{"title":"Kaajal Oza Vaidya","description":null,"products":[{"product_id":"yog-viyog-small","title":"Yog-Viyog Small","description":"\u003cp\u003e\"યોગ-વિયોગ\" Small\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944508371179,"sku":"NSM0057","price":30.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/yog-viyog-small.jpg?v=1782475055"},{"product_id":"purna-apurna","title":"Purna Apurna","description":"\u003cp\u003eવ્યક્તિ પોતે નિર્ણય નથી કરી શકતી કે એણે ક્યાં જન્મ લેવો જોઈએ, એણે શું બનીને અવતરવું જોઈએ? જેમ માણસથી ભૂલ થાય એમ ક્યારેક સર્જનહાર પણ ગૂંચવાઈ જતો હશે. આ જ વાત આપણા સમાજે શીખવાની છે! પુરુષની પૂરેપૂરી માનસિકતા ધરાવતું સ્ત્રીનું શરીર કે સ્ત્રીની સંપૂર્ણ માનસિકતા અને નજાકત ધરાવતું પુરુષનું શરીર બહુ નવાઈની વાત નથી. આપણા સમાજનો, આપણી દુનિયાનો અને આપણે જ્યાં શ્વાસ લઈએ છીએ એ જ જગતનો હિસ્સો છે, આવા લોકો.\u003cbr\u003eપીંજરામાં પુરાયેલા પંખીની જેમ તરફડતા, નહીં જોઈતા શરીરમાં પુરાયેલા આત્માને મુક્ત કરી એને ઇચ્છા મુજબના શરીરમાં જીવવાનો અધિકાર હોવો જોઈએ. આપણે સહુ સ્વતંત્રતાની વાત કરીએ છીએ ત્યારે ‘સામાજિક સ્વાસ્થ્ય’નો વિચાર કરવો પડશે. વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય જો અકબંધ હશે તો જ સમાજ સ્વસ્થ રહી શકશે. આવા ટ્રાન્સસેક્સ્યુઅલ વ્યકિતઓને થર્ડ સેક્સ ગણી હીજડા કે છક્કાના સંબોધન કરનારી વ્યક્તિઓએ ખરેખર પોતાનું જ્ઞાન વધારવાની જરૂર છે. એમને સમજવા કે ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ. ખાસ કરીને એવાં માતાપિતા જેમને પોતાનાં સંતાનમાં ક્યાંક અસ્વાભાવિકતા લાગતી હોય એમણે પહેલા સાઇકોલૉજિસ્ટની મદદ લેવી જોઈએ. એક જ પાત્રની વિગતો સત્યઘટના પર આધારિત,આ છે પૂર્ણ-અપૂર્ણ! આપણી ભાષામાં કશું નવું લખાતું નથી, રિસર્ચ થતું નથી.’નાં મહેણાંને ભાંગતી આધુનિક યુગની નવલકથા.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944508469483,"sku":"NSM0061","price":855.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/purna-apurna.jpg?v=1782475060"},{"product_id":"maunrag","title":"Maunrag","description":"\u003cp\u003eઅનિરૂધ્ધ, અક્ષય અને અંજલિ... પ્રણય ત્રિકોણના ત્રણ એવા ખૂણા જે સતત પોતાનું સ્થાન બદલતા રહે છે. એકમેકની જગ્યા પૂરી દેવા-એકમેકના ખાલીપાને ભરવા સૌ વારેવારે ભૂતકાળમાં પ્રવાસ કરે છે. આ એવો ભૂતકાળ છે જેને જોઈ તો શકાય છે, પણ સ્પર્શી નથી શકાતો. એને સાચવી તો શકાય છે, પણ સુધારી નથી શકાતો. અંજલિએ જેની જીવનભર પ્રતીક્ષા કરી એ ક્ષણ જ્યારે એની સામે આવી ત્યારે એ ક્ષણના અર્થ પલટાઈ ચૂક્યા હતા. અનિરૂધ્ધે જે ઝંખનાને પામવા જીવનભર પ્રવાસ કર્યો એ જ્યારે એની સામે ઊભી હતી ત્યારે એ અનિરૂધ્ધથી થોડી વધુ દૂર થઈ ગઈ હતી. અક્ષય, જે બધું પામીને કશું ન પામ્યો, પણ જે ક્ષણે એણે પોતાની મુઠ્ઠી ખોલી નાખી એ ક્ષણે એની હથેળી છલોછલ ભરાઈ ગઈ. જીવનની અધૂરપ અને પ્રેમની પૂર્ણતાના ત્રણ જુદા અર્થને વાચક સામે ઉઘાડી આપતી એક અનોખી પ્રેમકથા. હાર-જીત, કે પામવા-ગુમાવવાની વ્યાખ્યાઓને ધર્મોથી બદલી નાખે એવા અધૂરા છતાં છલોછલ ભરેલા, એકદમ સાચા છતાં મૃગજળ જેવા સંબંધોની લાગણી ભીની કથા.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944521216235,"sku":"NSM00629","price":427.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/maun-raag.jpg?v=1782475738"},{"product_id":"shabda-ekbijano","title":"Shabda Ekbijano","description":"\u003cp\u003eશબ્દ એકબીજાનો\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944524525803,"sku":"NSM00755","price":191.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/shabda-ekbijano---kaajal-oza-vaidh.jpg?v=1782544503"},{"product_id":"lay-ekbijano","title":"Lay Ekbijano","description":"\u003cp\u003eલય એકબીજાનો\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944524558571,"sku":"NSM00756","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/lay-ekbijano-kaajal-oza-vaidh.jpg?v=1782544502"},{"product_id":"dhwani-ekbijano","title":"Dhwani Ekbijano","description":"\u003cp\u003eધ્વનિ એકબીજાનો\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944524591339,"sku":"NSM00757","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dhwani-ekbijano-kaajal-oza-vaidh.jpg?v=1782544503"},{"product_id":"rag-ekbijano","title":"Rag Ekbijano","description":"\u003cp\u003eરાગ એકબીજાનો\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944524656875,"sku":"NSM00758","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/rag-ekbijano---kaajal-oza-vaidh.jpg?v=1782544504"},{"product_id":"sangit-ekbijanu","title":"Sangit Ekbijanu","description":"\u003cp\u003eસંગીત એકબીજાનું\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944524689643,"sku":"NSM00759","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sangit-ekbijano---kaajal-oza-vaidh.jpg?v=1782544506"},{"product_id":"sur-ekbijano","title":"Sur Ekbijano","description":"\u003cp\u003eસૂર એકબીજાનો\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944524722411,"sku":"NSM00760","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sur-ekbijano---kaajal-oza-vaidh.jpg?v=1782544505"},{"product_id":"madhyabindu","title":"Madhyabindu","description":"\u003cp\u003eપ્રિયમ - એક હવા જેવી ખુશમિજાજ, ફૂલ જેવી મહેકતી અને શરીરમાં ફરતા લોહી જેવી ધબકતી - સાચુકલી છોકરી!\u003cbr\u003eઆદિત્ય ભાગવત – પોતાની જિંદગીને પ્રિયમના શ્વાસથી જીવવા માંગતો, એક સફળ માણસ – એક સંનિષ્ઠ પતિ અને છતાં ક્યાંક પહોંચીને સ્ત્રીને, પત્નીને માલિક થઈને સંબંધોને ગૂંચવી નાંખતો એક એવો માણસ જે આપણી વચ્ચે જ મળી આવે.\u003cbr\u003e\u003cbr\u003eશૈલરાજસિંહ રાઠોડ – એકલો રહેતો, એકલો જીવતો એવો માણસ જેનામાં જંગલની લીલાશ હતી, વાઘની ખૂંખાર લોહીતરસી પ્રકૃતિ અને છતાં એક એવી કોમળતા જેની એને પોતાને જ જાણ ન હતી.\u003cbr\u003eઆ ત્રણની ભાગ્યરેખા કોણ જાણે ક્યાં આવીને એક થઈ ગઈ.\u003cbr\u003e\u003cbr\u003eઆ ત્રિકોણ નથી, આ ત્રણ સમાંતર સંબંધો છે!\u003cbr\u003eસીધી લીટી જેવા, કોઈ એક બિંદુએથી શરૂ થઈને, કોઈ એક બિંદુએ પૂરા થઈ જનારા... આ સંબંધો!