{"product_id":"temple-dharma","title":"Temple Dharma","description":"\u003cp\u003eઆસ્થા અને અવિશ્વાસની મધ્યમાં ધબકતું રહસ્યમય ભાવવિશ્વ!\u003cbr\u003e \u003cbr\u003eભારતભૂમિએ મને હંમેશા અચંબિત જ કર્યો છે. આટઆટલા આક્રમણો બાદ પણ ધબકી રહેલી પૌરાણિક સંસ્કૃતિ અનેક સ્થળોએ કેટલાક ગૂઢાતિગૂઢ રહસ્યો સંઘરીને બેઠી છે. ‘SCIENTIFIC ધર્મ’ શ્રેણીનો બીજો ભાગ ‘TEMPLE ધર્મ’ લખવા પાછળનો ઉદ્દેશ્ય આવા જ ગર્ભિત દેવસ્થાનને શબ્દદેહ આપવાનો હતો. દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત અને શ્રીલંકાના મંદિરોમાં થયેલી દિવ્ય અનુભૂતિઓએ મને આ કાર્ય કરવા પ્રેર્યો. હજારો વર્ષ જૂના મંદિરોના પ્રત્યેક ખૂણે અનુભવાયેલાં પવિત્ર કંપનોને વાચકમિત્રો સમક્ષ મૂકવાની મહેચ્છા સાથે અવતરણ થયું... ‘TEMPLE ધર્મ’નું! નિગર્ભ યોગિનીના પ્રાગટ્ય સમું આ પુસ્તક આપને એક અજાણ્યા છતાં રસપ્રદ ભારતની મુલાકાતે લઈ જશે, જેનાથી તમે કદાચ સાવ અપરિચિત છો.\u003cbr\u003e\u003cbr\u003e➢ પાકિસ્તાને ફેંકેલા ત્રણ હજાર બૉમ્બ આદિશક્તિ સામે બન્યા બિનઅસરકારક!\u003cbr\u003e\u003cbr\u003e➢ પ્રેતરાજ સરકાર, કોટવાલ કપ્તાન અને મહેંદીપુર બાલાજી!\u003cbr\u003e\u003cbr\u003e➢ મૃત સૈનિકની આત્મા કરી રહી છે દેશનું રક્ષણ!\u003cbr\u003e\u003cbr\u003e➢ લૂંટારા અકબરે પણ જેની સામે હાર સ્વીકારી એ રહસ્યમય જ્યોત!\u003cbr\u003e\u003cbr\u003e➢ ઔરંગઝેબના આક્રમણ પર ભારે પડી હતી મધમાખીઓ!\u003cbr\u003e\u003cbr\u003eઐતિહાસિક, પુરાતત્વીય અને પૌરાણિક મહત્વની સાથોસાથ ચમત્કૃતિનો સાક્ષાત્કાર કરાવતાં આવા ૩૦થી વધુ ધર્મસ્થાનોને નવા દ્રષ્ટિકોણથી વધાવતું અનન્ય પુસ્તક એટલે ‘TEMPLE ધર્મ’!\u003cbr\u003e\u003cbr\u003e- પરખ ભટ્ટ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944613687531,"sku":"NSM02223","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/parakh-bhatt-temple-dharma-front.jpg?v=1782478805","url":"https:\/\/navbharatonline.com\/products\/temple-dharma","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}