{"product_id":"vasansi-jirnani","title":"Vasansi Jirnani (Gujarati Language)","description":"\u003cp\u003e\"વાસાંસિ જીર્ણાનિ' એક મધ્યમ વયની બંગાળી ગૃહિણી પોલોમાંની કથા છે. કોઈ ખાસ ઉથલપાથલ વિના પોતાના ભર્યા સંસારમાં પોલોમાંએ જીવનના પચાસ વર્ષ વિતાવી દીધા છે. \u003cbr\u003e\u003cbr\u003eપતિ માટે ફણસનું શાક બનાવતી , દીકરાની વહુઓ સાથે સાડીઓ ખરીદતી પોલોમાં સુખી છે ...અને તોય ક્યારેક એને પળવાર એક અસંતોષ ઘેરી વળે છે. એને થાય છે કે \"જીવનમાં કોઈ સાહસ, કોઈ ઝંઝાવાત ન અનુભવી શકાયો. સતત સીધી લીટી જેવા જીવનમાં વળાંકો ન આવ્યા \"\u003cbr\u003e\u003cbr\u003eઆ ઊંડે ધરબાયેલી તોફાનોની લાલસા પોલોમાં ને એક અસંભવિત યાત્રા પર લઈ જાય છે. એ ચાર જુદી સદીમાં જીવતી ચાર જુદી સ્ત્રીઓનું અસ્તિત્વ અનુભવે છે. \u003cbr\u003e\u003cbr\u003eઆ નવલકથા અસંભવિત, અકલ્પ્ય વિશ્વની વાત છે...પણ દરેક માનવીએ જીવનના કોઈ તબક્કે આ અકલ્પ્ય ઝંખ્યું છે. \u003cbr\u003e\u003cbr\u003eસાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ નવલકથાનું પારિતોષિક મેળવનાર આ કૃતિ માનવમનના અડાબીડ રહસ્યોની ગાથા છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944748724459,"sku":"NSM01078","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/vasansi-jirnani-1_2.jpg?v=1782476871","url":"https:\/\/navbharatonline.com\/products\/vasansi-jirnani","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}