\u003cbr\u003eત્રણ જુદી જુદી દિશામાંથી આવતી, અને, ત્રણ જુદી જુદી દિશામાં જતી રેખાઓની વચ્ચે ક્યાંક કશું સામાન્ય હતું જે એમને ત્રણેયને સ્પર્શતું હતું અને એ જે સામાન્ય હતું એ ત્રણેમાં, એ જ હતું ત્રણેયનું - મધ્યબિંદુ!\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944525902059,"sku":"NSM00904","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/madhyabindu_1.jpg?v=1782475916"},{"product_id":"katha-collage-vol-1-to-5","title":"Katha Collage Vol.1 To 5","description":"\u003cp\u003eકથા કોલેજ ભાગ ૧ થી ૫\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944542449899,"sku":"NSM01436","price":1275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/katha-collage-vol-1-to-5-1.jpg?v=1782476881"},{"product_id":"draupadi-swayamne-shodhva-niklel-strini-katha-gujarati","title":"DRAUPADI (Swayamne Shodhva Niklel Strini Katha) Gujarati","description":"\u003cp\u003eDRAUPADI (Swayamne Shodhva Niklel Strini Katha) Gujarati\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944632299755,"sku":"NSM02684","price":260.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/draupadi-swayamne-shodhva-niklel-strini-katha-gujarati.jpg?v=1782544989"},{"product_id":"sakhya-ekbijanu","title":"Sakhya Ekbijanu","description":"\u003cp\u003eમાણસનું મન જ એના જીવનમાં બનતા પ્રસંગોની અનુભૂતિને સુખ અને દુઃખમાં ટ્રાન્સલેટ કરે છે. કેટલાક લોકો પીડાને પણ પ્રસંગ બનાવી શકતા હોય છે, જ્યારે કેટલાક લોકો માટે પ્રસંગ પણ પીડા બની જતી હોય એવું આપણે નથી જોયું? ધોમધખતો તાપ, વરસાદની પહેલાંના છડીદારની જેમ આવે છે... એ બફારો, એ ઘામ આપણને અનુભૂતિ કરાવે છે કે હવે વરસાદ આવશે. કોઈ એક વ્યક્તિ આપણાથી દૂર હોય ત્યારે એની ગેરહાજરીમાં થતી અકળામણ કે ઘામ મિલનના વરસાદ પહેલાંની ક્ષણો છે. આપણે બધા જ મેઘધનુષ્યના પૂજારી છીએ. મૃગજળને વખોડવાની આપણને ટેવ પડી ગઈ છે, પરંતુ જો રણ ન હોત તો લીલોતરીની મજાની આપણને કોઈ દિવસ ખબર પડી હોત ખરી? લાગણીના સંબંધોમાં ઉતાર-ચઢાવ તો આવવા જ જોઈએ. ક્યારેક કોરુંધાકોર પડી જતું મન ને ક્યારેક મુશળધાર વરસતું ચોમાસું એ મનની બદલાતી મોસમનાં પ્રતીક છે. સતત સુખ જ સુખ મળ્યા કરે તો સુખ પણ કદાચ અબખે પડી જાય એવું બને.\u003cbr\u003e[ પુસ્તકના ‘મેઘધનુષ્ય અને મૃગજળ : બેઉ સરખા છે.’ લેખમાંથી ]\u003cbr\u003e\u003cbr\u003eઆપણી લાલચ અને આપણી ગરજ આપણને ધીરે ધીરે ખોટા માણસો તરફ લઈ જાય છે. આ ‘ખોટા’ એટલે? એવા માણસો કે જે માત્ર આપણી લાલચ અને ગરજનો ફાયદો ઉઠાવે છે... જે સાચો ગુરુ છે, જે સાચે જ ધર્મ શીખવવાનો પ્રયાસ કરી રહ્યા છે એ ક્યારેય આપણને કશું મેળવવા માટે ધર્મ તરફ વાળવાનો પ્રયાસ ન જ કરે. એક સાચો ગુરુ એ છે જે આપણી અંદર રહેલા માણસને જગાડે. સાચો ગુરુ જ્ઞાનનો માર્ગ બતાવે છે, પ્રજ્ઞા જગાડે છે, ચમત્કાર બતાવીને અભિભૂત કરવાનો ક્યારેય પ્રયાસ નથી કરતો. આંજી દેવાનો પ્રયાસ કરે એ ગુરુ નથી. જે નજર આપે અને નજરમાંથી દૃષ્ટિ પ્રગટાવે એ સાચો ગુરુ છે. આપણી અંદર ખોવાઈ ગયેલો વિશ્વાસ કે શ્રદ્ધા ફરી જગાડે એ ગુરુ છે. જે શીખવે તે શિક્ષક છે પણ જે ગુણને ઉજાગર કરે છે તે ગુરુ છે.\u003cbr\u003e[ પુસ્તકના ‘આંખ જો કુછ દેખતી હૈ, લબ પે આ સકતા નહીં... ’ લેખમાંથી ]\u003cbr\u003e\u003cbr\u003eશબ્દ બંધન છે - શબ્દ મુક્તિ છે, શબ્દ શ્રદ્ધા છે - શબ્દ શંકા છે, શબ્દ સંતોષ છે - શબ્દ ઈર્ષા છે, શબ્દ અહંકાર છે - શબ્દ નમ્રતા છે, શબ્દ માયા છે - શબ્દ વૈરાગ છે, શબ્દ સજા છે - શબ્દ ક્ષમા છે, શબ્દ શીલ છે - શબ્દ વ્યભિચાર છે, શબ્દ પ્રેમ છે - શબ્દ ધિક્કાર છે, શબ્દ હિંસા છે - શબ્દ અભયવચન છે, શબ્દ શાંતિ છે - શબ્દ દાહક છે, શબ્દ વહાલ છે - શબ્દ વેર છે, શબ્દ સમજણ છે - શબ્દ ગેરસમજણ છે, શબ્દ સગવડ છે - શબ્દ જ અગવડ છે, શબ્દ અભિવ્યક્તિ છે - શબ્દ મૌન છે, શબ્દ મુખર છે - શબ્દ શરમાળ છે, શબ્દ વચન છે - શબ્દ છેતરપિંડી છે, શબ્દ વિશ્વાસ છે - શબ્દ માયાજાળ છે, શબ્દ ઈશ્વર છે - શબ્દ રાક્ષસ છે, શબ્દ સાધુ છે - શબ્દ શેતાન છે...\u003cbr\u003e[ પુસ્તકના ‘સાધો, શબદ ઐસા બોલિયે’ લેખમાંથી ]\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944659398891,"sku":"NSM02963","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sakhya-ekbijanu.jpg?v=1782476601"},{"product_id":"aaina-ma-janamtip","title":"Aaina ma Janamtip","description":"\u003cp\u003eડૉ. શ્યામા મજુમદારની હૉસ્પિટલમાં અડધી રાતે એક ઘવાયેલો દર્દી આવે છે. એનો ચહેરો જોઈને શ્યામાનો ભૂતકાળ કોઈ છંછેડાયેલા નાગની જેમ ફેણ ઉઠાવે છે. દર્દીને મારી નાખવો કે જિવાડવો એ ફક્ત શ્યામાના નિર્ણય પર આધારિત છે. ડૉ. શ્યામા એ દર્દીને બચાવે છે... અને ત્યાંથી શરૂ થાય છે એક રહસ્ય, રોમાંચથી ભરપૂર અને હિંસક પ્રેમકથા. પ્રેમકથા અને પરીકથાનો અંત એક જેવો ન હોઈ શકે. આ પ્રેમકથા એક લોહિયાળ રાતથી શરૂ થાય છે, અને અંતે ત્યાં જ પૂરી થાય છે. આપણા સૌનું પ્રતિબિંબ જેમાં કોઈ મહોરા વગર ઝિલાય છે એવા આયનામાં સપડાઈ ગયેલાં, પોતાની જ લાગણીઓમાં અટવાતાં, મૂંઝાતાં અને આયનાની જનમટીપમાંથી છૂટવા તરફડતાં પાત્રોની આ કથા છે. એક ગૅન્ગસ્ટર, એક ડૉક્ટર અને એની આસપાસ ગૂંથાતી ફિલ્મ, રાજનીતિ અને અંડરવર્લ્ડનાં પાત્રોની એક જાળ સૌને કેદ કરી લે છે. એ કેદમાંથી છૂટવાનો એક જ રસ્તો છે, મોત! પોતાની લાગણીઓ, પોતાનાં જ વેર, વલોપાત અને વહાલના આયનામાં આ સૌને મળી છે જનમટીપ... આ કથા છે આયનામાં જનમટીપની.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944659464427,"sku":"NSM02964","price":495.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/aaina-ma-janamtip.jpg?v=1782476617"},{"product_id":"vartao","title":"Vartao","description":"\u003cp\u003eઆ કથાઓનું ફોર્મેટ આમ તો 'ટૂંકી વાર્તા'નું છે, પણ કેટલીક વાર્તાઓ લાંબી છે.\u003cbr\u003eજીવનના પ્રવાસમાં કેટલાંક વળાંકે મળી ગયેલા, થોડાં ડગલાં સાથે ચાલેલા અને પછી કોઈક વળાંકે છૂટા પડી ગયેલા અનેક પાત્રો આ વાર્તાઓમાં ચહેરા બનીને ઉપસ્યા છે.\u003cbr\u003eસાચું કહું તો આ વાર્તાઓ મારા જીવનની જિગ્સોના નાના નાના ટુકડા છે. આમાંના કેટલાય પાત્રો મારા જીવનમાં છે અથવા હતાં... ક્યાંક હું પોતે છું તો ક્યાંક મેં કલ્પી લીધેલા, મને ગમી ગયેલા, મારા જીવનમાં નહીં પ્રવેશી શકેલા કે પછી જબરજસ્તી ધક્કો મારીને મારા જીવનમાં પ્રવેશીને મારી દુનિયાને વીખેરીને ચાલી ગયેલા એવાં લોકો છે જેમણે મને આ વાર્તાઓ આપી છે. હું એ બધા પાત્રોની આભારી છું કારણ કે, જો એ મારી સાથે ચાલતા રહ્યા હોત તો મારા જીવનમાં બહુ ભીડ થઈ ગઈ હોત!