Product Description
એક જ ઘા ને કટકા છે ત્રણ.
સમજણ માટે ગુજરાતી ભણ.
ગઝલ એટલે અસ્તિત્વના ઉત્સવનું તીર્થધામ. જે ઉમળકાથી ગોસ્વામી તુલસીદાસની ચોપાઈ ગાઉ છું, એ જ રીતે ગોસ્વામી હરદ્વારના શેર રજૂ કરું છું. મંદિરમાં ટોકરી વગાડતા વગાડતા હરદ્વારે ગઝલમાં ડંકા વગાડ્યા છે. સ્વબળે વિકસેલા અને વિસ્તરેલા હરદ્વારની ગઝલનું મેઘધનુષ્ય સીધું હૃદયને સ્પર્શે છે. ઓછું બોલતો હરદ્વાર ગઝલમાં ગાજે છે. ‘લખચોર્યાસી લાગણી’માં શોકથી શ્લોક સુધીનો વિસ્તાર છે. જેમ સાગરમાં કાંઠે બેસવાની મજા છે, પગ પલાળો તો ઓર મજા આવે, ડૂબકી મારો તો જલસો પડે અને મરજીવા બની તળિયે જાઉં તો તો અવર્ણનીય આનંદ. એમ હરદ્વારની ગઝલમાં જેમ ઊંડા ઉતારશો એમ શબ્દોના સાગરમાં ભીંજાતા જશો.
-મોરારિબાપુ
સાંપ્રત ગુજરાતી ગઝલનો સબળ અને સફળ સ્વર એટલે હરદ્વાર ગોસ્વામી. જેમ કાર્યક્રમના આયોજનમાં નાનામાં નાની બાબતોનું ધ્યાન હોય એમ ગઝલમાં પણ એની બારીકીઓ દેખાય છે. જેમ સભાસંચાલનમાં To be precise બોલે છે એમ ગઝલમાં પણ એક એક શબ્દ જોખી જોખીને પ્રયોજે છે. લેખનની આ જ ગતિ બરકરાર રહે એવી શુભકામના.
- પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા
ગઝલના ગગનમાં ઝગમગતો સિતારો હરદ્વાર છે. એની ગઝલમાં ફ્રેશનેસ છે અને અંદાજે બયા પણ છે. એનું વક્તવ્ય રસાળ શૈલીમાં હોવાથી સાંભળવું ગમે છે. ‘ગુજરાત સમાચાર’ની એમની કોલમથી એના ગદ્યની વિધવિધ રમણીય છટાનો પરિચય થયો, વાંચવાની મજા પડે છે. એ મારો ગમતો એન્કર છે. શ્રોતાઓની નાડ પારખતા એને આવડે છે.
-પદ્મશ્રી ખલીલ ધનતેજવી
‘કુમાર’ સામયિકની મારી કૉલમ ‘ઊર્મિની ઓળખ’માં મેં લખ્યું હતું કે ‘નવા ગઝલકારમાં હરદ્વાર ગોસ્વામીનું નામ પ્રથમ હરોળમાં મુકવું પડે.’ હરદ્વારમાં બહુમુખી પ્રતિભા છે. સૌથી અગત્યનું એ માણસ તરીકે પણ ઉત્તમ છે. મુશાયરામાં એની રજૂઆત કાબિલે દાદ હોય છે. અસંખ્ય કવિતાઓ એને કંઠસ્ત છે. એના અનેક શેર લોક હૈયે વસેલા છે.
-જલન માતરી
ગઝલકાર તરીકેનો હરદ્વારનો વિકાસ મેં મારી નજરે નિહાળ્યો છે. એની અનેક વિશેષતાઓ છે એમાંની એક ‘એ સતત વિકસતો રહ્યો છે.’ એની ગઝલો મને ગમે છે. કેટલીક ગઝલ તો બહુ મોટી અપેક્ષા જન્માવે છે. એના શબ્દ અને સ્વભાવની સહજતા મને ગમે છે. ગઝલના ગામે એનો વસવાટ સાહિત્ય માટે સારા સમાચાર છે.
-ચિનુ મોદી ‘ઈર્શાદ’
હરદ્વાર ગોસ્વામી ગુજરાતી ગઝલની શાન છે. ઉત્તમ ગુજરાતી ગઝલ લખે, એટલું જ નહીં પણ ‘ગઝલોત્સવ’ જેવા સળંગ સાત દિવસના ફેન્ટાસ્ટિક ફેસ્ટિવલનું આયોજન પણ કરે. એમનું ગઝલ વિશેનું શાસ્ત્રીય જ્ઞાન પણ ઊંડું. જય જય ગરવી ગઝલ ગુજરાત.
-મનહર ઉધાસ
Additional information
Author | Hardwar Goswami |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2022 |
Pages | 96 |
Bound | Paperback |
ISBN | 978-93-93223-18-0 |
Edition | First |
Subject | Gazals |