{"title":"Subhash Bhatt","description":null,"products":[{"product_id":"behad-bani-hamara-yar-hai-ham-main","title":"Behad Bani :Hamara Yar Hai Ham Main","description":"\u003cp\u003eઆ એક એવું પુસ્તક છે જે કહે છે કે....\u003cbr\u003eઅન્યમાં ઓગળી જવું એ જીવન સાધના છે.\u003cbr\u003eપ્રેમમાં બચી જવાની અને ઇશ્કમાં ખપી જવાની ઇચ્છા થાય છે.\u003cbr\u003eસ્વયં બચ્યા કે કશું બચાવ્યા સિવાય\u003cbr\u003eઅન્યમાં વહી જવું એટલે જ પરમ મુક્તિ.\u003cbr\u003eબેહદબાની એટલે ઇશ્કથી ઇબાદતની,\u003cbr\u003eજિસ્માનીછી રુહાની સુધીની જીવનયાત્રા.\u003cbr\u003eવિશ્વના દરવીશો, ફકીરો, સંતો, રહસ્યવાદીઓ આ યાત્રા તો કરતા હોય છે. માનવ હોવાની પીડાની બે-હોશી જ સંતત્વની બા-હોશી સુધી દોરી જાય છે. માણસ એટલે આવી અંતહીન સંભાવનાઓ તરફની એક અલૌકીક ઉડાણ... અને અંતે તો અબ હમ આનંદ કો ઘર પાયે!\u003cbr\u003eબેહદ બાની આવું ચિત્ત નામે કે ચૈતન્ય નામે છે. તેમાં માનવ સભ્યતાની અતિ દુર્લભ ચેતનાઓની પળ સંહિતાઓ છે, જેમાં તેમની ઉજાશમય અને ઉલ્લાસમય પળો છે, જે કદાચ આપણાં જીવનનો પાવક અધ્યાય બની રહે... આવો એમાંના એકાદની આંગળી પકડી પરમના મારગે પગલું પાડીએ...\u003cbr\u003eવિશ્વમનિષીઓની જીવન સાથે સંકળાયેલી આધ્યમિક અનુભૂતિ કરાવતી અલૌકિક કથાનો રસાસ્વાદ કરાવતી *બેહદ બાની* માં લેખક સુભાષ ભટ્ટે અક્ષરોને બુદ્ધત્વ આપ્યું છે. પુસ્તકના પ્રત્યેક શબ્દે ગંગાની શીતળતાનો સ્પર્શ કર્યાનો આનંદ વાચકોને રહેશે. વાચકને આધ્યાત્મિક રાહે લૌકિક-જીવનની શીખ આ પુસ્તક આપે છે. આ પુસ્તક પરિવારજનોને, મિત્રવર્તુળમાં ભેટ આપો, વાંચો-વંચાવો\u003cbr\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944608411883,"sku":"NSM02143","price":126.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/behad-bani-hamara-yar-hai-ham-main.jpg?v=1782544864"},{"product_id":"anhad-bani-nirantar-vahen-aasthanu","title":"Anhad Bani : Nirantar Vahen Aasthanu","description":"\u003cp\u003eસુભાષ ભટ્ટ લિખિત ત્રણ પુસ્તક *અનહદ બાની* ( નિરંતર વહેણ આસ્થાનું ) પ્રસિદ્ધ થઇ ચુક્યું છે. આ પુસ્તકમાં પરમની ઝંખના અને ચરમનો ઝૂરાપો જીવતી ચેતનાઓની સોહબત પોથી છે, અહીંની દરેક કથા એક નાવ છે જે આપણને સીમ અને અસીમના ઘાટે લઇ જાય છે. આ સોહબતે ઇશ્ક અને સોહબતે નૂરમાં જ અનહદ બાનીનું સત્વ અને સત્ય છે, તેની અનુભૂતિ વાચકને જરૂર થાય. પાશ્ચાત વિચારક-મનિષીઓનાં વિચારો-વલોણાંના શુભતત્વોનો અર્ક અક્ષરદેહના અમૃત રૂપે ત્રણેય પુસ્તકોમાં પ્રસ્તુત થયો છે. સૂફી અને ઝેન સાથે ઉપનિષદનો આકંઠ આસ્વાદ રોચક પ્રસંગો, વાર્તાઓ અને કથારૂપે રજૂ થયો છે. બ્રહ્માંડના વિજ્ઞાનને ભીતરના બ્રહ્મ સાથે જોડવાના કથા-ઉત્સવને વાચકો માણી શકે તેવા અસંખ્ય પ્રસંગો આનંદની અનુભૂતિ કરાવી જાય છે. વાચક જીવનની સિમ્ફની થકી મધુર જીવન-સંગીતના સૂરોને અક્ષરવાદ્યો થકી સાંભળી શકે તેવા કથાનક પાનાપાને અંકિત થયેલા છે. આ પુસ્તક મિત્રવર્તુળ, સ્નેહી-સ્વજનોને અમૂલ્ય ભેટ તરીકે આપી શકો.