{"product_id":"satyabhama","title":"Satyabhama","description":"\u003cp\u003eકૃષ્ણની સોળ હજાર એકસો ને સાત રાણીઓ એવું માનતી કે, “અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા.”\u003cbr\u003eપરંતુ…\u003cbr\u003eએક હતી પટરાણી સત્યભામા!\u003cbr\u003eજે એવું સ્પષ્ટપણે માનતી કે, “કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી!”\u003cbr\u003eઆ કથા સત્યભામાની છે, જે સ્વયંને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતના ચોકમાં ઊભી રહી, આંખમાં આંખ પરોવી દૃઢ વિશ્વાસ સાથે કહી રહી છે કે :\u003cbr\u003eભલે હું રાધાની જેમ રાસ નથી રમી…\u003cbr\u003eભલે રુક્મિણીની જેમ મારું વરણ નથી થયું…\u003cbr\u003eભલે દ્રૌપદીની જેમ મને ‘કૃષ્ણા’ સંબોધન નથી મળ્યું…\u003cbr\u003eભલે જાંબવતીની વનસંસ્કૃતિનો સ્વીકાર થયો એવું મને માન નથી મળ્યું…\u003cbr\u003eતો પણ,\u003cbr\u003eકૃષ્ણ સૌથી વધારે પ્રેમ મને કરે છે અને મને જ કરે છે!\u003cbr\u003eઆ કથા સત્યભામાના કૃષ્ણની છે. આ કથામાં દ્વારકા છે, ગોકુળ છે, બરસાના છે, મથુરા છે, પાંચાલ છે તો વિદર્ભ પણ છે. આ સ્થળો સરનામાં નહીં, પડાવ છે. કૃષ્ણને પામવાની સત્યભામાની અહીં પોતીકી યાત્રા છે.\u003cbr\u003eઅહીં કથાનાં પાને પાને સત્યભામા કૃષ્ણને કહે છે કે, “જો પ્રેમ વહેંચીને મહાન થવાતું હોય તો બળ્યું, મારે મહાન નથી થવું. કૃષ્ણ, તમે દરિયાનું તળિયું તો માપી લીધું અને દ્વારકા ઊભી કરી દીધી, પણ નારીના મનનું તળિયું તો તમે માપી નથી શક્યા!”\u003cbr\u003eયુગ બદલાણો પણ સત્યભામા નથી બદલાણી.\u003cbr\u003eએ ક્યાંય નથી ગઈ, અહીં જ ઊભી છે, આજેય.\u003cbr\u003eમારામાં, તમારામાં અને આપણા સૌમાં ધબકે છે – શાશ્વત!\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944663462123,"sku":"NSM03044","price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789361976889.jpg?v=1782545202","url":"https:\/\/navbharatonline.com\/products\/satyabhama","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}