\u003cbr\u003eમને એકાંત ગમે છે, મારું એકાંત મારી વાર્તાઓનો કોરો કાગળ છે. એ કાગળ પર મેં દોરેલા મારા જીવનની કેટલાંક મહત્વની કેટલીક ક્ષણો, અનુભૂતિઓ અને સંવેદનાઓ... કેટલાંક આંસુ અને કેટલાંક સ્મિત, કેટલીક મધુર તો કેટલીક કડવી ક્ષણોના આ સ્કેચિસ એટલે મારી વાર્તાઓ.\u003cbr\u003eકોઈકની સાથે થોડાં ડગલાં સાથે ચાલવાથી અંગત સ્મૃતિનું એક આલ્બમ તૈયાર થાય છે. આ આલ્બમ મારી વાર્તાઓનો સંગ્રહ બનીને તમારી સામે પ્રગટ થયો છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944659497195,"sku":"NSM02965","price":472.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/vartao-kaajal.jpg?v=1782476602"},{"product_id":"saat-pagla-dharti-par","title":"Saat Pagla Dharti Par","description":"\u003cp\u003eલગ્ન– એક એવો સંબંધ જે ઋગ્વેદથી શરૂ થઈ ને બાવીસમી સદી સુધી અપગ્રેડ થતો રહ્યો. સમય સાથે લગ્નની વ્યાખ્યા અને વ્યવસ્થા બદલાતી રહી છે, પણ સુખ અને સહજીવનની basic જરૂરિયાત હતી અને છે જ. બે જુદી વ્યક્તિ, જુદો ઉછેર, જુદાં શિક્ષણ, માનસિકતા અને ઇગો. એકમેકને સમજી, સ્વીકારીને આનંદથી સાથે જીવી શકે એ વ્યક્તિ અને સમાજ બેઉની જરૂરિયાત છે. આ પુસ્તકમાં નમવાની નહિ, ગમવા અને ગમતા રહેવાની વાતો છે. સમાધાન નહિ, સ્નેહ અને સ્વીકાર સાથે સહજીવનની સરળ રીતનું કાજલ ઓઝા વૈદ્યનું આ પુસ્તક જીવનની કોઈ પણ ઉંમરે સુખી થવાની શરૂઆત કરવામાં મદદ કરી શકે છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944659562731,"sku":"NSM02966","price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/saat-pagla-dharti-par.jpg?v=1782476602"},{"product_id":"aaynani-aarpar","title":"Aaynani Aarpar","description":"\u003cp\u003eઅનિશા અને કિશનની પ્રણયકથા...\u003cbr\u003eઆ એક એવી પ્રણયકથા છે જે પરિણય સુધી નથી પહોંચતી...\u003cbr\u003eપરંતુ, પ્રણયનું પૂર્ણત્વ પરિણય નથી એવું સમય સાથે સમજાય છે.\u003cbr\u003eપ્રેમ આપણા અસ્તિત્વનો હિસ્સો નથી,\u003cbr\u003eઆપણું સમગ્ર અસ્તિત્વ જ પ્રેમ છે.\u003cbr\u003eજો એ પ્રેમને, ‘પ્રણય’થી ભિન્ન, વાત્સલ્ય, સ્નેહ, સ્વીકાર, સમજણ, શાંતિ કે સહિષ્ણુતા સુધી વિસ્તારી શકીએ તો\u003cbr\u003eઅસ્તિત્વના આશીર્વાદ આપણા ઉપર અચૂક ઉતરે.\u003cbr\u003e\u003cbr\u003eકશુંય ટકતું નથી... અસ્તિત્વની સામે લડીને માગેલું બધું જ અંતે અસ્તિત્વને પાછું સોંપવું પડે છે. આપણે કુદરતને જેમ વધુ ધકેલતા ગયા એમ કુદરત ધકેલાતી ગઈ.\u003cbr\u003eઅસ્તિત્વની સહનશક્તિ ન માની શકાય એટલી અદ્‌ભુત છે, પરંતુ અસ્તિત્વ જે દિવસે આપણી સહનશક્તિની પરીક્ષા કરે છે તે દિવસે આપણે ખૂબ નિઃસહાય અને વામણાં બની જઈએ છીએ.\u003cbr\u003eઆ નવલકથા પણ એ જ સંદેશ સાથે આવી છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944659628267,"sku":"NSM02967","price":700.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ainani-aarpar.jpg?v=1782476602"},{"product_id":"maun-ekbijanu","title":"Maun Ekbijanu","description":"\u003cp\u003eજે સંબંધો સુંવાળા નથી એ સંબંધોને પકડી રાખવા સરળ છે, કારણ કે એ સરકી જાય એવા લિસ્સા નથી, પણ ટકી જાય એવા ખરબચડા છે. આપણને બધાને આપણા અહંકાર સાથે ખૂબ પ્રેમ છે. દર્પ-અહંકારનું સૌથી મોટું પ્રતીક દર્પણ છે, જેમાં દર્પને પંપાળવાની મજા આવે છે, એ જ તો દર્પણ છે. પોતાના ચહેરાથી વધુ મહત્ત્વનું જગતમાં કશું હોઈ શકે જ નહીં એ લાગણી દર્પણ જગાડે છે અને એ લાગણીને વધુ ને વધુ ભડકાવે છે. દર્પણથી સહેજ દૂર જઈને જોઈએ તો જ ખબર પડે કે આખું જગત જીવે છે...\u003cbr\u003e[ પુસ્તકના ‘વો લોગ જો જ્યાદા જાનતે હૈં, ઇન્સાન કો કમ પહચાનતે હૈં’ લેખમાંથી ]\u003cbr\u003e\u003cbr\u003eલગ્નનો સંબંધ પરસ્પર વિશ્વાસ, સ્નેહ, પ્રેમ, સમજદારી, સમર્પણ, વગેરે વગેરે શબ્દો સાથે જોડાયેલો છે, પરંતુ એમાં સેક્સ કે શારીરિક સંબંધોનું મહત્ત્વ તદ્દન નકારી શકાય એવું તો નથી જ. આ સમાજમાં ફેલાતી બેફામ સેક્સ્યુઆલિટી કે મનફાવતા શારીરિક સંબંધોને નિયંત્રિત કરવા માટે લગ્નની સંસ્થા અમલમાં આવી. એક પુરુષ અનેક પત્નીને પરણી શકે એવા નિયમમાંથી ભારતીય બંધારણે એક સ્ત્રી અને એક પુરુષનો કાયદો ઘડ્યો. ફિડાલિટી અથવા વિશ્વસનીયતા એ લગ્નની જરૂરી બાબત ગણવામાં આવી. પતિ-પત્નીએ લગ્નમાં હોય ત્યાં સુધી એકમેકને વફાદાર રહેવું, એક પત્ની જીવતી હોય ત્યારે બીજાં લગ્ન થઈ શકે નહીં... વગેરે વગેરે અધિકારો અને સમજણ ભારતીય બંધારણે હિન્દુ મૅરેજ ઍક્ટ નીચે ઊભાં કર્યાં, પરંતુ આમાં લગ્નના અધિકારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્વસ્થ અને યુવાન પત્ની પોતાના પતિને એના લગ્નના અધિકારો માણતાં કે ભોગવતાં રોકી શકે નહીં, આવી જ રીતે સ્વસ્થ અને યુવાન પતિએ પોતાની પત્નીની શારીરિક જરૂરિયાતોને સંતોષવી એ કાયદામાં જરૂરિયાત ગણવામાં આવી છે.\u003cbr\u003e[ પુસ્તકના ‘યે ‘ભોગ’ ભી એક તપસ્યા હૈ...’ લેખમાંથી ]\u003cbr\u003e\u003cbr\u003eમાટે કે એકબીજાની પોલ ખોલવા માટે આ સોશિયલ સાઇટનો ઉપયોગ કરતા રહીએ છીએ. આપણે માટે આ મફત છે... ઇન્ટરનેટ સિવાયના કોઈ પૈસા આપણે ચૂકવવા પડતા નથી. ગમે તેટલા કલાકો આપણે ઝઘડવામાં, પ્રેમ કરવામાં કે બીજાની જિંદગીમાં ડોકાચિયાં કરવા માટે વાપરીએ, ઝુકરબર્ગ આપણી પાસેથી પૈસા માગતો નથી એટલે આપણને લાગે છે કે, મફતની આટલી પંચાત... કે પબ્લિસિટી, મજાની વાત છે, પરંતુ જેટલા લોકો આ સોશિયલ સાઇટ ઉપર આવે છે એ તમામ લોકોને પરાણે જોવી પડતી ઍડ્‌વર્ટાઇઝમેન્ટ ઝુકરબર્ગની આવકનું સાધન છે. કોઈકની આવકનું સાધન બનીને આપણે જ જગતભરને મનોરંજન પૂરું પાડીએ છીએ એ વાતની આપણને ખબર પણ નથી! આશ્ચર્યની વાત એ છે કે, આપણે આપણા નિકટના દોસ્તો કે સ્વજનોને આપણી જિંદગીમાં દખલ દેવાની પરવાનગી નથી આપતા, પરંતુ જગત આખાને આપણાં સુખ-દુઃખ અને વિચારો જણાવવામાં આપણને વાંધો નથી.\u003cbr\u003e[ પુસ્તકના ‘ફેસબુકઃ ઝઘડા કરવા જાહેરમાં કેમ જવું પડે?’ લેખમાંથી ]\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944659661035,"sku":"NSM02968","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/maun-ekbijanu.jpg?v=1782476602"},{"product_id":"saugat-ekbijani","title":"Saugat Ekbijani","description":"\u003cp\u003eઆમ જુઓ તો આપણે જે કંઈ જીવ્યા છીએ તે ફરી ફરીને જીવી રહ્યા છીએ. આપણા મિત્રો, સ્વજન, પ્રિયજન, પરિવાર, પ્રેમી કે દુશ્મન બધા જ આપણી પાસેથી કંઈ લેવા કે કંઈ આપવા આપણને મળતા રહે છે. સુખ આપીશું તો એને પાછું લેવા માટે મળવું પડશે... દુઃખ આપીશું તો એ આપણને પાછું આપવા માટે આવશે. આમ જોવા જઈએ તો વિશ્વની આ રચના કેટલી અદ્‌ભુત છે! કદી ઝીરો-ઝીરો થાય જ નહીં. વ્યવહાર, વિચાર અને વ્યક્તિ એક વાર વર્તુળમાં દાખલ થયા પછી એમાંથી નીકળી ન શકે, એણે ફરી ફરીને એ જ વિસ્તારમાં વહ્યા કરવું પડે!