Product Description
કૉલેજકાળમાં જ્યારે સર્વપ્રથમ હિંદી ગીતની રચના કરી ત્યારે ખૂબ જ રોમાંચ થયો હતો. મારી હિંદી ગીતો લખવાની સફર આગળ વધતા મારા જ ગીતોનું સ્વરાંકન કરવાનું અલૌકિક ઇંજન મળ્યું. છેક 100 જેટલાં હિંદી ગીતો લખ્યા એ પછી શ્રી તુષારભાઈ શુક્લની પ્રેરણાથી ગુજરાતી ગીતો લખવાની શરૂઆત થઈ. આજે 150 જેટલા ગુજરાતી ગીતોની રચના કરી છે. આ પુસ્તકમાં મેં એક નવા જ વિષય ઉપર ગીતો બનાવ્યા છે. જ્યારે મેં શ્રી તુષારભાઈ શુક્લને આ વાત કરી તો તેમણે જણાવ્યું કે આ તો વણખેડાયેલો વિષય છે. બસ ત્યાર પછી મારી કલમ ખૂબ જ ઝડપથી આગળ વધીને આજે કહેવતો ઉપર 108 ગીતોના સ્વરૂપે આ પુસ્તક આપની સમક્ષ લાવી રહ્યો છું. આજની પેઢીને તો કહેવતોની જાણકારી છે અને બોલચાલના વ્યવહારમાં એનો ઉપયોગ પણ કરીએ છીએ પરંતુ અત્યારની યુવા પેઢી અને તે પછીની પેઢીને તો કદાચ એ પણ ખબર નહીં હોય કે કહેવતો એટલે શું? આ પુસ્તક ફક્ત આ જ વિચારથી આવનારી પેઢીને સરળ રીતે કહેવતોનો અર્થ સમજાય એ માટેનો મારો નમ્ર પ્રયાસ છે. એક કવિ, ગીતકાર, સંગીતકાર, સંપાદક, અનુવાદક, સમાજસેવક અને બિઝનેસમેન તરીકે તો મારી ઓળખ ઊભી કરી છે. મારા હિંદી આલબમ ‘મેરે ક્રિષ્ણા’, ‘ક્રિષ્ણા રાગ’, ‘મેરા ભારત મહાન’, ‘મિલકર ચલેંગે’ તેમજ ગુજરાતી આલબમ ‘આ સ્નેહ’ અને ‘એક જ વજૂદ છે તું’ બજારમાં આવીને ખૂબ જ લોકપ્રિય થયા છે. હવે એક પુસ્તકના લેખક તરીકેની ઓળખ ખૂબ જ અકલ્પનીય આનંદ આપી રહ્યો છે. આશા રાખું છું કે મારું આ પુસ્તક અનેક માધ્યમો દ્વારા આવનારી પેઢી સુધી પહોંચે તો મને સમાજ માટે કાંઈક કર્યાનો સંતોષ થશે.
આભાર.
— સ્નેહલ મનુભાઈ પટેલ
ચૅરમૅન - પી. સી. સ્નેહલ ગ્રુપ
Additional information
Author | Snehal Patel |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2025 |
Pages | 126 |
Bound | Paperback |
ISBN | 9789393223807 |
Edition | Reprint |
Subject | Poem |