{"title":"Jitesh Donga","description":null,"products":[{"product_id":"the-raambai","title":"The Raambai","description":"\u003cp\u003e‘ધ રામબાઈ’ની વાર્તા શું છે એ કહેવું ખૂબ અઘરું છે. મોટે ભાગે અહીં પુસ્તકના કવર પર વાર્તાની યાત્રાનો અર્ક લખાતો હોય છે. પણ આ પુસ્તકમાં એવું કરીશું તો વાર્તાનો આત્મા ઘવાશે. તમે જો લેખક ઉપર વિશ્વાસ રાખી શકો અને વાર્તા વાંચતા જાઓ તો એક સમયે તમને ખબર પડી જશે કે ‘ધ રામબાઈ’ શું છે? છતાં…\u003cbr\u003eજ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા અને અભણતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠિયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ પર ભૂતકાળમાં બની ગયું છે.\u003cbr\u003eરામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જિંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પૂરતી નથી. એ દુઃખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઊભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. એ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સ્ત્રીની સત્ય જીવનગાથા તમારા માનસપટ પર અમર થવા આવી છે.\u003cbr\u003e…પણ એ વાચક…\u003cbr\u003eઆ બાઈની અંદર ચારસો સૂરજની આગ છે હોં! બહારથી તો એ ગામડાંની ગરીબડી સ્ત્રી હતી, પણ અંદર ચોસઠ જુગનો નાથ પણ જોઈને બળી મરે એવી મીઠી જિંદગી જીવી હતી. આ વાર્તા વાંચીને, જીવીને તમે ભીની આંખ અને તૂટેલાં હૃદય સાથે ચૂપચાપ બેઠાં રહેશો અને તમને મળેલી પોતાની જિંદગી તરફ જોયાં કરશો.\u003cbr\u003eએય રામબાઈ…\u003cbr\u003eતું તો કૉસ્મિક ફૅરીટૅલ જેવી છે. તું તારી આંખો આકાશ તરફ રાખે છે અને ઊગ્યા કરે છે. તું પડે છે. ફરીફરીને પડે છે, ઊગતા સૂરજની જેમ ઊઠે છે અને ચાલતી થાય છે આ મહાન–ભવ્ય રસ્તા ઉપર. જીવન નામના રસ્તા પર. તારું આવું જીવવું જોઈને મારું મોં ફાટ્યું રહે છે. આત્મો મૂંગા-મૂંગા બરાડા પાડે છે. તારી ગાથા થકી માનવતાના મૂલ્યોનું વિરાટ દર્શન થયા કરે છે.\u003cbr\u003eઆ ધરતી ઉપર માણસ તો ઘણા પાકશે, પણ તારા જેવી રચીને પાકવા માટે આ ધરતી એકલીએ બ્રહ્મમાં ઘણાંય ધક્કા ખાવા પડશે. તારા નૂર, ઝમીર અને જીવનને સલામ.\u003cbr\u003e*\u003cbr\u003eજીતેશ દોંગાની નવલકથાઓ શરૂઆતમાં ધીમે ધીમે બધું મજબૂત બાંધે છે. ધીમે ધીમે મને પટાવે ફોસલાવે છે. મને આમતેમ રમાડે છે. થોડો થોડો મીઠો તડકો આપે છે, અને પછી અચાનક મને ધડામ દઈને એવા તે બ્લૅક હૉલમાં ફેંકી દે છે જ્યાં મને મારું ભાન નથી. સમયનું ભાન નથી. જીવ કે જીવનનું ભાન નથી. હું એ હું નથી. હું બીજું દ્રવ્ય બનીને પીગળી ગયો હોઉં છું અને વાર્તાનું ગુરુત્વાકર્ષણ મને પળભરમાં માણસ તરીકે બદલી નાખે છે.\u003cbr\u003eતેજસ દવે (સાયન્ટિસ્ટ, ISRO)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944530882795,"sku":"NSM01124","price":290.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/the-raambai-2021.jpg?v=1782544652"},{"product_id":"northpole","title":"Northpole","description":"\u003cp\u003eભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઈ ગયેલો એક કૉલેજિયન છોકરો. ઝનૂની, બળવાખોર, બેફીકર, અને પોતાની છાતીમાં હજાર સૂરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો.\u003cbr\u003e\u003cbr\u003eએને ગમતું કામ ખબર નથી.\u003cbr\u003eજે કામ કરે છે એ ગમતું નથી!\u003cbr\u003eએને જીવવું કેમ એ ખબર નથી.\u003cbr\u003eજે જીવે છે એ ગમતું નથી!  \u003cbr\u003e\u003cbr\u003eપોતાનાં અંતરમનના યુદ્ધથી થાકીને પોતાની જિંદગીને જડમૂળથી\u003cbr\u003eબદલવાં એક દિવસ આ યુવાન નીકળી પડ્યો!\u003cbr\u003eયાંત્રિક જિંદગીથી દૂર.\u003cbr\u003eસમાજથી દૂર.\u003cbr\u003eમા-બાપથી દૂર.