\u003cbr\u003e[ પુસ્તકના ‘પીડાનો પ્રસાદ : મળેલાં જ મળે છે’ લેખમાંથી ]\u003cbr\u003e\u003cbr\u003eઆપણે બધા જ પ્રેમ તો કરીએ છીએ, પણ નિભાવતાં શીખ્યા નથી. પ્રેમ થયા પછી જે વ્યક્તિ સાથે જીવવાનું નક્કી કરીએ, લગ્ન કરીએ એ વ્યક્તિમાં નબળાઈ હશે જ નહીં એવું તો કેવી રીતે માની શકાય? જેને આપણે પ્રેમ કરીએ છીએ એ વ્યક્તિની છબી આપણા મનમાં ગમે તેટલી આદર્શ હોય, પણ એ વ્યક્તિ ક્યારેય ભૂલ નહીં કરે, ખોટું નહીં કરે કે એનાથી આપણને દુઃખ થાય એવું વર્તન થશે જ નહીં એવું તો કેવી રીતે ધારી શકાય? જે વ્યક્તિને આપણે આપણા જીવનસાથી તરીકે પસંદ કરી છે એ વ્યક્તિની સાથે જીવવાનો નિર્ણય આપણો પોતાનો હતો... સમજી-વિચારીને કરાયેલો એ નિર્ણય કદાચ થોડાં વર્ષો પછી ખોટો લાગે તો પણ એમાં આપણા જીવનસાથીની શું ભૂલ?\u003cbr\u003e[ પુસ્તકના ‘ધ આર્ટ ઑફ લીવિંગ - જીવવાની કળા, છોડવાની નહીં’ લેખમાંથી ]\u003cbr\u003e\u003cbr\u003eદરેક સ્ત્રીના નસીબમાં પૈસાવાળો, દિલદાર, દેખાવડો, સ્ટાઇલિશ, વાતોડિયો, જ્ઞાની, શિવલરસ અને સિંગલ પુરુષ ન જ હોય એ સ્વાભાવિક છે... દરેક સ્ત્રીને આવા પુરુષની ઝંખના હોય એ પણ સ્વાભાવિક છે પરંતુ પ્રેમમાં પડવા માટે પુરુષની બૅલેન્સ શીટ તપાસવાને બદલે એનું માનસિક અને સામાજિક બૅલેન્સ તપાસવામાં આવે તો સંબંધોનાં સમીકરણ કદાચ વધુ મજબૂત અને પ્રામાણિક રહી શકે.\u003cbr\u003e[ પુસ્તકના ‘મૅન ઍન્ડ મૉલ્ટ... સિંગલ ઇઝ બેટર?’ લેખમાંથી ]\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944659693803,"sku":"NSM02969","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/saugat-ekbijani.jpg?v=1782476602"},{"product_id":"sanidhya-ekbijanu","title":"Sanidhya Ekbijanu","description":"\u003cp\u003eઆપણે સૌ પરમપિતાના સંતાન છીએ. ઈશ્વર સાથે જોડાયેલા આપણા અસ્તિત્વના તાર આમ જુઓ તો એકસરખા છે. કેટલાક લોકો આ અનુસંધાનને ઓળખે છે જ્યારે, આપણે બધા પરમતત્ત્વ સાથેના આપણા અનુસંધાનને અવગણીએ છીએ. ઈશ્વરનું અસ્તિત્વ આપણા માટે આપનારનું છે, અથવા તો રક્ષકનું છે. પરમતત્ત્વ કે ઈશ્વર આપણી અંદર રહેલી વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેનું પ્રતિબિંબ છે. આપણે જે માંગીએ તે જ આપણને મળે એવું અસ્તિત્વનું વચન છે. આ વાતની આપણને ખબર નથી અથવા ખબર છે તો એને આપણે ગંભીરતાથી લેતા નથી. જ્યારે આપણે વસ્તુઓ માટે અસ્તિત્વ પાસે હાથ ફેલાવીએ છીએ,  ત્યારે અસ્તિત્વ પણ આપણને એ જ દુન્યવી ચીજોમાં ગૂંચવાયેલા રાખવાનું પસંદ કરે છે. આપણે જ્યારે સ્વયંને આ બધી રોજિંદી લાલચ અથવા સ્વાર્થથી ઉપર લઈ જઈ શકીએ છીએ ત્યારે અસ્તિત્વ આપણને એની સાથે જોડવામાં ગૌરવ અનુભવે છે. આપણે જે માંગીએ છીએ એની સાથે જોડાયેલી કેટલીયે વાતોની આપણને જાણ નથી હોતી. આપણે જ્યારે કોઈ નેમત, આશીર્વાદ, આવડત કે બીજાઓથી અલગ કલા માંગીએ છીએ ત્યારે અસ્તિત્વ એની સાથે જોડાયેલી પીડા પણ આપણે માટે લખી જ નાખે છે!\u003cbr\u003e[ પુસ્તકના ‘દર્દ સે મેરા દામન ભર દે...’ લેખમાંથી ]\u003cbr\u003e\u003cbr\u003eજે સત્ય છુપાવવું પડે એવાં કામ કરતા તમામ પતિઓને મારે એક સવાલ પૂછવાનો છે, “જે સત્ય જાણીને તમારી સાથે જીવેલી, તમને પળેપળ સાચવતી, તમારાં સંતાનોની મા, તમારી સહધર્મચારિણી, તમારી ઘરવાળી, તમારી સાથે બૂઢી થનારી એક સ્ત્રીને જો તકલીફ પહોંચવાની હોય તો એવું કોઈ પણ કામ કર્યા વગર નહીં જ ચાલે? અંગત સુખ અને ભૌતિક જરૂરિયાત તમારા સંબંધથી વધુ છે?” સંબંધોનાં સમીકરણો માણસના મન સાથે જોડાયેલાં છે. અને મનને કોબીની જેમ, કાંદાની જેમ, ધરતીની જેમ કંઈકેટલાયે પડો છે, લેયર છે. આ દરેક લેયરમાં પોતાની જરૂરિયાત, માન્યતા, ભૂતકાળના અનુભવો અને એનો પોતે તારવેલો અર્થ, પોતાની સગવડ અને પોતાની સમજણ મળીને એક વ્યાખ્યા ઊભી કરે છે, વફાદારીની અને ઇમાનદારીની!\u003cbr\u003e[ પુસ્તકના ‘વફાદારીઃ વ્યાખ્યા અને વ્યથા...’ લેખમાંથી ]\u003cbr\u003e\u003cbr\u003eરાધા અને કૃષ્ણનો સંબંધ જન્મજાત વિરહનો સંબંધ છે. કૃષ્ણ સાથે પૂજાય છે રાધા... જે પામી નથી શકી એ પૂજાને પાત્ર બની ગઈ છે. એકબીજાંને માટે જીવતાં, એકબીજાંને ઝંખતાં આ એવાં તત્ત્વો છે જે એકમેકનો યથાર્થ છે. કૃષ્ણની અંદર જે કંઈ છે એ બધું જ રાધાનાં સારતત્ત્વો પર ગોઠવાયેલું છે. કૃષ્ણનો નિષ્કર્ષ છે રાધા, એનું વૈશ્વિક સ્વરૂપ છે. સૃષ્ટિમાં વિહરતી કૃષ્ણની ચેતના છે રાધા. કૃષ્ણનો અર્થ થાય છે કેન્દ્ર, સેન્ટર... જે સેન્ટરથી વિશ્વ તરફ વહી આવે છે તે ધારા છે, પણ જે સમગ્ર વિશ્વમાંથી સ્વયંને સમેટીને સેન્ટર તરફ જાય છે તે રાધા છે.\u003cbr\u003e[ પુસ્તકના કૃષ્ણ નામે ગ્રંથનો સરળ અનુવાદ, રાધા!’ લેખમાંથી ]\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944659726571,"sku":"NSM02970","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sanidhya-ekbijanu.jpg?v=1782476603"},{"product_id":"preet-ekbijani","title":"Preet Ekbijani","description":"\u003cp\u003eકેટલાંક એવાં માતા-પિતા છે જે સંતાનને સતત વખોડ્યા અને વગોવ્યા કરે છે. એમનો દીકરો કે પુત્રવધૂ ગમે તેટલી સેવા કરે કે ગમે તેટલું ધ્યાન રાખે એમને ઓછું જ પડે છે. વાંધા પાડવાની ઑલિમ્પિકમાં આવાં માતા-પિતાને ગોલ્ડ મેડલ મળી શકે એમ છે. સંતાનો તેમ છતાં મૂંગે મોઢે માતા-પિતાને સાચવે છે, પ્રેમથી નહીં - ફરજ માનીને! સંતાનો પણ બહારના માણસોની હાજરીમાં માતા-પિતાનો બચાવ કરે છે, એમનાં મહેણાં, કડવી ભાષા કે ફરિયાદોને સતત એક્સ્પ્લેન કર્યા કરે છે. મનોમન ગમે તેટલો ગુસ્સો આવતો હોય કે પીડા થતી હોય તેમ છતાં આ સંતાનો પોતાની ફરજ ચૂકતાં નથી.\u003cbr\u003e[ પુસ્તકના ‘જો રિશ્તા બોજ બન જાયે,ઉસકો છોડના અચ્છા?’ લેખમાંથી ]\u003cbr\u003e\u003cbr\u003eસાચું પૂછો તો પ્રેમનું સ્થાન ઈશ્વરથી સહેજેય ઊતરતું નથી, બલ્કે જો એને સંપૂર્ણ અનુભૂતિ સાથે અસ્તિત્વમાં ઉતારવામાં આવે તો પ્રેમ જ ઈશ્વર છે... આપણે બધા જ, કદાચ અજાણતાં પણ અણગમા અને તિરસ્કારને વધુ મહત્ત્વ આપતા થઈ ગયા છીએ. અસ્વીકાર જેટલી સહજતાથી આપણને અનુકૂળ આવે છે એટલી સહજતાથી સ્વીકાર કરવાનું આપણે શીખી શકતા નથી. આપણો પ્રેમ આપણા પ્રિયજનમાં કે પ્રિયપાત્રમાં ‘બદલાવ-તલબ’ પ્રેમ છે! પોતાને અનુકૂળ છે તે રીતે વર્તે ત્યાં સુધી જ વ્યક્તિ પ્રિય હોય એ કેવી માનસિકતા છે? પ્રેમ તો અન્યને અનુકૂળ થવાનું શીખવે છે... જ્યારે આપણું આપણા પર જ બસ ના ચાલે, એવી હાજરીને પ્રેમ કહેવાય. ભીતર અનેક કામનાઓ લઈને ગયા હોઈએ પણ ગુરુની કે ઈશ્વરની સામે હોઈએ ત્યારે કશુંય માગી ન શકવાની પરાધીનતા પ્રેમ છે! અપેક્ષાઓને કારણે કોઈ એક વ્યક્તિ સાથે સંબંધ જોડાય, પણ જ્યારે એ વ્યક્તિની નિકટ જઈએ ત્યારે અપેક્ષા ખરી પડે અને માત્ર અહેસાસ બાકી રહે એ પ્રેમ છે...  