Product Description
વિશ્વમાં ભારત ધર્મનું કેન્દ્ર રહ્યું છે. દુનિયાના તમામ ધર્મો ભારતમાં પ્રસાર-પ્રચાર પામ્યા. વસુધૈવ કુટુંમ્બકરમ્ ની ભાવના સાથે ભારતમાં પ્રવાસી ધર્મગુરુઓનું આગમન સદીઓથી થતું રહ્યું હતું. ભગવાન બુદ્ધના સમયમાં ધર્મનો પ્રસાર મધ્ય ભારતમાં કેન્દ્રિત થયો. અને હિમાલય સુધી વિસ્તર્યો. અર્વાચીન ભારતમાં મધ્યપ્રદેશ સ્થિત સાંચીની ટેકરીએ ઉપર ઇસુના જન્મ પહેલાં ત્રીજી સદીમાં બૌદ્ધ મઠનું નિર્માણ કરવાવામાં આવ્યું હતું. આ સ્તૂપની સંરચના તે કાળની ધર્મપ્રિયતા અને કળા-કારીગરીને ઉજાગર કરે છે. સાંચીના સ્તૂપની કોતરણી અને સંરચનામાં વન્યજીવો અને જીવસૃષ્ટિને બેખૂબીથી કંડારાયેલા છે. બૌદ્ધ ધર્મના અનુયાયી, સંત-સાધ્વીઓ, સાધુઓને પોતાની દૈનિક ક્રિયાઓ માટેની વ્યવસ્થા અદભૂત રીતે કરાયેલા આ સ્તૂપો આજે પણ નવી પેઢીના બાળકો માટે રોમાંચિત બની રહે છે.
Additional information
| Author | Sohail hashmi |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Manjul Publication |
| Publication Year | 2021 |
| Pages | 32 |
| Bound | Paperback |
| ISBN | 978-93-89647-47-1 |
| Edition | First |
| Subject | Children Books |