{"product_id":"behad-bani-hamara-yar-hai-ham-main","title":"Behad Bani :Hamara Yar Hai Ham Main","description":"\u003cp\u003eઆ એક એવું પુસ્તક છે જે કહે છે કે....\u003cbr\u003eઅન્યમાં ઓગળી જવું એ જીવન સાધના છે.\u003cbr\u003eપ્રેમમાં બચી જવાની અને ઇશ્કમાં ખપી જવાની ઇચ્છા થાય છે.\u003cbr\u003eસ્વયં બચ્યા કે કશું બચાવ્યા સિવાય\u003cbr\u003eઅન્યમાં વહી જવું એટલે જ પરમ મુક્તિ.\u003cbr\u003eબેહદબાની એટલે ઇશ્કથી ઇબાદતની,\u003cbr\u003eજિસ્માનીછી રુહાની સુધીની જીવનયાત્રા.\u003cbr\u003eવિશ્વના દરવીશો, ફકીરો, સંતો, રહસ્યવાદીઓ આ યાત્રા તો કરતા હોય છે. માનવ હોવાની પીડાની બે-હોશી જ સંતત્વની બા-હોશી સુધી દોરી જાય છે. માણસ એટલે આવી અંતહીન સંભાવનાઓ તરફની એક અલૌકીક ઉડાણ... અને અંતે તો અબ હમ આનંદ કો ઘર પાયે!\u003cbr\u003eબેહદ બાની આવું ચિત્ત નામે કે ચૈતન્ય નામે છે. તેમાં માનવ સભ્યતાની અતિ દુર્લભ ચેતનાઓની પળ સંહિતાઓ છે, જેમાં તેમની ઉજાશમય અને ઉલ્લાસમય પળો છે, જે કદાચ આપણાં જીવનનો પાવક અધ્યાય બની રહે... આવો એમાંના એકાદની આંગળી પકડી પરમના મારગે પગલું પાડીએ...\u003cbr\u003eવિશ્વમનિષીઓની જીવન સાથે સંકળાયેલી આધ્યમિક અનુભૂતિ કરાવતી અલૌકિક કથાનો રસાસ્વાદ કરાવતી *બેહદ બાની* માં લેખક સુભાષ ભટ્ટે અક્ષરોને બુદ્ધત્વ આપ્યું છે. પુસ્તકના પ્રત્યેક શબ્દે ગંગાની શીતળતાનો સ્પર્શ કર્યાનો આનંદ વાચકોને રહેશે. વાચકને આધ્યાત્મિક રાહે લૌકિક-જીવનની શીખ આ પુસ્તક આપે છે. આ પુસ્તક પરિવારજનોને, મિત્રવર્તુળમાં ભેટ આપો, વાંચો-વંચાવો\u003cbr\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944608411883,"sku":"NSM02143","price":126.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/behad-bani-hamara-yar-hai-ham-main.jpg?v=1782544864","url":"https:\/\/navbharatonline.com\/products\/behad-bani-hamara-yar-hai-ham-main","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}