ઇર્શાદ કામિલની જ એક પંક્તિ, ‘કુછ રિશ્તોં કા નમક હી દૂરી હોતા હૈ, ન મિલના ભી બહોત જરૂરી હોતા હૈ.’\u003cbr\u003e[ પુસ્તકના ‘કૌન મેરા, મેરા ક્યા તૂ લાગે?’ લેખમાંથી ]\u003cbr\u003e\u003cbr\u003eમીનાકુમારી, મધુબાલા, એલ્વિસ પ્રેસ્લી, ગુરુ દત્ત, વર્જિનિયા વુલ્ફ, ઍન સેક્સટન, પરવીન શાકિર, અમૃતા શેરગીલ, બિમલ રૉય... એક આખું લિસ્ટ બનાવી શકાય એવાં નામોનું, જેમણે જાણી-બૂઝીને મોતને ભેટવાની ભૂલ કરી. આ બધાં ઇન્ટેલિજન્ટ હતાં, ગૉડ ગિફ્ટેડ હતાં... એમની પાસે કશુંક એવું હતું જે આ વિશ્વમાં જન્મ લેનાર ખૂબ ઓછા લોકોને મળતું હોય છે. ઈશ્વરની આવી અદ્‌ભુત અને અદ્વિતીય ભેટ લઈને જન્મેલા આ લોકો શા માટે પોતાના જ જીવનને વ્યસનની ચિતા પર ચઢાવી દેતા હશે? શરાબ પીવાથી કલા વધુ ખીલે, ગાંજો પીવાથી કલ્પના સારી થાય કે નશો કરવાથી કશું વધુ સર્જનાત્મક જન્મે એવું માનનારા માણસોથી મૂર્ખ બીજું કોઈ નથી! સર્જનાત્મકતાને વ્યસન સાથે કોઈ નિસ્બત નથી, ન હોઈ શકે!\u003cbr\u003e[ પુસ્તકના ‘ઇસ મોડ સે જાતે હૈ... રાસ્તે દોનોં તરફ!’ લેખમાંથી ]\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944659792107,"sku":"NSM02971","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/preet-ekbijani.jpg?v=1782476603"},{"product_id":"vahal-ekbijanu","title":"Vahal Ekbijanu","description":"\u003cp\u003eશક્ય છે કે પીડાના સમયમાં, ડૂમો ભરાયો હોય કે અકળામણ થઈ ગઈ હોય, ગૂંચવાઈ ગયા હોઈએ, ફસાઈ ગયા હોઈએ અને મન ભરાઈ આવ્યું હોય ત્યારે આપણી સામે જે આવે એની પાસે રડી દેવાય અથવા બોલી દેવાય... પરંતુ બને ત્યાં સુધી આ પરિસ્થિતિ ટાળવી. જ્યારે મન ભરાઈ જાય, ડૂમો ભરાઈ આવે, પીડા કે દુઃખ ખૂબ જ હોય ત્યારે એકલા રહેવું. પોતાના ખોબામાં રડી લેવું, પણ બને ત્યાં સુધી કોઈનો ખભો ન માગવો. આ અહંકારની વાત નથી, સ્વમાનની વાત છે.\u003cbr\u003e[ પુસ્તકના ‘આંસુ વહાવતાં પહેલાં ઓળખી લો’ લેખમાંથી ]\u003cbr\u003e\u003cbr\u003eસ્વતંત્રતાનો અર્થ છે પોતાનું તંત્ર. આ પોતાનું તંત્ર ચલાવવા માટે એકલવાયા કે એકલપેટા ન રહી શકાય. દુનિયાના દરેક તંત્રને મંત્રની જરૂર પડે છે અને સ્વતંત્રતાનો મંત્ર છે સહકાર, સહભાગ અને સહઅસ્તિત્વ. દુનિયાનું કોઈ અસ્તિત્વ એકલું ટકી શકતું નથી. કોઈ ઍક્ઝિસ્ટન્સ એકલું ટકી શકતું નથી. દરેકે બીજા પર આધારિત રહેવું પડે છે. જ્યારે આધારિત હોવાની વાત આવે ત્યારે સ્વતંત્રતાનો આપોઆપ છેદ ઊડી જાય છે પરંતુ અહીં કશું જુદું બને છે. પરસ્પર સ્વતંત્ર રહીને પરસ્પર આધારિત રહેવું એને જ કહેવાય, સહઅસ્તિત્વ.\u003cbr\u003e[ પુસ્તકના ‘ફ્રીડમ : મારું, તમારું ને અન્યનું’ લેખમાંથી ]\u003cbr\u003e\u003cbr\u003eમોટા ભાગની સ્ત્રીઓ પોતાના જીવનની નાની નાની બાબતો, સુખ-દુઃખ, સંતાનો વિશેની સમસ્યા કે પતિ સાથેના નાના-મોટા ઝઘડા કે સાસરિયાં વિશેની ફરિયાદો પોતાની બહેન કે બહેનપણી સાથે શૅર કરતી હોય છે. આપણને નવાઈ લાગે એટલી હદે અંગત ચર્ચાઓ બે સ્ત્રીઓ વચ્ચે થતી હોય છે. આ અંગત ચર્ચાને હથિયાર બનાવીને કે ચાવી બનાવીને જ્યારે કોઈ પોતાની જ બહેનપણીના પરિવારમાં છીંડું પાડે ત્યારે એને શી સજા કરી શકાય - એ સવાલનો કોઈ જવાબ નથી.\u003cbr\u003e[ પુસ્તકના ‘લોગોં કી બાત નહીં હૈ, યે કિસ્સા હૈ અપનોં કા’ લેખમાંથી ]\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944659857643,"sku":"NSM02972","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/vahal-ekbijanu.jpg?v=1782476618"},{"product_id":"sugandh-ekbijani","title":"Sugandh Ekbijani","description":"\u003cp\u003eSugandh Ekbijani\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944659890411,"sku":"NSM02973","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sugandh-ekbijani.jpg?v=1782476618"},{"product_id":"shubh-ekbijanu","title":"Shubh Ekbijanu","description":"\u003cp\u003eમોટા ભાગના લોકો વીતેલાં વર્ષો વિશે અફસોસ કર્યા જ કરે છે... ‘હવે શું?’ એ એમનો પર્મેનન્ટ પ્રશ્ન હોય છે! અગત્યનું એ છે કે હવે પણ ઘણું બાકી છે. આપણે બધા વહી ગયેલાં વર્ષો વિશે એટલા બધા નિરાશાજનક છીએ કે આવનારાં વર્ષો તરફ જોઈ શકતા જ નથી. બહુ ઓછા લોકોએ નોંધ્યું હશે રીઅર વ્યૂ મિરર ભલે હોય ડ્રાઇવરની આગળ, પણ દેખાડે છે પાછળનું દૃશ્ય... આપણે સતત રીઅર વ્યૂમાં જોતા નથી! આપણે તો આગળના વિન્ડ સ્ક્રીનને પેલે પાર જોઈએ છીએ, કારણ કે નજર તો આગળના રસ્તા તરફ રાખવાની છે. જવાનું પણ આગળ છે, પાછળ નહીં.\u003cbr\u003eરિવર્સ તો ક્યારેક જ કરવાનો વારો આવે. જિંદગીની ગાડી પણ આગળની તરફ જ જાય અને જવી જોઈએ... રીઅર વ્યૂમાં જોવાનું ફક્ત એટલા ખાતર કે પાછળ છૂટી રહેલો રસ્તો તદ્દન ભુલાઈ ન જાય!\u003cbr\u003e[ પુસ્તકના ‘રીઅર વ્યૂ નહીં, વિન્ડ સ્ક્રીન... પ્રવાસમાં આગળની તરફ જુઓ’માંથી ]\u003cbr\u003e\u003cbr\u003eગાંધી હોવું એ શું, આપણને કદાચ ન સમજાય પરંતુ જ્યારે એની ક્ષણેક્ષણ એ દેશ માટે વાપરતા હોય ત્યારે એની પત્નીને કેટલો સમય આપ્યો હશે ત્યાંથી શરૂ કરીને એના સારા-ખરાબ સમયમાં હાજર રહી શક્યા હશે કે નહીં, એના મૂડસ્વિંગ્ઝ કે ચાર-ચાર ગર્ભાવસ્થા દરમિયાન એની કાળજી લઈ શક્યા હશે કે નહીં... એમણે ક્યારે અને કેટલી વાર પત્ની સાથે બેસીને વાતો કરી હશે? આ બધા સવાલો જો આજની સ્ત્રી પૂછે તો જે જવાબ મળે એ એને સ્વીકાર્ય ન હોય એમ બને, પરંતુ કસ્તુરબાએ આવા સવાલો પૂછ્યા જ નથી. એમને માટે એમનો પતિ જે કરી રહ્યો છે એ ‘ધર્મ’ છે એમ માનીને એમણે પણ કરવું જ રહ્યું એટલું જ એમના જીવનનું સત્ય બની રહ્યું છે! આ દેશીપણું, બેવકૂફી કે પતિપરાયણતાનું કોઈ શરમ આવે એવું ઉદાહરણ નથી. આજના સમયમાં જ્યારે આપણે ઈશ્વરમાં પણ શ્રદ્ધા રાખી નથી શકતા ત્યારે એક માણસમાં શ્રદ્ધા રાખવી સરળ છે?\u003cbr\u003e[ પુસ્તકના ‘કસ્તુરબા : નિષ્ઠાના પ્રયોગો’ લેખમાંથી ]\u003cbr\u003e\u003cbr\u003eઆ જીવન એકલી વ્યક્તિનું નથી હોતું. એ જેને ચાહે છે એ બધાં, અને એને ચાહે છે તે બધાંનો એમના જીવન પર અધિકાર હોય છે. આપણા જીવન પર એકલા આપણે આધારિત નથી હોતા, પરંતુ આપણા સ્નેહીજન, પ્રિયજન અને પરિવારજન પણ આધારિત હોય છે. એમને નિરાધાર કરવાનો અધિકાર આપણી પાસે નથી એટલું યાદ રાખીને જવાબદારીની જેમ શરીરને સાચવવું એ પ્રાર્થના જેવી, પ્રામાણિકતા જેવી, માણસાઈ જેવી ફરજ છે.\u003cbr\u003e\u003cbr\u003e[ પુસ્તકના ‘...