{"title":"Parakh Bhatt","description":null,"products":[{"product_id":"temple-dharma","title":"Temple Dharma","description":"\u003cp\u003eઆસ્થા અને અવિશ્વાસની મધ્યમાં ધબકતું રહસ્યમય ભાવવિશ્વ!\u003cbr\u003e \u003cbr\u003eભારતભૂમિએ મને હંમેશા અચંબિત જ કર્યો છે. આટઆટલા આક્રમણો બાદ પણ ધબકી રહેલી પૌરાણિક સંસ્કૃતિ અનેક સ્થળોએ કેટલાક ગૂઢાતિગૂઢ રહસ્યો સંઘરીને બેઠી છે. ‘SCIENTIFIC ધર્મ’ શ્રેણીનો બીજો ભાગ ‘TEMPLE ધર્મ’ લખવા પાછળનો ઉદ્દેશ્ય આવા જ ગર્ભિત દેવસ્થાનને શબ્દદેહ આપવાનો હતો. દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત અને શ્રીલંકાના મંદિરોમાં થયેલી દિવ્ય અનુભૂતિઓએ મને આ કાર્ય કરવા પ્રેર્યો. હજારો વર્ષ જૂના મંદિરોના પ્રત્યેક ખૂણે અનુભવાયેલાં પવિત્ર કંપનોને વાચકમિત્રો સમક્ષ મૂકવાની મહેચ્છા સાથે અવતરણ થયું... ‘TEMPLE ધર્મ’નું! નિગર્ભ યોગિનીના પ્રાગટ્ય સમું આ પુસ્તક આપને એક અજાણ્યા છતાં રસપ્રદ ભારતની મુલાકાતે લઈ જશે, જેનાથી તમે કદાચ સાવ અપરિચિત છો.\u003cbr\u003e\u003cbr\u003e➢ પાકિસ્તાને ફેંકેલા ત્રણ હજાર બૉમ્બ આદિશક્તિ સામે બન્યા બિનઅસરકારક!\u003cbr\u003e\u003cbr\u003e➢ પ્રેતરાજ સરકાર, કોટવાલ કપ્તાન અને મહેંદીપુર બાલાજી!\u003cbr\u003e\u003cbr\u003e➢ મૃત સૈનિકની આત્મા કરી રહી છે દેશનું રક્ષણ!\u003cbr\u003e\u003cbr\u003e➢ લૂંટારા અકબરે પણ જેની સામે હાર સ્વીકારી એ રહસ્યમય જ્યોત!\u003cbr\u003e\u003cbr\u003e➢ ઔરંગઝેબના આક્રમણ પર ભારે પડી હતી મધમાખીઓ!\u003cbr\u003e\u003cbr\u003eઐતિહાસિક, પુરાતત્વીય અને પૌરાણિક મહત્વની સાથોસાથ ચમત્કૃતિનો સાક્ષાત્કાર કરાવતાં આવા ૩૦થી વધુ ધર્મસ્થાનોને નવા દ્રષ્ટિકોણથી વધાવતું અનન્ય પુસ્તક એટલે ‘TEMPLE ધર્મ’!\u003cbr\u003e\u003cbr\u003e- પરખ ભટ્ટ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944613687531,"sku":"NSM02223","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/parakh-bhatt-temple-dharma-front.jpg?v=1782478805"},{"product_id":"dear-agrajaa","title":"Dear Agrajaa","description":"\u003cp\u003eજીવનના એક તબક્કે ‘બહેન’ શબ્દ માતાનો પર્યાયવાચી બની જાય છે. આયખાનો ખાલીપો, ઝુરાપો અને આંતરવેદના વહેંચવા માટે જ્યારે બહેન હાજર હોય, ત્યારે પરમ શક્તિ પરમેશ્વર આપણાં ઉપર મહેરબાન છે એવું માની લેવું જોઈએ! બાળપણમાં જેને હેરાન કર્યા વગર ભોજન ગળે ન ઉતરે તેવી સખી, જીવનઘડતરમાં મહત્વનો ભાગ ભજવનારી લાગણીશીલ બહેન, ખભે માથું રાખીને હૈયાફાટ રડી શકાય એવી શ્રેષ્ઠ મિત્ર અને મમતાના વ્હાલસોયા સ્પર્શ થકી અનેક સમસ્યાઓને ચપટી વગાડતાંમાં ઉકેલી શકનાર