Product Description
Life I M Possible
Additional information
Author | Praful Shah |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2022 |
Pages | 152 |
Bound | Paperback |
ISBN | 978-93-93223-83-8 |
Edition | Reprint |
Subject | Fiction |
Reviews
Review by: Rahul
સોની લીવ ની એક સીરિયલ Pushpa Impossible ના વચ્ચે વચ્ચે એકાદ એપિસોડ જોયા પછી લાગ્યું કે આ સીરિયલ શરૂઆતથી ચૂકાઈ ગઈ છે.રોજના છ એપિસોડ જોઈને હવે સાથે થઈ ગયાં.આ તો થઈ એક આડવાત.
પણ સીરિયલ માં બતાવતા હોય તે વાસ્તવિક જીવનમાં શક્ય બની શકે? મારા આ પ્રશ્નનો જવાબ મળ્યો મારા સાળા વિપુલ સાથે આવેલા જાણીતા લેખક અને મુંબઈ સમાચાર તથા દિવ્ય ભાસ્કર ના કોલમિસ્ટ શ્રી પ્રફુલભાઈ શાહ સાથેની મુલાકાતથી.
વાતચીત દરમિયાન કચ્છના ગાંધીધામમાં રહેતા દિનેશ કલવા અને તેમનાં પત્ની હસ્મિતા કલવા ના સંઘર્ષ ની કથા જાણી. આ સંઘર્ષ કથા પર શ્રી પ્રફુલભાઈ શાહે સેમિ-ડોક્યુ નવલકથા લાઇફ IM પોસિબલ લખી છે.રસ બતાવ્યો તો નવભારત સાહિત્ય મંદિર,અમદાવાદ દ્વારા પ્રકાશિત આ બુક થોડી વારમાં હાજર પણ કરી દીધી.
લગભગ એક બેઠકે પૂરી થયેલ આ નવલકથા વાંચ્યા પછી થોડા સમય સુધી તો મગજ બહેર જ મારી ગયું. કોઈ દંપતિ આટલો સંઘર્ષ કરી શકે? સહી શકે? અને સંઘર્ષ કથા થી પણ ઉત્તમ છે શ્રી પ્રફુલભાઈ શાહ દ્વારા અપાયેલ શબ્દદેહ.શ્રી પ્રફુલભાઈ એ ડગલે ને પગલે ફરિયાદ કરતા લોકો સુધી દિનેશ- હસ્મિતાના આ સંઘર્ષ ને પહોંચાડીને સમાજ પ્રત્યેની જવાબદારી બખૂબી નિભાવી છે.માત્ર એકવાર નહીં પણ જ્યારે જ્યારે નિરાશા ઘેરી વળે ત્યારે વાંચવા જેવું પુસ્તક એટલે લાઇફ IM પોસિબલ (Posted on 3/13/2024)