Product Description
બાળક હાથથી લીટા કરતાં કરતાં બબડતો હોય, એની કાલીઘેલી ભાષામાં એણે લીટાઓ નથી કર્યા પરંતુ, હાથી અને મોર દોર્યો છે એવું આપણેને સમજાવે પણ ખરો. વળી, આપણી પાસેથી એણે લીટાઓમાં હાથી અને મોર કેવા સરસ દોર્યા છે – એની વાહવાહ પણ જોઇએ. એના આકારો સ્પષ્ટ ન હોય પણ એ શું દોરવા માંગે છે એ વિચારો સ્પષ્ટ હોય. બાળકે કરેલા એ લીટા આપણને મહાન ચિત્રકારના માસ્ટર સ્ટ્રોક જેવા લાગે છે કારણ કે એ આપણા બાળકે કર્યા છે. ‘ગીતા’ વિશેના આ આસ્વાદનું પણ આવું છે.
સદીઓથી દરેક ભાષામાં ગીતા વિશે અનેક ભાષ્યો લખાયા છે. નવી પેઢીને મૂલ્યો સાથે ‘ગીતા’નું દર્શન સમજાય એવી ભાષામાં માત્ર આસ્વાદ કરાવ્યો છે. અર્જુનના અને આપણા પ્રશ્નો સરખા જ છે. આપણી સ્થિતિ પળના કુરુક્ષેત્રમાં કૃષ્ણને શોધતા અર્જુન જેવી જ છે. આ પુસ્તક મનના અર્જુનનો અને હૃદયના કૃષ્ણનો સંવાદ છે. ‘ગીતા’ માત્ર સોગંદ ખાવા પુરતો ગ્રંથ નથી. જીવનને જા
Additional information
Author | Ankit Trivedi |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2024 |
Pages | 144 |
Bound | Paperback |
ISBN | 978-93-5198-007-0 |
Edition | Reprint |
Subject | Motivational Geeta |
Reviews
-અંકિત ત્રિવેદી
કૃષ્ણપૂર્વક......
અર્જુન,ગીતા અને આપણે.....
ગુજરાતીપણાનાં ગૌરવ એવા વ્હાલા અંકીતભાઈ ને નમન.
કૃષ્ણનું સામીપ્ય મેળવવા માટે આ પુસ્તક નહી પણ આપણી સંસ્કૃતિનું મસ્તક છે.
વંદન...સ્નેહાદર.....
દરેકના ઘરે કૃષ્ણપૂર્વક તો હોવું જ જોઈએ....સ્નેહાદર...
જય શ્રી કૃષ્ણ.....
(Posted on 4/23/2021)