Product Description
અમીશની રામ ચંદ્ર શ્રેણીમાં 'રામઃ ઈક્ષ્વાકુના વંશજ', 'સીતાઃ મિથિલાની વીરાંગના' અને 'રાવણઃ આર્યાવર્તનો અરિ' પછીનું ચોથું પુસ્તક એટલે 'લંકાનું મહાયુદ્ધ'. આગળના ત્રણ પુસ્તકોમાં રામ, સીતા અને રાવણની કથાઓ તેમના જન્મથી શરૂ થાય છે અને સીતાના અપહરણ થવા સાથે પૂરી થાય છે. હવે નાયક, નાયિકા અને પ્રતિનાયકની કથાઓ ભેગી થાય છે અને સર્જાય છે એક મહાયુદ્ધ.
એ મહાયુદ્ધ માટે રામે શું સાચે જ રામસેતુનું નિર્માણ કર્યું હતું? કેવી રીતે થયું હતું એ યુગયુગાંતર સુધી અમર રહેનારું નિર્માણ? રામ અને લક્ષ્મણની રણનીતિ શું હતી? લક્ષ્મણનો જીવ બચાવવા માટે સંજીવની કેવી રીતે લવાઈ હતી? રાવણની રણનીતિ કેવી હતી? યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? રામે કેવી રીતે રાવણને પરાસ્ત કર્યો હતો? વાયુપુત્રો, મલયપુત્રો અને નાગવંશીઓએ એ મહાયુદ્ધમાં કેવો ભાગ ભજવ્યો હતો?
આ અને આવા અનેક રસપ્રદ પશ્નોના રસપ્રચુર ઉત્તરો પામવા વાંચવું જ રહ્યું 'લંકાનું મહાયુદ્ધ'.
Additional information
Author | Amish Tripathi |
---|---|
Language | Gujarati |
Publisher | Westland Publication ltd |
Publication Year | 2023 |
Pages | 468 |
Bound | Paperback |
ISBN | 9789357766630 |
Edition | First |
Subject | Fiction |