{"product_id":"aaina-ma-janamtip","title":"Aaina ma Janamtip","description":"\u003cp\u003eડૉ. શ્યામા મજુમદારની હૉસ્પિટલમાં અડધી રાતે એક ઘવાયેલો દર્દી આવે છે. એનો ચહેરો જોઈને શ્યામાનો ભૂતકાળ કોઈ છંછેડાયેલા નાગની જેમ ફેણ ઉઠાવે છે. દર્દીને મારી નાખવો કે જિવાડવો એ ફક્ત શ્યામાના નિર્ણય પર આધારિત છે. ડૉ. શ્યામા એ દર્દીને બચાવે છે... અને ત્યાંથી શરૂ થાય છે એક રહસ્ય, રોમાંચથી ભરપૂર અને હિંસક પ્રેમકથા. પ્રેમકથા અને પરીકથાનો અંત એક જેવો ન હોઈ શકે. આ પ્રેમકથા એક લોહિયાળ રાતથી શરૂ થાય છે, અને અંતે ત્યાં જ પૂરી થાય છે. આપણા સૌનું પ્રતિબિંબ જેમાં કોઈ મહોરા વગર ઝિલાય છે એવા આયનામાં સપડાઈ ગયેલાં, પોતાની જ લાગણીઓમાં અટવાતાં, મૂંઝાતાં અને આયનાની જનમટીપમાંથી છૂટવા તરફડતાં પાત્રોની આ કથા છે. એક ગૅન્ગસ્ટર, એક ડૉક્ટર અને એની આસપાસ ગૂંથાતી ફિલ્મ, રાજનીતિ અને અંડરવર્લ્ડનાં પાત્રોની એક જાળ સૌને કેદ કરી લે છે. એ કેદમાંથી છૂટવાનો એક જ રસ્તો છે, મોત! પોતાની લાગણીઓ, પોતાનાં જ વેર, વલોપાત અને વહાલના આયનામાં આ સૌને મળી છે જનમટીપ... આ કથા છે આયનામાં જનમટીપની.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944659464427,"sku":"NSM02964","price":495.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/aaina-ma-janamtip.jpg?v=1782476617","url":"https:\/\/navbharatonline.com\/products\/aaina-ma-janamtip","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}