તેરી મહેફિલ મેં લેકિન ‘હમ’ ન હોંગે’ લેખમાંથી ]\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944659955947,"sku":"NSM02974","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/shubh-ekbijanu.jpg?v=1782476618"},{"product_id":"samarpan-ekbijanu","title":"Samarpan Ekbijanu","description":"\u003cp\u003eસત્ય તો એ છે કે જો ખરેખર એટલું જ દુઃખ થયું હોય તો જેણે તમારી સાથે બેવફાઈ કરી, ખોટું કર્યું, દગો કર્યો એને છોડીને જવાની આપણામાં હિંમત હોવી જોઈએ. આવી હિંમત હોતી નથી કારણ કે, જે-તે વ્યક્તિ પાસેથી પોતાને ઘણું બધું જોઈતું હોય છે. વ્યક્તિને છોડવાની કે સંબંધમાંથી બહાર નીકળવાની હિંમત ન હોવા છતાં એ સંબંધમાં નિરાંતે રહેવાની પણ કેટલાક માણસોની પ્રકૃતિ નથી હોતી. જો પ્રેમ મહત્ત્વનો હોય તો ભૂતકાળની એક નાનકડી ભૂલને ભૂલીને પ્રેમનો ઉત્સવ ઊજવવો જોઈએ અને જો ભૂલ મહત્ત્વની હોય તો પ્રેમને ભૂલી જવો જોઈએ આવી સાદી સમજણ પણ કેટલાક લોકોમાં હોતી નથી.\u003cbr\u003e[ પુસ્તકના ‘ક્ષણનું સત્ય, મણની મથામણ...’ લેખમાંથી ]\u003cbr\u003e\u003cbr\u003eસમાજનાં આ ડબલ સ્ટાન્ડડ્‌ર્સ પુરુષને એનું પિતૃત્વ ઉઘાડતાં અટકાવે છે... મિત્રની પુત્રી, શિષ્યા કે પડોશીની દીકરી સાથે એક પુરુષ પૂરા હૃદયથી ખૂલીને વહાલથી વર્તી નથી શકતો, કારણ કે સમાજની નજરો એને એ રીતે વર્તવા દેતી નથી. સત્ય તો એ છે કે કોઈ પણ જેન્ડર સારી કે ખરાબ નથી. બધી જ સ્ત્રીઓ પવિત્ર નથી અને બધા જ પુરુષો લંપટ નથી. બધા જ સાધુઓ સિદ્ધપુરુષ નથી ને બધા જ બાવા છેતરપિંડી કરવા નીકળી પડેલા પાખંડીઓ નથી...\u003cbr\u003e[ પુસ્તકના ‘દરેક પુરુષમાં પિતા હોય જ છે, ચાલો શોધીએ...’ લેખમાંથી ]\u003cbr\u003e\u003cbr\u003eઆપણે અવારનવાર કહીએ છીએ, ‘નાના માણસો આવા જ હોય’. આ નાના માણસ એટલે? આપણે આપણી જાતને ‘મોટા’ કહેવા માટે બીજાને નાના કહીએ છીએ? જેને આપણે ‘નાના માણસ’ કહીએ છીએ, એ માત્ર પૈસાના ત્રાજવામાં કરેલું તોલમાપ છે. ધોબી, ઘરમાં કામ કરતા ડોમેસ્ટિક, હેલ્પર, ઘરના કૂક કે ડ્રાઇવર ખરેખર આપણી જિંદગીને કેટલી સરળ બનાવે છે એનો વિચાર આપણે ભાગ્યે જ કરીએ છીએ. આ બધામાંથી કોઈ એક વ્યક્તિને આપણે ક્યારેય ‘થૅન્ક યુ’ કહ્યું છે? કહી જોઈએ એક વાર? એ વ્યક્તિને પોતાના કામની કદર થયાનો જે સંતોષ થશે, એ સંતોષ પછી એ આપણું કામ જે આનંદ અને સ્નેહથી કરશે એ ફરક આપણને પોતાને સમજાયા વગર નહીં રહે.\u003cbr\u003e[ પુસ્તકના છોટી છોટી સી બાત...’ લેખમાંથી ]\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944660021483,"sku":"NSM02975","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/samarpan-ekbijanu.jpg?v=1782476619"},{"product_id":"hu-tu-aapne","title":"Hu + Tu = Aapne","description":"\u003cp\u003eમાધ્યમ ગમે તે હોય પરંતુ બે વ્યક્તિ વચ્ચે જ્યારે ‘સંવાદ’ થાય છે ત્યારે ગેરસમજણ દૂર થાય છે અને પરસ્પર વિશે તથા પોતાના વિશે પણ સમજણ પ્રગટે છે. ‘હું + તું = આપણે’ એક રીતે જોવા જાવ તો વ્હાલી આસ્થાની સિક્વલ છે. પિતાને ત્યાંથી સંવાદની સમજણ લઈને આવેલી આસ્થા પોતાના પતિ નમનને પણ આ સંવાદ શીખવવાનો પ્રયાસ કરે છે.\u003cbr\u003e\u003cbr\u003eઆ પુસ્તક એક નમ્ર પ્રયાસ છે, આજના આધુનિક દાંપત્યને સમજવાનો અને સમજાવવાનો... લગ્નસંસ્થાનો પ્રયાસ બે તદ્દન ભિન્ન વ્યક્તિત્વોને એકબીજાની સાથે બાંધવાનો નથી બલ્કે બંનેમાં રહેલા આગવા ગુણો અને પ્રતિભાને સાંધીને એમાંથી વધુ તેજસ્વી, વધુ ઊજ્જવળ નવી પેઢીનું નિર્માણ કરવાનો છે. આ સિનર્જી છે. બે એનર્જીને એકઠી કરીને એમાંથી કશું ઉત્તમ નિપજાવવાનો સમાજનો પ્રયાસ સમજાય તો આપણને આપણા શાસ્ત્રો અને આપણી પરંપરા સમજાય. આ પુસ્તકમાં લખાયેલા પત્રો આસ્થા અને નમનના પાત્રો દ્વારા આપણે આપણા સંબંધો કે દાંપત્યમાં ડોકિયું કરી શકીએ એવો મારો પ્રયત્ન છે.\u003cbr\u003eઆ પત્રો માત્ર આસ્થા કે નમને, એકબીજાને નથી લખ્યા. આ પત્રો આપણે લખ્યા છે. આપણા જીવનસાથીને... આ પત્રોમાં અપેક્ષા છે, ઉપેક્ષા છે, આદર-અનાદર, અહંકાર અને અનહદ સ્નેહ પણ છે. જેમ, મેઘધનુષના સાત રંગો હોય એમ દાંપત્યના સાત વચનના સાત રંગો આ પત્રોમાંથી છલકાય છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944660087019,"sku":"NSM02976","price":472.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/hu-tu-aapne.jpg?v=1782476619"},{"product_id":"satya-asatya","title":"Satya Asatya","description":"\u003cp\u003eબે તદ્દન જુદી માનસિકતા ધરાવતી વ્યક્તિ પ્રેમમાં પડે તો શું થાય?\u003cbr\u003e\u003cbr\u003eઆ નવલકથાનો નાયક સત્યજીત, પેથોલોજીકલ લાયર છે. માનસશાસ્ત્રમાં આ એક ડિસઓર્ડર છે. કેટલીક વ્યક્તિ કોઈ કારણ કે જરૂરિયાત વગર જૂઠ્ઠુ બોલે છે. એમનો આશય છેતરવાનો કે કોઈ ગેરફાયદો ઉઠાવવાનો ન પણ હોય... પરંતુ, આવા લોકો નાની-નાની બાબતમાં પોતાની જાતને બચાવવા કે સામેનાનો રોષ કે અણગમો વ્હોરવો ન પડે એ માટે સાવ સહજતાથી જૂઠ્ઠુ બોલી જતા હોય છે. સત્યજીતનું જૂઠ્ઠાણું એની પ્રિયતમા પ્રિયંકા માટે અવારનવાર આઘાત પુરવાર થતું રહ્યું.\u003cbr\u003e પ્રિયંકાનો ઉછેર અને વિચારો બંને સ્વતંત્ર અને સત્યનિષ્ઠ હતાં. એને માટે રમતમાં કહેવાયેલું સત્યજીતનું અસત્ય પીડા બની ગયું.\u003cbr\u003e \u003cbr\u003eઆ કથા કોઈ સાદી, રેગ્યુલર લવ સ્ટોરી નથી. જીવનના વળાંકો ઉપર ધસી પડતી સંબંધોની ભેખડોને ટકાવી રાખવા ઝઝૂમતા બે એવા પ્રેમીઓની કથા છે, જે એકબીજા સાથે નહીં રહી શકતા છતાં એકબીજાની જિંદગીમાં એવા વણાઈ ગયા છે કે એકબીજાથી અલગ પણ નથી થઈ શકતા.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944660119787,"sku":"NSM02977","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/satya-asatya.jpg?v=1782476604"},{"product_id":"vaat-ek-raatni","title":"Vaat Ek Raatni","description":"\u003cp\u003eવૈશ્નવી પારેખ – કરોડપતિ પિતાનું એકનું એક સંતાન! તેજસ્વી, રૂપાળી, લાડકી અને આઝાદ મિજાજ! વૈશ્નવી એના પિતાના ડ્રાઇવરના દીકરા માધવના પ્રેમમાં છે. માધવ દેસાઈ – IIMAનો પાસઆઉટ. વૈશ્નવી ઘરેથી ભાગીને માધવ સાથે પરણે છે. સંઘર્ષ અને સમસ્યામાં બંને એકમેકની સાથે રહીને સફળતા સુધી પહોંચે છે, પરંતુ ત્યારે એમને મળે છે કબીર નરોલા – અબજોની સંપત્તિનો એકમાત્ર વારસ.\u003cbr\u003eવૈશ્નવી-માધવ અને કબીરના આ ત્રિકોણમાંથી સર્જાય છે એક ભયાનક ઘટના. એક શરત જે આ ત્રણ જણના જીવનને વિખેરી નાખે છે... શું છે એ શરત? ત્રણ વિખરાયેલાં વ્યક્તિત્વ અને ગૂંચવાયેલી જિંદગીની આ કથામાં શિદ્દતથી કરાતો પ્રેમ છે, એ પ્રેમનો અસ્વીકાર છે, એ અસ્વીકારમાંથી જન્મ લેતું વેર છે, એ વેરથી સળગતા, પ્રેમથી ભીના અને લાગણીઓમાં ગૂંચવાતા સંબંધોમાંથી જન્મ લેતી એક કથા એટલે\u003cbr\u003e‘વાત એક રાતની.’\u003cbr\u003eલોકપ્રિય લેખક કાજલ ઓઝા વૈદ્યની પરિપક્વ કલમે લખાયેલી આ નવલકથા વાચકને એક રોમાંચક અનુભવ કરાવશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944665526507,"sku":"NSM03089","price":382.