વિશ્વની તમામ બહેનોને આ પુસ્તક અર્પણ છે. \u003cbr\u003e\u003cbr\u003e‘DEAR અગ્રજા‘ પુસ્તક મારી કેટલીક અંગત અને અવ્યક્ત લાગણીઓનો ચિતાર છે. કેટલાક કિસ્સાઓ મારા પોતાના છે, તો કેટલાક સમાજમાંથી સાંભળવા મળેલી ઘટનાઓમાંથી અલગ તારવવામાં આવ્યા છે. પત્રો ભલે બહેનને સંબોધીને લખવામાં આવ્યા હોય, પરંતુ એનું વિષયવસ્તુ આપણી આસપાસ શ્વસતી જીવસૃષ્ટિના પ્રત્યેક મનુષ્યો સાથે વિશેષ સંબંધ ધરાવે છે.\u003cbr\u003e\u003cbr\u003eસમય અને સંજોગો સાથે ઉઠેલાં આંતરિક વાવાઝોડાંને ટાળવા માટે મેં જ્યારે કલમનો આશરો લીધો, ત્યારે આ પત્રો લખાયા હતાં. ઘણાં પત્રો મારા હર્ષાશ્રુ, હ્રદયદ્રાવક ક્રંદન અને મૂક ટીસોના સાક્ષી છે. કેટલાક પાનાં ઉપર તો મારા સૂકાયેલાં આંસુના લિસોટાં તમને દેખાય, તો પણ નવાઈ નહીં!\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944620110059,"sku":"NSM02323","price":165.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789395339131.jpg?v=1782800712"},{"product_id":"nagpash-maha-asur-shreni-vol-2-kalatit-kalpantnu-vishchakra","title":"Nagpash:Maha Asur Shreni Vol.2 (Kalatit Kalpantnu Vishchakra)","description":"\u003cp\u003eઉજાગર થવા જઈ રહ્યું છે, રામાયણનું મહાવિધ્વંશક રહસ્ય!\u003cbr\u003e\u003cbr\u003eત્રેતાયુગ, અયોધ્યા\u003cbr\u003eમાતા સીતા અને ભ્રાતા લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફરી ચૂકેલાં શ્રીરામ પોતાના સહ્રદયી મહાબલિ હનુમાનને એક રહસ્યમય પાષાણલેખ સમુદ્રમાં પધરાવી દેવાનો આદેશ આપે છે, જેમાં આલેખાયેલાં વિધાનને કારણે સૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ શકે એમ છે! \u003cbr\u003e\u003cbr\u003eઇસવીસન ૧૭૫૦, તિરુઅનંતપુરમ્\u003cbr\u003eત્રિકાળદર્શી મહામહોપાધ્યાય સત્યેન્દ્રનાથ ભારતવર્ષના સિદ્ધતાંત્રિકો સાથે શ્રી અનંતપદ્મનાભસ્વામી મંદિરના ગુપ્ત ભોંયરામાં નાગપાશ તંત્રપ્રયોગને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂર્ણ કરી ચૂક્યા છે! આવનારી કેટલીક સદીઓ માટે એ ભોંયરાનું દ્વાર પવિત્ર નાગબંધમ્ વડે બંધ થઈ જાય છે, જેને શક્તિશાળી ગરુડમંત્ર વિના ઉઘાડવું સંભવ નથી! \u003cbr\u003e\u003cbr\u003eઇસવીસન ૧૭૯૯, શ્રીરંગપટ્ટનમ્\u003cbr\u003eહજારો હિંદુઓની ક્રૂર હત્યા કરનારો નિષ્ઠુર ઇસ્લામિક શાસક ટીપુ સુલ્તાન પોતાની સાથે એક એવું રહસ્ય લઈને દફન થાય છે, જેનો સીધો સંબંધ કાળની ગર્તામાં ખોવાઈ ચૂકેલી લંકાનગરી સાથે છે! પિતા હૈદર અલી પાસેથી તેને વારસામાં ભારતની એવી કઈ પૌરાણિક વસ્તુ મળી હતી, જેની મદદથી તે અકલ્પનીય કત્લેઆમ મચાવી શક્યો? \u003cbr\u003e\u003cbr\u003eવર્તમાન દિવસ, ભારત   \u003cbr\u003eઆદિકાળથી સનાતન સંસ્કૃતિના જે ગૂઢાતિગૂઢ રહસ્યને પેટાળમાં ધરબી રાખવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા, તે નિષ્ફળ નીવડ્યા છે! આઇ.