{"product_id":"vishvamanav","title":"Vishvamanav","description":"\u003cp\u003eએક નાનકડાં શહેરના કાંઠે હતું એક નાનકડું કાચી માટીનું ઘર.\u003cbr\u003eએ ઘરમાં રહેતું હતું ત્રણ માનવીનું અનોખું કુટુંબ.\u003cbr\u003eએમની અનોખી વાર્તાઓ.\u003cbr\u003e\u003cbr\u003eજેને જોઈને જીવ બળે એવી ત્રણ મીઠી જિંદગીઓ.\u003cbr\u003eઆ નાનકડાં શહેરમાં રોજે નીકળતી એક નાનકડી ટ્રેન.\u003cbr\u003e\u003cbr\u003eએક ભાગતું ભટકતું ભૂંડ.\u003cbr\u003eએક સળગતી મશાલ.\u003cbr\u003eએક શેતાનોનું ટોળું.\u003cbr\u003e\u003cbr\u003eએક દિવસ આ નાનકડાં શહેરની વચ્ચે\u003cbr\u003eમાનવજાતના દરિયામાં જન્મ્યું\u003cbr\u003eસત્ય-અસત્યનું મહાન દ્વંદ્વ.\u003cbr\u003eપેદા થઈ એક બાળકની જીવનચાલીસા.\u003cbr\u003e\u003cbr\u003eપ્રસ્તુત છે —\u003cbr\u003e\u003cbr\u003eઆપણા આત્મા અંદર સેંકડો સવાલ પેદા કરી દેતી એક એવાં બાળવિશ્વની અનુભૂતિ જે આપણને માનવમાંથી વિશ્વમાનવ બનાવી દે છે. રોમાંચ, પીડા, રાડો, પોકારો અને અખંડ સન્નાટાઓથી ભરેલું એક એવું કથાનક જે ઘોર અંધકારમાંથી પરમ તેજ તરફ લઈ જાય છે. ધરતીના પટ્ટ પર બની ચુકેલી ચાર સત્ય ઘટનાઓથી પ્રેરાઈને સર્જાયેલી એક એવી કૃતિ જે એક ક્ષણે આપણી રગરગમાં લોહીને થીજવી દે છે અને બીજી ક્ષણે ચૈતન્યની છોળો ઊડાડી દે છે.\u003cbr\u003e\u003cbr\u003eવિશ્વમાનવ રૂમી નામના બાળકના માનસમાં સર્જાયેલી એક એવી અવિરત યાત્રા છે જે ગુજરાતી ભાષાને ચાહનારા દરેક જીવના જીવનમાં એક અનોખી યાદ બનીને અમર રહેશે.\u003cbr\u003e— પ્રકાશક\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944754196715,"sku":"NSM01220","price":320.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/vishwamanav-front.jpg?v=1782478727","url":"https:\/\/navbharatonline.com\/products\/vishvamanav","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}