Product Description
'ડાયનોસોર્સ એકવાર ઉનાળામાં અમદાવાદ આવ્યાં. ઓગળી ગયા સાલાઓ... ત્યારથી એ લોકો ગરોળી તરીકે ઓળખાય છે...!' - બે વર્ષ પહેલાના ઉનાળામાં ખુબ વાઈરલ થયેલુ આ વનલાઈનર જે પછીથી અલગ અલગ ગામોના નામ સાથે પણ ફરતું થયેલું એ જેણે લખેલું એ લેખક-પત્રકાર તુષાર દવેના વનલાઈનર્સનું આ પુસ્તક છે. લેખકના આ અગાઉ પણ 'હમ્બો હમ્બો' અને 'હમ્બો હમ્બો રિટર્ન્સ' નામથી હાસ્યના બે પુસ્તકો આવી ચૂક્યા છે. જે પૈકી એકની પ્રસ્તાવના જાણીતા હાસ્યલેખક અશોક દવેએ અને બીજાની જાણીતા હાસ્યકાર સાંઈરામ દવેએ લખી હતી. 'હમ્બોરિયાં' તુષાર દવેના વનલાઈનર્સનો સંગ્રહ છે. જેની પ્રસ્તાવના જાણીતા હાસ્ય-કટાક્ષ લેખક 'મન્નુ શેખચલ્લી' એટલે કે લલિત લાડે લખી છે. 'હમ્બોરિયા'માં પ્રેમ-ડેટિંગ-ફ્રેન્ડઝોન અને દારુ, બીડી, ફાંદ, નવરાત્રિથી માંડીને રાજકારણ, મોદી સરકાર, રોબર્ટ વાડ્રા અને અમિત શાહ તેમજ સરકાર, સેક્સ અને હુલ્લડ સહિતના કુલ 50 જેટલા વિવિધ વિષયો પરના એકથી એક ચડિયાતાં વનલાઈનર્સ છે. સાવર કુંડલાના ઈંગોરિયા જેવા આ 'હમ્બોરિયાં' મમળાવતી વખતે તમારા ચહેરા પર સતત મરક મરક હાસ્ય રહેવાનું એ વાતની ગેરંટી.
Additional information
Author | No |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2020 |
Pages | 124 |
Bound | Paperback |
ISBN | 978-93-5198-010-0 |
Edition | First |
Subject | No |