Product Description
ટૂ સ્મોલ ટુ ફેઇલ લોકો એવું વિચારતા હોય છે કે બીજા લોકોના કારણે તેઓ પરિવર્તન લાવી શકતા નથી. પણ, તેવું નથી. ખામી તેમની કાર્ય કરવાની પદ્ધતિમાં છે. મોટિવેશન મેળવો, મોટા મોટા રેઝોલ્યૂશન્સ અથવા માત્ર કામ કરતા રહો જેવી પદ્ધતિઓ સાથે વારંવાર નિષ્ફળ જવાની શક્યતાઓ રહેલી હોય છે. તમે આ નિષ્ફળતાઓ, અપરાધભાવ અને ડર વગર પણ સફળતા મેળવી શકો છો. મિનિ હૅબિટ્સ આમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મિનિ હૅબિટ્સનો 'ટૂસ્મોલ ટુ ફેઇલ' એટલે કે ‘નિષ્ફળ જવા માટે સાવનાનીહોવા'નો ગુણ તમને તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ થાય છે. ટેવ-ઘડતર માટેની આ એક ભારવિહીન, શક્તિશાળી અને શ્રેષ્ઠ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં એ બાબતનો ખ્યાલ રાખવામાં આવ્યો છે કે લાંબા ગાળાનો ફાયદો મેળવવા માટે તમારે તમારા પોતાના મન સાથે કઈ રીતે કોઈ ઝઘડો કર્યા વિના કામ કરવું. જેમ જેમ તમે મનના પોતાના નિયમો પ્રમાણે કામ કરવા લાગો છો (મિનિ હૅબિટ્સ તમને આમ કરતાં શીખવે છે) તેમ તેમ લાંબા ગાળાના ફાયદા મેળવવા સરળ થઈ જાય છે. * સ્ટીફન ગાઈસ વ્યક્તિત્વ-વિકાસ વિશે ૨૦૦૪થી લખતા આવ્યા છે, તેમણે ૨૦૧૧માં પોતાના ઍવૉર્ડ – વિનિંગ બ્લોગ deepexistenceની શરૂઆત કરી હતી. જ્યારથી તેમણે વિશ્વ સાથે પોતાના વિચારો વહેંચવાનું શરૂ કર્યું છે ત્યારથી તેમના લેખો વિશ્વની પ્રખ્યાત વેબસાઇટ્સ જેમ કે lifehacker, problogger.net, tiny Buddhaવગેરે પર પ્રકાશિત થયા છે. વ્યક્તિત્વ- વિકાસની અદમ્ય ઇચ્છા અને રિસર્ચ તથા ઍનાલિસિસ માટેના તેમના પેશન થકી સ્ટીફ્ન ગાઈસે અમુક બિનપરંપરાગત અને પરિણામ આધારિત પદ્ધતિઓ ઘડી છે. મુખ્યતઃ તેમના 'વિલપાવરનું સંવર્ધન’, ‘નૉન-મોટિવેશન આધારિત આયોજન', 'અનેક વિકલ્પો આધારિત ટેવ-ઘડતર' અને ‘સ્ટુપિડ સ્મૉલ’નાં પગલાં વિશ્વભરના વાચકો વચ્ચે ખ્યાતિ પામ્યાં છે.
Additional information
Author | Stephen Guise |
---|---|
Language | Gujarati |
Publisher | MyMirror Publishing House |
Publication Year | 2024 |
Pages | 120 |
Bound | Paperback |
ISBN | 978-93-95162-94-4 |
Edition | First |
Subject | Self Help |