એસ.આઇ.એસ.ના ખૂંખાર આતંકવાદીઓના નિશાના પર હવે સમગ્ર ભારત છે! ગઝવા-એ-હિન્દના મનસૂબાને સાકાર કરવા માટે તેઓ કરોડો લોકોના નિર્મમ નરસંહાર માટેની તૈયારી પૂર્ણ કરી ચૂક્યા છે! શું વિવાન આર્ય એમના સ્વપ્નને સાકાર થતું રોકી શકશે?   \u003cbr\u003e\u003cbr\u003eશું શ્રીરામનો લંકા જવાનો ઉદ્દેશ્ય માત્ર સીતાને બચાવવાનો હતો? રામાયણનો એવો કયો કાલાતીત અધ્યાય છે, જે મનુષ્યોથી છુપાવવામાં આવ્યો છે? સૃષ્ટિની તમામ અનિષ્ટ શક્તિઓ જેના વશમાં છે, એવા એકાક્ષ અઘોરી અસુરાધિપત્યની પુનઃસ્થાપના કરવા માટે કયા ભયાવહ વિષચક્રનું નિર્માણ કરી રહ્યા છે?\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944621224171,"sku":"NSM02343","price":650.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/nagpash-maha-asur-shreni-vol-2-kalatit-kalpantnu-vishchakra.jpg?v=1782476422"},{"product_id":"anand-tandav","title":"ANAND TANDAV : Shaivatvama Samahit Scienceni Shodhma..","description":"\u003cp\u003eસ્વિત્ઝરલૅન્ડના જિનિવામાં સ્થિત વિશ્વના સૌથી મોટા ફિઝિક્સ રિસર્ચ સેન્ટર્સમાંના એક એવા–CERN–ના પ્રવેશદ્વાર પર મૂર્તિમાન નટરાજ એ વાસ્તવિકતા ઉજાગર કરે છે કે, સમસ્ત જગત શિવને હવે ‘વૈજ્ઞાનિક ઈશ્વર’ તરીકે સ્વીકારી રહ્યું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનથી શરૂ કરીને નિકોલા ટેસ્લા, સર જગદીશચંદ્ર બોઝ, શ્રીનિવાસ રામાનુજન્ સહિત ઇતિહાસમાં થઈ ગયેલાં તમામ મહાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જ્યાં વિજ્ઞાનની સરહદનો અંત થાય છે ત્યાંથી અધ્યાત્મક્ષેત્રનો આરંભ થાય છે.\u003cbr\u003e‘આનંદતાંડવ’ દેવાધિદેવના એ મહાનત્તમ અને પ્રચંડ ઊર્જા ધરાવતાં નિર્ગુણ-નિરાકાર સ્વરૂપને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવાનો એક પ્રયાસ છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના અભ્યાસની સાથોસાથ અધ્યાત્મક્ષેત્રે મારા ઊંડાણપૂર્વકના સંશોધનોને કારણે વિજ્ઞાન અને ધર્મ મને બે વિરોધાભાસી અંતિમો નહીં, પરંતુ ક્ષિતિજરેખા સમાન પ્રતીત થયા છે. ભૌતિકવિજ્ઞાન અને અઘોરમાર્ગના ગહન અભ્યાસ અને પ્રયોગો બાદ મને એ સત્ય સમજાયું છે કે બંને એક જ સિક્કાની બે બાજુઓ છે.