{"product_id":"madhyabindu","title":"Madhyabindu","description":"\u003cp\u003eપ્રિયમ - એક હવા જેવી ખુશમિજાજ, ફૂલ જેવી મહેકતી અને શરીરમાં ફરતા લોહી જેવી ધબકતી - સાચુકલી છોકરી!\u003cbr\u003eઆદિત્ય ભાગવત – પોતાની જિંદગીને પ્રિયમના શ્વાસથી જીવવા માંગતો, એક સફળ માણસ – એક સંનિષ્ઠ પતિ અને છતાં ક્યાંક પહોંચીને સ્ત્રીને, પત્નીને માલિક થઈને સંબંધોને ગૂંચવી નાંખતો એક એવો માણસ જે આપણી વચ્ચે જ મળી આવે.\u003cbr\u003e\u003cbr\u003eશૈલરાજસિંહ રાઠોડ – એકલો રહેતો, એકલો જીવતો એવો માણસ જેનામાં જંગલની લીલાશ હતી, વાઘની ખૂંખાર લોહીતરસી પ્રકૃતિ અને છતાં એક એવી કોમળતા જેની એને પોતાને જ જાણ ન હતી.\u003cbr\u003eઆ ત્રણની ભાગ્યરેખા કોણ જાણે ક્યાં આવીને એક થઈ ગઈ.\u003cbr\u003e\u003cbr\u003eઆ ત્રિકોણ નથી, આ ત્રણ સમાંતર સંબંધો છે!\u003cbr\u003eસીધી લીટી જેવા, કોઈ એક બિંદુએથી શરૂ થઈને, કોઈ એક બિંદુએ પૂરા થઈ જનારા... આ સંબંધો!\u003cbr\u003eત્રણ જુદી જુદી દિશામાંથી આવતી, અને, ત્રણ જુદી જુદી દિશામાં જતી રેખાઓની વચ્ચે ક્યાંક કશું સામાન્ય હતું જે એમને ત્રણેયને સ્પર્શતું હતું અને એ જે સામાન્ય હતું એ ત્રણેમાં, એ જ હતું ત્રણેયનું - મધ્યબિંદુ!\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944525902059,"sku":"NSM00904","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/madhyabindu_1.jpg?v=1782475916","url":"https:\/\/navbharatonline.com\/products\/madhyabindu","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}