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944608477419,"sku":"NSM02144","price":126.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/anhad-bani-nirantar-vahen-aasthanu.jpg?v=1782544864"},{"product_id":"jivannama-shwasna-canvas-par-palna-lisota","title":"Jivannama :Shwasna Canvas Par Palna Lisota","description":"\u003cp\u003eઆ પુસ્તક, આપણને દરેકને, એક સાદ છે, એક સંબોધન છે... આપણી દંતકથા શોધીને જીવવા માટે, આપણી જાતને ખોજીને પામવા માટે, આપણા જીવન વહેણના બન્ને તટે ચાલવા માટે, આપણા જીવનનો નકશો, કેડી અને રખડપટ્ટી ડિઝાઇન કરવા માટે.\u003cbr\u003eસુભાષ ભટ્ટ લિખિત *જીવનનામા* વાચકને માનવ સભ્યતાની અનેક, અનન્ય અને અપૂર્વ પ્રતિભાઓની આંગળી પકડીને ચાલતી આ સહયાત્રા અને સંવાદયાત્રાનો અહેસાસ કરાવે છે. જીવનની આવારગી અને દિવાનગીની આ નોંધપોથી-રોજનીશીમાં જીવનભર ન મળેલા જવાબોના પ્રશ્નો ચોક્કસ આલેખાયેલા છે. અહીં દરેક પોતાના સ્વપ્નનું જીવન-ચિત્ર બનાવી શકે તેવા સેંકડો રંગો લેખકે પુસ્તકરૂપી કેનવાસમાં આલેખ્યા છે.\u003cbr\u003eદુનિયાભરની પ્રતિભાઓ અને મનોવૈજ્ઞાનિક સંદર્ભો સાથે જોડાયેલી વિચારધારને આપણા જીવનને બોધરૂપ બની રહે તેવા કિસ્સાઓનું પ્રસ્તુતિ *જીવનનામા* પુસ્તકમાં પ્રસ્તુત થઇ છે.\u003cbr\u003eનિંતાત આનંદ સાથે અર્થપૂર્ણ જીવન જીવવા માટે આ પુસ્તક વાંચવુ ઉપયોગી બની રહેશે. પરિવારજનો, મિત્રવર્ગ અને સ્નેહીજનોને ભેટ આપવાની સાથે  જીવનમિત્ર અને જીવનમૈત્રી પામવાનો આનંદ સૌએ માણવો રહ્યો.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944608510187,"sku":"NSM02145","price":203.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789386669568.jpg?v=1782544865"},{"product_id":"anaradhar-bani-prem-nagar-ka-ant-na-paya","title":"Anaradhar Bani : Prem Nagar Ka Ant Na Paya","description":"\u003cp\u003eજીવન ક્યારે પણ રિયાઝનો સમય નથી આપતું. દરેક પળ આપણું પ્રથમ, અંતિમ અને એકમાત્ર પરર્ફૉર્મન્સ હોય છે. જીવન આપણને એક સાથે નથી મળતું, પણ પળ-પળના હપ્તામાં મળે છે. જેમ બધા રવિવાર એક સાથે ન મળે તેમ. આ ઝેન મૉમેન્ટમાં સમગ્રતાથી જીવવાનું હોય છે.\u003cbr\u003eઆ પળમાં છુપાયેલી રૂપાંતરણની અપાર સંભાવનાઓ છે.\u003cbr\u003eઆ પળે સીમ અને અસીમની પાર જઈ શકાય છે, અગાધ અને અમાપ જીવી શકાય છે.\u003cbr\u003eઆ પળે ઃ હદ અને અનહદ, નામ અને અનામનાં મિલનસ્થળે પણ જઈ શકાય છે.\u003cbr\u003eઆ પળ તો છે જ્યારે ઃ ગાનાર ગીત બની જાય છે અને ચાલનાર કેડી બની જાય છે.\u003cbr\u003eઆ પળ તો છે જ્યારે બ્રહ્માંડ આખું વાદ્યકાર લાગે છે અને અસ્તિત્વ એક સિમ્ફની લાગે છે.\u003cbr\u003eઆ પળ તો છે મુક્તિની. આખરે, મુક્તિ કોઈ સ્થળ કે સમય નથી પણ સમગ્રતાનો અનુભવ છે.\u003cbr\u003eઆપણું જીવન કોઈ દરખાસ્ત કે દસ્તાવેજ નથી. અરજી કે આવેદન નથી, અહેવાલનું વાચન કે નિરીક્ષણનું લેખન નથી. જીવન તો સમગ્રમાં છલાંગ મારવાનો સાદ છે, પરમને આલિંગન આપવાનું આહ્વાન છે.