\u003cbr\u003eઆ પુસ્તક શિવનું શબ્દરૂપી આનંદતાંડવ છે, જેમાં વિજ્ઞાનસમષ્ટિ અને શૈવત્વના અદ્વૈતવાદને સમાજ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ‘નમઃ શ્રેણી’નાં તમામ પુસ્તકો આજની નવી પેઢી માટે ધર્મ-અધ્યાત્મને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવામાં સહાયકરૂપ સાબિત થશે એની મને ખાતરી છે. આગામી દિવસોમાં જીવવિજ્ઞાનની સાથોસાથ શિવવિજ્ઞાનનો સમાવેશ પણ અભ્યાસક્રમોમાં થાય તો નવાઈ નહીં!\u003cbr\u003e\u003cbr\u003eRelease Date  : 23rd July\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944773136619,"sku":"NSM02313","price":145.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/namah-anandtandav-front.jpg?v=1782478832"},{"product_id":"aghoreshwar","title":"Aghoreshwar","description":"\u003cp\u003eમારા જીવનના પ્રથમ ત્રણ દાયકા અત્યંત રોમાંચક, રહસ્યમય અને પડકારોથી ભરપૂર રહ્યા છે. અનાયાસે આરંભ થયેલું આધ્યાત્મિક ચક્ર મારી સામે એવા માર્ગો ઉઘાડતું રહ્યું છે, જેની મેં કલ્પના પણ ન કરી હોય. આ પગદંડીઓ મને સરળતાપૂર્વક નથી મળી, એ સ્વીકારવું રહ્યું. હચમચાવી દે એવી ઘટનાઓ થકી નવી દિશાઓ ઉઘડતી રહી છે. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે એક જિગ્સો પઝલની માફક બધું જ વારાફરતી એના નિર્ધારિત ચોકઠાંમાં ગોઠવાતું જતું હતું.\u003cbr\u003e\u003cbr\u003e‘અઘોરેશ્વર’ના આગમન બાદ હવે હું વાચકોને સાથે રાખીને અધ્યાત્મ-સાગરમાં ખૂબ ઊંડે ડૂબકી લગાવવા જઈ રહ્યો છું. આ અફાટ-અનંત સમુદ્રને કોઈ કિનારો નથી. એનો ગર્ભ પામવા માટે તો જન્મારો પણ ઓછો પડે! આમ છતાં, ઈશ્વરકૃપાથી અત્યાર સુધીમાં મને જે કોઈ અધ્યાત્મ-મોતી પ્રાપ્ત થયા છે, એને મારી પાસે સંઘરી રાખવાને બદલે આ ભંડાર આપ સૌ માટે ખુલ્લો મૂકી દેવામાં જ મને હરિઈચ્છા જણાય છે.\u003cbr\u003e\u003cbr\u003eસાધનાના રહસ્યો અને તંત્ર-અઘોરમાર્ગની ગૂઢ બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાને કારણે ભારતીયો ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતાં ગયા, પરંતુ હવે એ પોસાય એમ નથી. આ સૃષ્ટિમાં જન્મ લેતાં પ્રત્યેક આત્માને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાનો અધિકાર છે.\u003cbr\u003e\u003cbr\u003eમારી અંગત આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ ઉપર પ્રકાશ પાડતું આ પુસ્તક જો એક વ્યક્તિને પણ સાધનાના માર્ગ ઉપર લાવી શકે, તો મારો જન્મારો સફળ થયો ગણાશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944787620075,"sku":"NSM02688","price":325.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/aghoreshwar.jpg?v=1782544991"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/parakh-bhatt.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}