવે છે. આજે વિજ્ઞાન યંત્ર વડે શોધી રહ્યું છે તે આપણા મહાન ઋષિઓ અને તપસ્વી દ્વારા મંત્રઊર્જા વડે ઉજાગર કરાયું છે. માનવ મગજ-મન-માનસિકતાનો ગહન અભ્યાસ હજારો વર્ષ પહેલા આપણા પૂર્વજો દ્વારા કરવામાં આવ્યો છે.
Additional information
Author | Bhumika Chotaliya |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2023 |
Pages | 92 |
Bound | Paperback |
ISBN | 978-93-93226-17-4 |
Edition | First |
Subject | Spirituality / Religious |