Product Description
ઇરફાન વિશે લખતી વખતે ‘ભૂતકાળ’માં વાત ક૨વી અશક્ય છે. કેટલાક લોકો સદેહે આ જગતમાં હાજ૨ નથી હોતા,
પરંતુ આપણા વિચારો અને લાગણીઓમાં તેઓ હંમેશાં જીવંત રહે છે. એક ક્ષણ પણ તેમના વિશે વિચારતા નજર સામે તેમની આકૃતિ બની જાય છે.
ઇ૨ફાન સાથે મારી પહેલી મુલાકાત 1990ના પાછલા મહિનાઓમાં થઈ હતી. મારી નાની પિતરાઈ બહેન અલકા શ્રીવાસ્તવ અને તેના પતિ ઈશાન ત્રિવેદી સાથે હતો. તે દરમ્યાન ઇ૨ફાન અને તેમનાં સંગીની સુતપા સિકદ૨ સાથે મારી પહેલી મુલાકાત થઈ હતી. ઇરફાન પોતાની પ્રતિભા અજમાવવાના ઉદ્દેશથી મુંબઈ આવ્યા હતા. આ પુસ્તક વાંચતી વખતે તમને ખ્યાલ આવશે કે ઇરફાન શરૂઆતથી જ સ્પષ્ટ હતા કે એનએસડીના અભ્યાસ બાદ તેઓ ફિલ્મોમાં કામ ક૨શે. તેમનું લક્ષ્ય ફિલ્મનું હતું અને મહેનત તથા લગનથી તેમણે તે લક્ષ્યભેદ કર્યું. તેઓ તેમના મકસદમાં સફળ રહ્યા. તેમની સફળતાની પાંખો હજુ વધુ ફેલાત અને તેઓ ઊંચી ઊડાન લેત... તે પહેલા જ તેમને દુર્લભ પ્રકા૨નું કેન્સ૨ આવી ગયું. ઊડવા માટે તૈયા૨ પક્ષી કસમયે મંદ પડી ગયું.
મને હવે એવું લાગે છે કે મા૨ી ઇ૨ફાન સાથેની દરેક મુલાકાત અધૂરી રહી ગઈ. તેમના મૃત્યુ પહેલાં લખી શકાયા હોત તેવા અનેક પાનાં કોરાં રહી ગયાં. તે કોરાં પાનાં ફફડે છે, પણ હવે ત્યાં કંઈ લખી શકાય તેમ નથી. ઇ૨ફાન ઉ૫૨ની પહેલી ઇ-બુક તૈયા૨ કરતી વખતે હું અનોખા અનુભવમાંથી પસાર થયો. મેં હજારો ઇન્ટરવ્યૂ કર્યા હશે, પણ પહેલા ક્યારેય તે લખતા અને કાગળ ઉપર ઉતારતા સમયે આ અનુભવ નથી થયો. આ પુસ્તક તૈયા૨ ક૨તી વખતે મેં તમામ લખાણ વારંવાર વાંચ્યુ છે અને તેમાં સુધારો કર્યો છે.
Additional information
Author | Ajay Brahmatmaj |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2024 |
Pages | 280 |
Bound | Paperback |
ISBN | 9789366574844 |
Edition | First |
Subject | Biography |