Product Description
આજે દુનિયાની લગભગ દરેક વ્યક્તિને પ્રેમ કરવો છે. ખરેખરો પ્રેમ કરવો છે અને એમાં સૌથી મોટી અડચણ એ કે જેને જોતા જ પ્રેમમાં પડી જવાય એવી વ્યક્તિ ક્યાં મળશે એ કોઈ નથી જાણતું. તમે નક્કી તો કરી લેશો કે મારે ગોઠવાયેલા લગ્નજીવનમાં ગોઠવાઈને જીવનભર બંધાઈ નથી જવું. તમારે પહેલાં પ્રેમ પછી લગ્ન કરવા છે. આટલે સુધી બધું બરાબર પણ તમે જેને ચાહી શકો એવા કોઈ પાત્રની તમારા જીવનમાં એન્ટ્રી જ ના થાય ત્યારે?
આ કથાની નાયિકાને પણ પ્રેમ કરવો છે. વરસો રાહ જોયા બાદ પણ જેને જોતા મગજમાં ઓક્સીટોસિન ઝરવા લાગે એવું પાત્ર એને નથી મળતું ત્યારે એ એના કાલ્પનિક પ્રેમીને શોધવા એક ઉપાય કરે છે. એક બાલિશ ઉપાય. એ એક કાચની બોટલમાં એના પ્રેમીને નામ એક ચીઠ્ઠી લખીને એને દરિયામાં વહાવી દે છે અને પછી પ્રેમીના આવવાની રાહ જુએ છે. કેવું ગાંડપણ, નહીં?
એ કાચની બોટલમાં પુરાયેલ નાનકડો પ્રેમપત્ર આગળ જતાં ત્રણ જિંદગી સાથે રમત રમી જાય છે. પ્રેમ કરવો ગુનો નથી પણ પ્રેમમાં પડો એટલે મગજને તાળું મારીને દિલ જેમ કહે તેમ જ કરવું, મૂર્ખતાભર્યા નિર્ણય લેવા એ ગલત છે. આ નવલકથામાં એવી બસ એવી જ ગલત વાતો કહેવાઈ છે.
એક જ ઘટનાને જ્યારે ત્રણ અલગ અલગ વ્યક્તિ એમની રીતે કહે ત્યારે એ ત્રણ અલગ અલગ વાર્તા રૂપે ઉભરી આવે છે. આ નવલકથાના ત્રણેય પાત્રો તમને એમની લવ લાઇફની આપવીતી સંભળાવવા રાહ જોઈ રહ્યાં છે. તો હવે તમે શેની રાહ જુઓ છો, આજે જ મંગાવી લો આ પુસ્તક,
“પ્રીત ના કરિયો કોઈ"
- નિયતી કાપડિયા
Additional information
Author | Niyati Kapadia |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2023 |
Pages | 164 |
Bound | Paperback |
ISBN | 9789395339865 |
Edition | First |
Subject | Fiction |