\u003cbr\u003e\u003cbr\u003eપ્રસ્તુત છે જીતેશ દોંગા લિખિત એકવીસમી સદીના બુદ્ધની સફર! આ ધરતી પર મારે કેમ જીવવું એવો સવાલ લઈને નીકળેલાં એક ભોળા ભટકેલા યુવાનીની આત્મખોજ. સત્યની શોધમાં પોતાના સવાલોનો થેલો ભરીને નીકળેલી હૃદયને હચમચાવી દેતી એક ભવ્ય જિંદગી. એક પ્રેરણાત્મક પ્રયોગશાળા—\u003cbr\u003eનોર્થપોલ\u003cbr\u003e\u003cbr\u003eગુજરાતી મૉર્ડન સાહિત્યમાં આ એ નવલકથા છે જેણે ગુજરાતી યુવાવર્ગને અંગ્રેજી છોડીને ગુજરાતી નવલકથાઓ વાંચતો કર્યો છે.\u003cbr\u003e— પ્રકાશક\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944532422891,"sku":"NSM01219","price":280.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789386669322.jpg?v=1782544715"},{"product_id":"vishvamanav","title":"Vishvamanav","description":"\u003cp\u003eએક નાનકડાં શહેરના કાંઠે હતું એક નાનકડું કાચી માટીનું ઘર.\u003cbr\u003eએ ઘરમાં રહેતું હતું ત્રણ માનવીનું અનોખું કુટુંબ.\u003cbr\u003eએમની અનોખી વાર્તાઓ.\u003cbr\u003e\u003cbr\u003eજેને જોઈને જીવ બળે એવી ત્રણ મીઠી જિંદગીઓ.\u003cbr\u003eઆ નાનકડાં શહેરમાં રોજે નીકળતી એક નાનકડી ટ્રેન.\u003cbr\u003e\u003cbr\u003eએક ભાગતું ભટકતું ભૂંડ.\u003cbr\u003eએક સળગતી મશાલ.\u003cbr\u003eએક શેતાનોનું ટોળું.\u003cbr\u003e\u003cbr\u003eએક દિવસ આ નાનકડાં શહેરની વચ્ચે\u003cbr\u003eમાનવજાતના દરિયામાં જન્મ્યું\u003cbr\u003eસત્ય-અસત્યનું મહાન દ્વંદ્વ.\u003cbr\u003eપેદા થઈ એક બાળકની જીવનચાલીસા.\u003cbr\u003e\u003cbr\u003eપ્રસ્તુત છે —\u003cbr\u003e\u003cbr\u003eઆપણા આત્મા અંદર સેંકડો સવાલ પેદા કરી દેતી એક એવાં બાળવિશ્વની અનુભૂતિ જે આપણને માનવમાંથી વિશ્વમાનવ બનાવી દે છે. રોમાંચ, પીડા, રાડો, પોકારો અને અખંડ સન્નાટાઓથી ભરેલું એક એવું કથાનક જે ઘોર અંધકારમાંથી પરમ તેજ તરફ લઈ જાય છે. ધરતીના પટ્ટ પર બની ચુકેલી ચાર સત્ય ઘટનાઓથી પ્રેરાઈને સર્જાયેલી એક એવી કૃતિ જે એક ક્ષણે આપણી રગરગમાં લોહીને થીજવી દે છે અને બીજી ક્ષણે ચૈતન્યની છોળો ઊડાડી દે છે.\u003cbr\u003e\u003cbr\u003eવિશ્વમાનવ રૂમી નામના બાળકના માનસમાં સર્જાયેલી એક એવી અવિરત યાત્રા છે જે ગુજરાતી ભાષાને ચાહનારા દરેક જીવના જીવનમાં એક અનોખી યાદ બનીને અમર રહેશે.\u003cbr\u003e— પ્રકાશક\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944754196715,"sku":"NSM01220","price":320.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/vishwamanav-front.jpg?v=1782478727"},{"product_id":"vartapeti-set-of-3-books","title":"Vartapeti (Set of 3 Books)","description":"\u003cp\u003e‘વાર્તાપેટી’ ગિફ્ટ-બૉક્સ\u003cbr\u003e‘વિશ્વમાનવ’ એક ભોળા બાળકના મગજમાં ચાલતા વિશ્વની વાર્તા.\u003cbr\u003e‘નૉર્થપોલ’ એક યુવાનની આત્મખોજની રોમાંચક વાર્તા.\u003cbr\u003e‘ધ રામબાઈ’ એક વૃદ્ધ સ્ત્રીની કૉસ્મિક સત્ય વાર્તા.\u003cbr\u003eઆ ત્રણ નવલકથાઓ બાળક, યુવાન, અને વૃદ્ધ એમ ત્રણ અવસ્થાઓની અલૌકિક સફર છે. જીવનને જડમૂળમાંથી બદલી શકવાની ક્ષમતા ધરાવતાં પુસ્તકો છે. આ ત્રણેય પુસ્તકોનો સેટ (ગિફ્ટ-બૉક્સ) આપના પ્રિયજનોને આપવા માટે ઉત્તમ ગિફ્ટ છે. જીવનભર યાદ રહે એવું સાહિત્ય. આખા જીવનને આવરી લેતી ત્રણ વાર્તાઓ. (ત્રણેય વાર્તાઓ સ્વતંત્ર નવલકથાઓ છે.)\u003cbr\u003eઆ ‘વાર્તાપેટી’ નામના બૉક્સમાં લેખકે જાતે સાઇન કરેલી ત્રણેય નવલકથાઓ છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944766353643,"sku":"NSM02176","price":799.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/vartapeti.jpg?v=1782476343"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/jitesh-donga.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}