\u003cbr\u003eઆમ તો જીવન સ્વયં એક પરર્ફૉર્મન્સ છે — પ્રથમથી અંતિમ શ્વાસ વચ્ચેનું. ચાલો…\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944620241131,"sku":"NSM02326","price":148.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/anradharbani-front.jpg?v=1782478871"},{"product_id":"landscape","title":"Landscape","description":"\u003cp\u003eLandscape\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944634691819,"sku":"NSM02739","price":224.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/landscape.jpg?v=1782545027"},{"product_id":"ishq","title":"Ishq","description":"\u003cp\u003eIshq\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944778576107,"sku":"NSM02434","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ishq.jpg?v=1782544906"},{"product_id":"subhash-bhatt-anhad-bani-combo","title":"Subhash Bhatt Anhad Bani Combo","description":"\u003cp\u003eSubhash Bhatt Anhad Bani Combo\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944787718379,"sku":"NSM02716","price":500.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/subhash-bhatt-anhad-bani-combo.jpg?v=1782476538"},{"product_id":"rumi-virah-vishad-ane-visfotni-chaitanyagatha","title":"Rumi (Virah Vishad ane Visfotni Chaitanyagatha)","description":"\u003cp\u003eરૂમી : વિરહ, વિષાદ અને વિસ્ફોટની ચૈતન્ય ગાથા\u003cbr\u003e\u003cbr\u003eરૂમી એટલે સદીઓમાં ક્યાંક જોવા અને ક્યારેક સાંભળવા મળે તેવો અલૌકિક સૂફિ કવિ, અદ્ભુત વિચારક અને અનન્ય પ્રેમી-મિત્ર છે. આઠ દાયકાના તેના જીવનમાં તેણે હજારો પ્રેમકાવ્યો લખ્યાં અને પ્રેમની દિવાનગી અને ફકીરાઈ, ઝંખના અને ઝૂરાપો જીવી દેખાડ્યો. તેણે પરમને માશૂકા અને પ્રેમને ધર્મ બનાવ્યો. તેની યાત્રા જિસ્માનીથી રૂહાની બની રહી. તેનું જીવન, નર્તન, કવન અને દર્શન સૂફી સંહિતા ગણાય છે. તેનું દરેક કાવ્ય એક નાવ છે, જે વાચકને મૌૈન ઇશ્કના વહેણમાં કોઈ અનામ તટે લઈ જાય છે. તેનું દરવિશી નર્તન પ્રેમીની ફકીરાઈનો ઓચ્છવ છે.\u003cbr\u003eઆજે રૂમી વર્લ્ડ બેસ્ટસેલર કવિ છે. વિશ્વના પ્રેમીઓ તો તેને મૈત્રીનો મસીહા અને ઇશ્કનો અવતાર ગણે છે. અરે, તેનું જીવન તો આશિકીની આચારસંહિતા ગણાય છે. તેના હજારો કાવ્યો પ્રેમનું મહાકાવ્ય ગણાય છે. તે સ્વયં સિલસિલા–એ-ઇશ્ક અને ઇલ્મનો બંદો ગણાય છે. તેણે આપણા જગતને ચીંધ્યું કે અસ્તિત્વ આખું પામવાનો એક જ પાસવર્ડ છે ઃ મૈત્રી. આ ગ્રંથ સ્વયં પ્રેમ-મૈત્રીનો એક ઝીઆરત (યાત્રા) છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944789258475,"sku":"NSM03013","price":600.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237668.jpg?v=1782545183"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/subhash-bhatt.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}