{"title":"Rahul Bhole","description":null,"products":[{"product_id":"vigyanvishwa-vigyanna-adbhut-jagatman-ek-dokiyun","title":"Vigyanvishwa : Vigyanna Adbhut Jagatman Ek Dokiyun","description":"\u003cp\u003eખેડા જિલ્લામાં નડિયાદ પાસેનું પિજ ગામ કેવી રીતે ભારતમાં ટીવી ક્ષેત્રે ક્રાંતિ લાવ્યું અને ભારતને સ્પેસ એજમાં લઈ જવાના સપના સેવનાર ગુજરાતના સપૂત વિક્રમ સારાભાઈએ કેમ રૉકેટ સાયન્સમાંથી થોડો સમય ફાળવી ટીવી સેટેલાઇટ પર કામ કરવાનું નક્કી કર્યું?\u003cbr\u003eપોપકોર્નના દાણામાં સ્ટાર્ચરૂપે રહેલા ફક્ત 14% ભેજના કારણે કેવી રીતે ડૂબવાના આરે પહોંચેલી કરોડોની ફિલ્મ ઇન્ડસ્ટ્રી નામશેષ થતા બચી ગઈ?\u003cbr\u003eરસ્તા પર થૂંકી દેવાયેલી ચ્યુઇંગમમાંથી પણ હવે ડી.એન.એ. મેળવી  થૂંકનારનો આબેહૂબ ચેહરો પોલીસ લૅબમાં ઊભો કરી ક્રિમિનલ્સને કેવી રીતે પકડે છે?\u003cbr\u003eફિલ્મની પટ્ટી બનાવતી કંપની કોડકે કેવી રીતે અમેરિકાના એટમ બૉમ્બ બનાવાના ‘ટોપ સિક્રેટ પ્રોજેક્ટ’ની પોલ છતી કરી?\u003cbr\u003eકુદરતના નેચરલ સિલેક્શનના મુકાબલે માનવીના ‘આર્ટિફિશિયલ સિલેક્શન’ વડે કેવી રીતે 12 હજાર વર્ષ પહેલાં વરુઓમાંથી ઉત્ક્રાંતિ પામીને કૂતરા આ પૃથ્વી પર અવતર્યા?\u003cbr\u003eદુનિયાને ભૂખમરાથી બચાવાયા વૈજ્ઞાનિકોએ પોતે ભૂખમરો વેઠીને બીજા વિશ્વયુદ્ધ વખતે પાર પાડેલો ‘સ્ટારવેશન એક્સ્પરીમેન્ટ’ શું હતો?\u003cbr\u003eકુદરતમાંથી કાપલી કરીને બાયોમિમિક્રી વડે વિજ્ઞાનીઓ કેવી નવી શોધો કરશે, જે પૃથ્વી પર પ્રદૂષણ નાથવામાં મહત્ત્વની સાબિત થશે?\u003cbr\u003eરોજબરોજની અચરજ પમાડતી દુનિયાને વિજ્ઞાનના ચશ્માં ચડાવી રસાળ અંદાજમાં રજૂ કરાયેલાં આ પુસ્તકમાં માહિતી અને જ્ઞાનની સાથે એવી રોચક સત્યકથાઓ છે, જે ભાગ્યે જ ગૂગલ અથવા વીકીપીડિયામાં જડે. વર્ષોના રિસર્ચ બાદ પ્રસ્તુત કરાયેલા પ્રકરણ વાંચવા અને માણવા વિજ્ઞાન સાથે અગાઉથી કોઈ નિસબત હોવી જરૂરી પણ નથી એવી સરળ ભાષામાં લખાયેલાં પુસ્તકની ચકાસણી જાતે જ એકાદ પ્રકરણ વાંચીને કરી જુઓ. પછી  કહેશો કે બાકી બધું પછી, પહેલા ‘સાયન્સ પ્લીઝ’.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944674373867,"sku":"NSM03130","price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366574691.jpg?v=1782545263"},{"product_id":"master-minds-thirlling-web-series-jevi-vigyanna-dhurandharoni-satyakathao","title":"Master Minds : Thirlling Web Series Jevi Vigyanna Dhurandharoni Satyakathao","description":"\u003cul\u003e_x000D_\n\u003cli\u003eપાણીમાં ફક્ત અમુક પ્રકારના કેમિકલ સોલ્ટ (ઇલેક્ટ્રોલાઇટ્સ) અને ખાંડ નાખી બનાવેલા મિશ્રણ ORS વડે દુનિયાભરમાં કરોડો લોકોનો જીવ બચાવનાર કોલકત્તાના ડૉ. દિલીપ મહાલાબોનિસથી છેક ૨૦૨૨માં એમના મૃત્યુ સુધી દુનિયા અજાણ રહી. એમની આસપાસના લોકોને પણ આ મૃદુભાષી ડૉક્ટરની ઉપલબ્ધિનો ખ્યાલ નહોતો.  \u003c\/li\u003e_x000D_\n\u003cli\u003eડાર્વિને ઉત્ક્રાંતિની થિયરીના પુરાવા ભેગા કરવા પોતાની જ સંતાનો પર પણ પ્રયોગો કરવાના શરૂ કર્યા. \u003c\/li\u003e_x000D_\n\u003cli\u003eગુરુત્વાકર્ષણ વિશે ઊંડી સમજણ પૂરી પાડનાર આઇઝેક ન્યૂટન તેની આગામી  શોધ- ‘ગ્રેવિટીથી ચાલતી ટ્રેન’ પર વર્ષો સુધી કામ કરતો રહ્યો. \u003c\/li\u003e_x000D_\n\u003cli\u003eઆલ્બર્ટ આઇન્સ્ટાઈન સાપેક્ષવાદના સિદ્ધાંત દુનિયાને આપ્યા પછી કેમ વર્ષો સુધી એક રેફ્રિજરેટરની ડિઝાઇન પર કામ કરતો રહ્યો અને તે કામે કેવી રીતે અણુબૉમ્બ બનાવાના વિજ્ઞાનના પાયા નાખી - એટોમિક સાયન્સને છેક ઓપનહાઈમર સુધી પહોંચાડ્યું? \u003c\/li\u003e_x000D_\n\u003cli\u003eરેડિયોના અસલી શોધક ડૉ. જગદીશચંદ્ર બોઝને બદલે કેમ તે આવિષ્કાર આજે માર્કોનીના નામે બોલાય છે અને બ્રિટિશ ઑફિસરે કેમ બોઝની શોધ પ્રકાશિત કરાવાના બહાને તેમની ડાયરી ચોરીને માર્કોનીને આપી? \u003c\/li\u003e_x000D_\n\u003cli\u003eરૉયલ સોસાયટીનો જિનિયસ સભ્ય રોબર્ટ ક્રુક્સ કેમ પરંપરાગત વિજ્ઞાન છોડીને ભૂત-પ્રેતના વિજ્ઞાન સમજવાના રવાડે ચડી ગયો? \u003c\/li\u003e_x000D_\n\u003cli\u003eચાર્લ્સ ડાર્વિને જે બીગલ જહાજમાં ગેલાપાગોસની સફર ખેડી હતી તે જહાજના શ્રાપે તેના બંને કેપ્ટનનો કેવી રીતે ભોગ લીધો? \u003c\/li\u003e_x000D_\n\u003cli\u003eમૃત્યુના ૧૦૦ વર્ષે પણ આજે કબરમાં ચમકી રહેલી રેડિયમ ગર્લ્સ કોણ હતી? \u003c\/li\u003e_x000D_\n\u003c\/ul\u003e_x000D_\n\u003cp\u003e\u003cbr\u003eવિજ્ઞાનના બંધ બારણે ચાલતી, અચરજ પમાડતી, કુતૂહલ જગાડતી, રોમાંચ જન્માવતી અને વિજ્ઞાન મટી જાણે કોઈ રોચક ફિલ્મ કે વેબ સિરીઝ જોતા હોઈએ તેવી અનુભૂતિ કરાવતી સત્યકથાઓનું સંકલન આ પુસ્તકમાં છે. દરેક પ્રકરણમાં વિજ્ઞાનના વીરો પ્રત્યે આદર જન્મે એવી exclusive માહિતી છે અને બીજી તરફ વિજ્ઞાનના પરદા પાછળ ચાલતા છળ-કપટ, કાવા-દાવા, વેર-ઈર્ષ્યા, મર્ડર, દગો, ઘમંડ, ચોરી અને કૌભાંડોની સત્યકથાઓ છે, જે કદાચ ગુગલ કે વિકિપીડિયા પર પણ આસાનીથી ઉપલબ્ધ નથી.\u003cbr\u003e\u003cbr\u003eફિલ્મ ડાયરેક્ટર અને લેખક રાહુલ ભોળેના કલમે લખાયેલી આ વિજ્ઞાનની સત્યકથાઓ - બોરિંગ ટેક્સ્ટબુકની માહિતી રૂપે નહીં, પણ થ્રિલિંગ સ્ક્રીનપ્લે વાંચતા હોવ તેવા રસાળ અંદાજમાં રજૂ કરાઈ છે. વિશ્વાસ ન આવતો હોય તો આ પુસ્તક ઉઠાવીને કોઈ પણ પ્રકરણ વાંચીને જાતે જ ચકાસી લો. એક બેઠકે પૂરું કરી શકાય તેવું મસ્ત-મજાનું, જ્ઞાન-વિજ્ઞાનની સફર કરાવતું  સાહસ આ પુસ્તકના પાનાંઓમાં તમારી રાહ જોઈ રહ્યું છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944674832619,"sku":"NSM03132","price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366579061.jpg?v=1782545265"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/rahul-bhole.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}