{"product_id":"anaradhar-bani-prem-nagar-ka-ant-na-paya","title":"Anaradhar Bani : Prem Nagar Ka Ant Na Paya","description":"\u003cp\u003eજીવન ક્યારે પણ રિયાઝનો સમય નથી આપતું. દરેક પળ આપણું પ્રથમ, અંતિમ અને એકમાત્ર પરર્ફૉર્મન્સ હોય છે. જીવન આપણને એક સાથે નથી મળતું, પણ પળ-પળના હપ્તામાં મળે છે. જેમ બધા રવિવાર એક સાથે ન મળે તેમ. આ ઝેન મૉમેન્ટમાં સમગ્રતાથી જીવવાનું હોય છે.\u003cbr\u003eઆ પળમાં છુપાયેલી રૂપાંતરણની અપાર સંભાવનાઓ છે.\u003cbr\u003eઆ પળે સીમ અને અસીમની પાર જઈ શકાય છે, અગાધ અને અમાપ જીવી શકાય છે.\u003cbr\u003eઆ પળે ઃ હદ અને અનહદ, નામ અને અનામનાં મિલનસ્થળે પણ જઈ શકાય છે.\u003cbr\u003eઆ પળ તો છે જ્યારે ઃ ગાનાર ગીત બની જાય છે અને ચાલનાર કેડી બની જાય છે.\u003cbr\u003eઆ પળ તો છે જ્યારે બ્રહ્માંડ આખું વાદ્યકાર લાગે છે અને અસ્તિત્વ એક સિમ્ફની લાગે છે.\u003cbr\u003eઆ પળ તો છે મુક્તિની. આખરે, મુક્તિ કોઈ સ્થળ કે સમય નથી પણ સમગ્રતાનો અનુભવ છે.\u003cbr\u003eઆપણું જીવન કોઈ દરખાસ્ત કે દસ્તાવેજ નથી. અરજી કે આવેદન નથી, અહેવાલનું વાચન કે નિરીક્ષણનું લેખન નથી. જીવન તો સમગ્રમાં છલાંગ મારવાનો સાદ છે, પરમને આલિંગન આપવાનું આહ્વાન છે.\u003cbr\u003eઆમ તો જીવન સ્વયં એક પરર્ફૉર્મન્સ છે — પ્રથમથી અંતિમ શ્વાસ વચ્ચેનું. ચાલો…\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944620241131,"sku":"NSM02326","price":148.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/anradharbani-front.jpg?v=1782478871","url":"https:\/\/navbharatonline.com\/products\/anaradhar-bani-prem-nagar-ka-ant-na-paya","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}