Product Description
સ્વયં માટે શાશ્વતની શોધયાત્રામાં પ્રકૃતિમાં ઓગળી જવાનો આનંદ અંકે કર્યાની વેળાએ લેખક ડૉ. રાજ સેવક વ્યવસાયે વિજ્ઞાનના ક્ષેત્રે વ્યસ્ત બની રહ્યા પણ ધડકતા દિલમાં કવિતાના સૂરનો પાલવ ઓઢી લીધો છે. લેખક ડૉ. રાજ સેવક લિખિત ’સ્વ’ પુસ્તકમાં ખોબલે-ખોબલે માનવ-સંવેદનાની છોળો ઉછાળી છે. પ્રેમને પંથે ખીલેલા ખુશ્બુદાર ફૂલોની મહેક અને પ્રેમપંથે લાગેલા ઠોકરોના દર્દના આસું પણ નીતાર્યા છે. બહુરંગી મુદ્રણ, આર્ટ પેપર, હાર્ડબાઉન્ડ બાઇન્ડિંગ અને મોટી સાઇઝમાં પુસ્તકનું કલેવર પ્રસ્તુત કાવ્યો સાથે નવું નજરાણું બની રહ્યાનો અહેસાસ વાચકને જરૂર થશે. પુસ્તકમાં કલા સાથે કવિતાની પ્રસ્તુતિ વિવિધ રંગે પાને પાને રંગાયેલી છે. કલમને મોકળા મનથી વહેતી કરનાર ડૉ. રાજકુમાર સેવકને ડૉ. (સ્વ.) સુરેશ દલાલના આશીર્વાદ-અભિનંદન સાંપડ્યાના આનંદ સાથે ગૌરવ આપતું ‘સ્વ’ કલા-સાહિત્યના રસિકોએ અચુક ખરીદી વાંચવું – વંચાવવું અને ભેટ આપવું જોઇએ
Additional information
Author | Raj Sevak |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2021 |
Pages | 88 |
Bound | Hard Bound |
ISBN | 9789386669575 |
Edition | First |
Subject | Poetry |