{"product_id":"aapana-jan","title":"Aapana Jan","description":"\u003cp\u003eકેટલીક ઘટનાઓ ચિત્તમાં ચોંટી જતી હોય છે અને પછી કાળક્રમે તે કથા સ્વરૂપે જન્મ લેતી હોય છે. પીડા હોય કે પ્રીત, એ ગમતા લોકો સાથે સમયસર વહેંચી લેવી જરૂરી હોય છે અને એટલે જ આ કથા સ્વરૂપે હું મારી પીડા અને પ્રેમ વહેંચવા નીકળ્યો છું. આ કોઈ સાયન્સ ફિક્શન નથી, આ આપણી વાર્તા છે. આપણા જણની વાર્તા છે. \u003cbr\u003eદુઃખમાં હોઈએ ત્યારે હંમેશાં વાર્તા મદદ કરે છે. લખેલી, કહેલી અને સાંભળેલી વાર્તાઓ જ આપણું હીલિંગ કરે છે. આપણને રાહત આપે છે. અસ્વસ્થ કરી નાખે એવું જે કાંઈ બન્યું છે, એ કોઈને કહી દેવાથી કથા નથી બદલાતી. કથાકાર બદલાય છે, જેને લખ્યા પછી હું બદલાયો છું, આ એવી એક કથા છે. \u003cbr\u003eછેલ્લા બે વર્ષથી મારી અંદર ઊછરી રહેલી આ કથાએ મને એક ‘wide emotional spectrum’ બતાવ્યું છે. પ્રેમ, પીડા અને ભાવનાઓના ઘોડાપુરમાં વહી ગયેલી જાતે, જીદ કરીને મારી પાસે આ કથા લખાવી છે. આ કથા સાથે હું એટલો બધો જોડાઈ ચૂક્યો છું કે એના પાત્રો હવે મને વાસ્તવિક લાગે છે. લાખી અને રઘલા સાથે હું વાતો કરું છું. એમની પીડા અનુભવી શકું છું. એમની વાર્તા કહેતી વખતે મારી આંખો ભીની થઈ જાય છે. \u003cbr\u003eકાલ્પનિક પાત્રોની પીડા અનુભવી શકીએ, શું એને જ સંવેદનશીલતા કહેવાતી હશે ? મને નથી ખબર, પણ હું ઇચ્છું છું કે લાખી અને રઘલાની યાત્રામાં તમે પણ સહભાગી બનો. કારણ કે લાખી અને રઘલો એક એવી પીડા અને પ્રેમના પ્રતિનિધિ છે, જે આપણે અને આપણી આસપાસના હજારો લોકો જીવી ચૂક્યા છે. \u003cbr\u003eઆ કથામાં મારું ઘણુંબધું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે. આ પુસ્તક વાંચતી વખતે મારા એ ઇમોશન્સ તમે અનુભવી શકો તો બસ, એ જ મારા રિટર્ન્સ છે. \u003cbr\u003e— ડૉ. નિમિત્ત ઓઝા\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944625647851,"sku":"NSM02418","price":299.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789395339384.jpg?v=1782544903","url":"https:\/\/navbharatonline.com\/products\/aapana-jan","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}