{"product_id":"aghoreshwar","title":"Aghoreshwar","description":"\u003cp\u003eમારા જીવનના પ્રથમ ત્રણ દાયકા અત્યંત રોમાંચક, રહસ્યમય અને પડકારોથી ભરપૂર રહ્યા છે. અનાયાસે આરંભ થયેલું આધ્યાત્મિક ચક્ર મારી સામે એવા માર્ગો ઉઘાડતું રહ્યું છે, જેની મેં કલ્પના પણ ન કરી હોય. આ પગદંડીઓ મને સરળતાપૂર્વક નથી મળી, એ સ્વીકારવું રહ્યું. હચમચાવી દે એવી ઘટનાઓ થકી નવી દિશાઓ ઉઘડતી રહી છે. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે એક જિગ્સો પઝલની માફક બધું જ વારાફરતી એના નિર્ધારિત ચોકઠાંમાં ગોઠવાતું જતું હતું.\u003cbr\u003e\u003cbr\u003e‘અઘોરેશ્વર’ના આગમન બાદ હવે હું વાચકોને સાથે રાખીને અધ્યાત્મ-સાગરમાં ખૂબ ઊંડે ડૂબકી લગાવવા જઈ રહ્યો છું. આ અફાટ-અનંત સમુદ્રને કોઈ કિનારો નથી. એનો ગર્ભ પામવા માટે તો જન્મારો પણ ઓછો પડે! આમ છતાં, ઈશ્વરકૃપાથી અત્યાર સુધીમાં મને જે કોઈ અધ્યાત્મ-મોતી પ્રાપ્ત થયા છે, એને મારી પાસે સંઘરી રાખવાને બદલે આ ભંડાર આપ સૌ માટે ખુલ્લો મૂકી દેવામાં જ મને હરિઈચ્છા જણાય છે.\u003cbr\u003e\u003cbr\u003eસાધનાના રહસ્યો અને તંત્ર-અઘોરમાર્ગની ગૂઢ બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાને કારણે ભારતીયો ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતાં ગયા, પરંતુ હવે એ પોસાય એમ નથી. આ સૃષ્ટિમાં જન્મ લેતાં પ્રત્યેક આત્માને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાનો અધિકાર છે.\u003cbr\u003e\u003cbr\u003eમારી અંગત આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ ઉપર પ્રકાશ પાડતું આ પુસ્તક જો એક વ્યક્તિને પણ સાધનાના માર્ગ ઉપર લાવી શકે, તો મારો જન્મારો સફળ થયો ગણાશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944787620075,"sku":"NSM02688","price":325.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/aghoreshwar.jpg?v=1782544991","url":"https:\/\/navbharatonline.com\/products\/aghoreshwar","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}