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/vaat-ek-raatni.jpg?v=1782476647"},{"product_id":"savar-bapor-saanj-raat","title":"Savar Bapor Saanj Raat","description":"\u003cp\u003eટૂંકી વાર્તાઓથી લાંબા પરંતુ નવલિકાથી ટૂંકા એવા સાહિત્યપ્રકારમાં લખાયેલી ચાર કથાઓ થોડી બેબાક અને બિન્દાસ હોવા છતાં તેમાં સંવેદનોની ઋજુતા છે. ઢળતી ઉંમરે ઉગતા સંબંધોથી લઈને ઉગતી ઉંમરે ઢળી જતા સંબંધોની હિંમતભરી સફર આલેખવામાં આવી છે.\u003cbr\u003eસાસુ અને વહુ વચ્ચે સેતુ બનીને ઉભેલો દીકરો અપેક્ષાઓના ભારથી તૂટી જાય ત્યારે બે અંતિમ જોડાવાની શરૂઆત થાય છે. એકાકી વૃદ્ધ દંપતીના જીવનમાં પેઈંગ ગેસ્ટ બનીને આવેલો યુવાન દીકરાનું સ્થાન લઈ લેતા જીવવાની નવી આશા જાગી ઊઠે છે. પોતાના જીવનસાથી ગુમાવી ચૂકેલા બે જણ વચ્ચે રચાયેલું મિત્રતાનું સમીકરણ સમાજને સ્વીકાર્ય ના હોવા છતાં પોતાની કેડી કંડારે છે. શરીર સુખની નજાકતથી તદ્દન અજાણ એવા પતિનાં કઠોર વલણથી પત્નીનાં રોમાન્ટિક અરમાનો અધૂરાં રહી જાય છે અને બંને વચ્ચે અંતર આવી જાય છે. પરંતુ બંનેના જીવનમાં આવેલા આગન્તુકો તેમને શારીરિક સંબંધની સાચી પરિભાષા સમજાવી સુખદ લગ્નજીવન તરફ દોરી જાય છે.    \u003cbr\u003eઆ કથાઓમાં સવારની તાજગી છે, બપોરનો ધોમધખતો તાપ છે, સાંજના રંગો છે અને રાતની શીતળતા છે. કોમ્પ્લેક્સ છતાં કોમળ, ડિફીકલ્ટ છતાં ડીપ, પ્રોબ્લેમેટીક છતાં પ્યોર એવા માનવ મનનો ચિતાર આપતી આ કથાઓ બદલાતી જીવનશૈલીની માનવીય સંબંધો પર થતી અસરોને આબાદ ઝીલે છે. લોકપ્રિય લેખક કાજલ ઓઝા વૈદ્યની કલમે લખાયેલ આ વાર્તાઓ સમય સાથે બદલાતા જતા માનવીય સંબંધોને નવી રીતે સમજવાનો દૃષ્ટિકોણ પૂરો પાડે છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944676897003,"sku":"NSM03166","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9788199143944.jpg?v=1782476649"},{"product_id":"tara-vinana-shaherman","title":"Tara Vinana Shaherman","description":"\u003cp\u003eનવ વર્ષની કાચી વયે પોતાની માતા ગુમાવનાર રાધિકા માટે પિતા અર્જુનકુમાર દીવાન સર્વસ્વ છે. રંગભૂમિના શિરમોર કલાકાર અર્જુનકુમાર અંગત જીવનનો ખાલીપો દૂર કરવા સુમિત્રાને બીજી પત્ની બનાવી ઘરે તો લઈ આવે છે, પરંતુ રાધિકા તેનો માતા તરીકે સ્વીકાર કરતી નથી. માતા-પિતાના પ્રેમથી વંચિત રાધિકાને પોતાનાથી પંદર વર્ષ મોટા વીરેન મહેતા સાથે પ્રેમ થાય છે. બુદ્ધિશાળી, પ્રભાવશાળી અને પ્રેમાળ વીરેન સાથે જિંદગી જીવવાના સ્વપ્ન સાથે પિતાની મરજી વિરુદ્ધ લંડન ચાલી જાય છે. રાધિકાના આ પગલાથી આઘાત પામી અર્જુનકુમાર પૅરૅલાઇઝ્‌ડ થઈ જાય છે.‌ બીજી તરફ રાધિકાને નાનપણથી ઓળખનાર, સમજનાર અને મનોમન ચાહનાર સત્યજિત બીમાર અર્જુનકુમાર માટે તેને લંડનથી પાછી લાવવા મથે છે. ત્યાં જ રાધિકાના પ્રેમમાં પડી તેની સાથે લગ્ન કરવાનું સ્વપ્ન સેવતા રાહુલના પ્રસ્તાવનો અસ્વીકાર કરે છે. વીરેન, સત્યજિત અને રાહુલના પ્રેમના ત્રિભેટે ઊભેલી રાધિકા માટે લગ્નનું કોઈ મહત્ત્વ નથી. જીવનમાં આવનાર દરેક પુરુષમાં પ્રેમ શોધતી રાધિકા કોઈ પણ સંબંધને નામ નથી આપી શકતી.\u003cbr\u003eપ્રેમ અને પીડા, ગેરસમજ અને સમજણ, વિરહ અને મિલાપ વચ્ચે આકાર લેતી આ નવલકથાએ દર શનિવારે ‘મુંબઈ સમાચાર’માં પ્રસિદ્ધ થઈ અનેક ગુજરાતીઓનાં હૃદય જીત્યાં. આ જ નવલકથા હવે એક સંપૂર્ણ પુસ્તક સ્વરૂપે એકસાથે વાંચવાનો અવસર એટલે લોકપ્રિય લેખક કાજલ ઓઝા વૈદ્યની રસાળ કલમે લખાયેલી ‘તારા વિનાના શહેરમાં’.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944704585963,"sku":"NSM0006","price":213.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-81-8440-098-4.jpg?v=1782544337"},{"product_id":"lilun-sagpan-lohinu","title":"Lilun Sagpan Lohinu","description":"\u003cp\u003e\"લીલું સગપણ લોહીનું\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944707010795,"sku":"NSM0054","price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/lilu-sagpan-lohi-nu-..jpg?v=1782476801"},{"product_id":"symphony-of-silence","title":"Symphony Of Silence","description":"\u003cp\u003e\"મૌન રાગ: Symphony Of Silence\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944707076331,"sku":"NSM0055","price":298.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/symphoni-of-slinence.jpg?v=1782544349"},{"product_id":"parijatnu-parodh","title":"Parijatnu Parodh","description":"\u003cp\u003e\"પારિજાતનું પરોઢ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944707141867,"sku":"NSM0058","price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/parijan-nu-prodh.jpg?v=1782544351"},{"product_id":"shukra-mangal","title":"Shukra-Mangal ( All Vol. )","description":"\u003cp\u003e\"શુક્ર મંગળ\"\u003cbr\u003eપુસ્તકના બે ભાગ હવે એક સાથે ખરીદો અને મેળવો વાંચનનો સંપૂર્ણ આનંદ.\u003cbr\u003eભાગ -1 - 150 રૂપિયા\u003cbr\u003eભાગ -2 - 150 રૂપિયા\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944707174635,"sku":"NSM0059","price":255.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/shkrua-mangl.jpg?v=1782476802"},{"product_id":"yog-viyog","title":"Yog-Viyog ( All Vol. ) HINDI","description":"\u003cp\u003e\"યોગ-વિયોગ\"\u003cbr\u003eપુસ્તકના તમામ ત્રણેય ભાગ હવે એક સાથે ખરીદો અને મેળવો વાંચનનો સંપૂર્ણ આનંદ.\u003cbr\u003eભાગ -1 - 325 રૂપિયા \u003cbr\u003eભાગ -2 - 325 રૂપિયા \u003cbr\u003eભાગ -3 - 325 રૂપિયા\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944707240171,"sku":"NSM0060","price":829.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/yog-viyo-hindi-1_2_3.jpg?v=1782476815"},{"product_id":"sannatanu-sarnamu","title":"Sannatanu Sarnamu ( All Vol. )","description":"\u003cp\u003e\"સન્નાટાનું સરનામું\"\u003cbr\u003eપુસ્તકના બે ભાગ હવે એક સાથે ખરીદો અને મેળવો વાંચનનો સંપૂર્ણ આનંદ.\u003cbr\u003eભાગ -1 - 225 રૂપિયા \u003cbr\u003eભાગ -2 - 225 રૂપિયા\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944707272939,"sku":"NSM0062","price":383.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sannnata-nu-sarnamu.jpg?v=1782475044"},{"product_id":"chhal","title":"Chhal ( All Vol. )","description":"\u003cp\u003e\"છલ\"\u003cbr\u003eપુસ્તકના બે ભાગ હવે એક સાથે ખરીદો અને મેળવો વાંચનનો સંપૂર્ણ આનંદ.