- 19 %

Temple Dharma

Be the first to review this product

Regular Price: INR 185.00

Special Price INR 150.00

Availability: In stock

આસ્થા અને અવિશ્વાસની મધ્યમાં ધબકતું રહસ્યમય ભાવવિશ્વ!

ભારતભૂમિએ મને હંમેશા અચંબિત જ કર્યો છે. આટઆટલા આક્રમણો બાદ પણ ધબકી રહેલી પૌરાણિક સંસ્કૃતિ અનેક સ્થળોએ કેટલાક ગૂઢાતિગૂઢ રહસ્યો સંઘરીને બેઠી છે. ‘SCIENTIFIC ધર્મ’ શ્રેણીનો બીજો ભાગ ‘TEMPLE ધર્મ’ લખવા પાછળનો ઉદ્દેશ્ય આવા જ ગર્ભિત દેવસ્થાનને શબ્દદેહ આપવાનો હતો.
 

Product Description

આસ્થા અને અવિશ્વાસની મધ્યમાં ધબકતું રહસ્યમય ભાવવિશ્વ!
 
ભારતભૂમિએ મને હંમેશા અચંબિત જ કર્યો છે. આટઆટલા આક્રમણો બાદ પણ ધબકી રહેલી પૌરાણિક સંસ્કૃતિ અનેક સ્થળોએ કેટલાક ગૂઢાતિગૂઢ રહસ્યો સંઘરીને બેઠી છે. ‘SCIENTIFIC ધર્મ’ શ્રેણીનો બીજો ભાગ ‘TEMPLE ધર્મ’ લખવા પાછળનો ઉદ્દેશ્ય આવા જ ગર્ભિત દેવસ્થાનને શબ્દદેહ આપવાનો હતો. દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત અને શ્રીલંકાના મંદિરોમાં થયેલી દિવ્ય અનુભૂતિઓએ મને આ કાર્ય કરવા પ્રેર્યો. હજારો વર્ષ જૂના મંદિરોના પ્રત્યેક ખૂણે અનુભવાયેલાં પવિત્ર કંપનોને વાચકમિત્રો સમક્ષ મૂકવાની મહેચ્છા સાથે અવતરણ થયું... ‘TEMPLE ધર્મ’નું! નિગર્ભ યોગિનીના પ્રાગટ્ય સમું આ પુસ્તક આપને એક અજાણ્યા છતાં રસપ્રદ ભારતની મુલાકાતે લઈ જશે, જેનાથી તમે કદાચ સાવ અપરિચિત છો.

➢ પાકિસ્તાને ફેંકેલા ત્રણ હજાર બૉમ્બ આદિશક્તિ સામે બન્યા બિનઅસરકારક!

➢ પ્રેતરાજ સરકાર, કોટવાલ કપ્તાન અને મહેંદીપુર બાલાજી!

➢ મૃત સૈનિકની આત્મા કરી રહી છે દેશનું રક્ષણ!

➢ લૂંટારા અકબરે પણ જેની સામે હાર સ્વીકારી એ રહસ્યમય જ્યોત!

➢ ઔરંગઝેબના આક્રમણ પર ભારે પડી હતી મધમાખીઓ!

ઐતિહાસિક, પુરાતત્વીય અને પૌરાણિક મહત્વની સાથોસાથ ચમત્કૃતિનો સાક્ષાત્કાર કરાવતાં આવા ૩૦થી વધુ ધર્મસ્થાનોને નવા દ્રષ્ટિકોણથી વધાવતું અનન્ય પુસ્તક એટલે ‘TEMPLE ધર્મ’!

- પરખ ભટ્ટ

Additional information

Author Parakh Bhatt
Language Gujarati
Publisher Navbharat Sahitya Mandir
Publication Year 2022
Pages 160
Bound Paperback
ISBN 9789393223876
Edition First
Subject No

Reviews

Only registered users can write reviews. Please, log in or register

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.