{"product_id":"gurudatt-trianki-shokantika","title":"Gurudatt Trianki Shokantika","description":"\u003cp\u003eચંદ્રથી કોણ અજાણ છે? પણ આપણે ચંદ્રને તેની સમગ્રતામાં જાણીએ છીએ ખરાં? એવું જ અતિપ્રખ્યાત વ્યક્તિઓ વિશે પણ થતું હોય છે.\u003cbr\u003eગુરુદત્ત. આ નામથી કોણ અજાણ છે?\u003cbr\u003eએમની ફિલ્મોનાં નામ જાણીએ છીએ, ઘણાંએ એમની ફિલ્મો જોઈ છે. અનેક એમના ચાહકો પણ છે. \u003cbr\u003eઅતિપ્રખ્ચાત હોવાથી ઘણીવાર આપણે એ વ્યક્તિની પ્રતિભા સમજવામાં થાપ પણ ખાઈ જઈએ તેવું બને. અનેક પાસાંથી આપણે અજાણ રહી જતાં હોઈએ છીએ. આવી પ્રતીતિ આ પુસ્તક વાંચતાં થઈ.\u003cbr\u003eપ્રસ્તુત પુસ્તક ‘ગુરુદત્તઃ એક ત્રિઅંકી શોકાંતિકા’, જે પ્રતિભાશાળી ફિલ્મકાર અને કલા- સાહિત્યના અભ્યાસનિષ્ઠ એવા અરુણ ખોપકરે મૂળ મરાઠીમાં લખેલ દીર્ઘ અભ્યાસ લેખોનો ગુજરાતી અનુવાદ છે. અરુણ ખોપકરે પોતે જે રીતે તેમની ફિલ્મો જોઈ છે અને ગુરુદત્તનાં પ્રકાશ-છાયા માધ્યમના સર્જનશીલ ઉપયોજનનું, કથાનક, પાત્રો વગેરે સંદર્ભે સૂક્ષ્મ સહૃદય રસગ્રહણ અને વિશ્લેષણ  કર્યાં છે -તે આખો અનુભવ તેમણે આપણી સાથે વહેંચ્યો છે. આટલું સુંદર સૌહાર્દપૂર્ણ ફિલ્મ વિવેચન અન્ય કોઈ મારા વાચનમાં આવ્યું નથી. - એક ઉત્તમ પુસ્તકનો અનુવાદ ગુજરાતી ભાવકો સમક્ષ મૂકતાં આનંદ થાય છે.\u003cbr\u003e \u003cbr\u003eલોકપ્રિય, વિદ્વાનોએ વખાણેલું અને સિનેમા પરના શ્રેષ્ઠ લેખન માટેનું પારિતોષિક પ્રાપ્ત કરનારું આ પહેલું મરાઠી પુસ્તક છે. બંગાળી, કન્નડ, હિન્દી, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં અનુવાદિત આ પુસ્તક હવે ગુજરાતીમાં.\u003cbr\u003e- અશ્વિની બાપટ.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944662642923,"sku":"NSM03024","price":449.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366576862.jpg?v=1782545191","url":"https:\/\/navbharatonline.com\/products\/gurudatt-trianki-shokantika","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}