\u003cbr\u003eભાગ -1 - 250 રૂપિયા \u003cbr\u003eભાગ -2 - 250 રૂપિયા\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944707338475,"sku":"NSM0063","price":425.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/chall-1-2.jpg?v=1782476815"},{"product_id":"dariyo-ek-tarasno","title":"Dariyo Ek Tarasno ( All Vol. )","description":"\u003cp\u003e\"દરિયો એક તરસનો\"\u003cbr\u003eપુસ્તકના બે ભાગ હવે એક સાથે ખરીદો અને મેળવો વાંચનનો સંપૂર્ણ આનંદ.\u003cbr\u003eભાગ -1 - 260 રૂપિયા\u003cbr\u003eભાગ -2 - 240 રૂપિયા\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944707371243,"sku":"NSM0064","price":425.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/driyo-ek-tars-no-1-m.jpg?v=1782476815"},{"product_id":"chahera-pachhalno-chahero","title":"Chahera Pachhalno Chahero","description":"\u003cp\u003e\u003cspan style=\"font-size: 16px;\"\u003eહિન્દી ફિલ્મોના સફળ અને દિગ્ગજ અભિનેતાનું મલેશિયાની હોટેલના સ્ટીમરૂમમાં રહસ્યમય મોત થાય છે. મીડિયાના અહેવાલો અને પોલીસની તપાસ‌ પરથી તેનું ખૂન થયું હોવાની સંભાવના ઊપજે છે. તેના મૃતદેહને અગ્નિદાહ દેવાની સાથે જ પરિવારમાં તેની અઢળક સંપત્તિ અને સંતાડી રાખેલી કૅશ હડપી લેવા માટેના વિખવાદો અને ષડ્યંત્રો શરૂ થઈ જાય છે. આ દરમિયાન તેના જીવન પર પીએચ.ડી. કરનાર તેનો ચાહક એવો ગુજરાતી યુવાન તેના જીવનની અજાણી હકીકતો જાણવા તેના આલીશાન બંગલાની મુલાકાત લે છે, પરંતુ આ પ્રથમ મુલાકાતમાં જ તેને આ બંગલો, તેના ઓરડા, બગીચો અને વાતાવરણ ચિરપરિચિત લાગે છે. એ પોતે અહીં રહેતો હોય એમ કેટલીય હકીકતો છતી કરે છે. જાણે કે તેના ચહેરા પાછળથી અભિનેતા જ ન બોલતો હોય...!! યુવાનની આ શક્તિથી અચંબિત અભિનેતાની દીકરી તેના તરફ આકર્ષાય છે, અને આ વિકટ સંજોગોની વચ્ચે આકાર લે છે એક પ્રેમકથા.\u003cbr\u003e એક તરફ છે દિવંગત અભિનેતાના લગ્નનેતર સંબંધની વફાદારી તો બીજી તરફ છે પોતાની જ પત્નીનો પ્રપંચ. એક તરફ છે એક અન્ડરવર્લ્ડ ડૉનની સાચી મિત્રતા તો બીજી તરફ છે હાઈ પ્રોફાઇલ રાજકારણી તરફથી થતો વિશ્વાસઘાત. એક તરફ છે ફિલ્મઉદ્યોગની ચકાચૌંધ તો બીજી તરફ એક કહેવાતી જાહોજલાલી વચ્ચે વ્યક્તિગત જીવનનો ખાલીપો અને અધૂરપ.\u003cbr\u003e લાલચ, સ્વાર્થ અને ષડ્યંત્રની સામે ન્યાય અને સાચા પ્રેમની જીત પ્રસ્થાપિત કરતી કાજલ ઓઝા વૈદ્યની આ નવલકથા અપાર લોકચાહના મેળવી ચૂકી છે.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944707436779,"sku":"NSM0066","price":382.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-81-8440-771-6.jpg?v=1782475053"},{"product_id":"sukh-ekbijanu","title":"Sukh Ekbijanu","description":"\u003cp\u003e\"સુખ એકબીજાનું\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944707535083,"sku":"NSM0067","price":213.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sukh-ek-bija-nu.jpg?v=1782544352"},{"product_id":"samjan-ekbijani","title":"Samjan Ekbijani","description":"\u003cp\u003e\"સમજણ એકબીજાની\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944707567851,"sku":"NSM0068","price":191.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/samjan-ek-bijano-2.jpg?v=1782544353"},{"product_id":"sangath-ekbijano","title":"Sangath Ekbijano","description":"\u003cp\u003e\"સંગાથ એકબીજાનો\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944707633387,"sku":"NSM0069","price":191.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sangath-ek-bija-no.jpg?v=1782544355"},{"product_id":"satya-ekbijanu","title":"Satya Ekbijanu","description":"\u003cp\u003e\"સત્ય એકબીજાનું\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944707698923,"sku":"NSM0070","price":191.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/satya-ek-bijanu-m.jpg?v=1782475058"},{"product_id":"sneh-ekbijano","title":"Sneh Ekbijano","description":"\u003cp\u003e\"સ્નેહ એકબીજાનો\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944708223211,"sku":"NSM0071","price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sneh-ekbija-no.jpg?v=1782544356"},{"product_id":"krushnayan","title":"Krushnayan (Gujarati Language)","description":"\u003cp\u003e\"કૃષ્ણાયન\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944708255979,"sku":"NSM0072","price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/krushhhnayan-front.jpg?v=1782478710"},{"product_id":"mari-mummy-mara-pappa-vol-1","title":"Mari Mummy Mara Pappa Vol.1","description":"\u003cp\u003e\"મારી મમ્મી મારા પપ્પા\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944708288747,"sku":"NSM0073","price":213.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/mari-mummy-mara-papa1.jpg?v=1782544357"},{"product_id":"sambandh-to-aakash","title":"Sambandh To Aakash","description":"\u003cp\u003eસંબંધ... તો આકાશ!\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944708354283,"sku":"NSM0074","price":128.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sambandh-to-akash.jpg?v=1782544359"},{"product_id":"shraddha-ekbijani","title":"Shraddha Ekbijani","description":"\u003cp\u003e\"શ્રદ્ધા એકબીજાની\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944708387051,"sku":"NSM0075","price":234.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/shrdhdha-ekbijani.jpg?v=1782544360"},{"product_id":"mosam-ekbijani","title":"Mosam Ekbijani","description":"\u003cp\u003e\"મોસમ એકબીજાની...\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944708452587,"sku":"NSM0076","price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/mosam-ek-bija-ni.jpg?v=1782544361"},{"product_id":"searchlight","title":"Searchlight","description":"\u003cp\u003e\"સર્ચલાઈટ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944708485355,"sku":"NSM0077","price":213.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/search-light.jpg?v=1782544362"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/kaajal-oza-vaidya.oembed?page=2","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}