{"title":"Jignesh Adhyaru","description":null,"products":[{"product_id":"microfiction-shots","title":"Microfiction Shots","description":"\u003cp\u003eમાઇક્રોફિક્શન શૉટ્સ –\u003cbr\u003e\u003cbr\u003e*ટચૂકડી વાર્તાઓનું વિશાળ વિશ્વ*\u003cbr\u003eઓછા શબ્દોમાં ઘણું બધું કહેવાની અસરકારક રીત એટલે માઇક્રોફિક્શન. \u003cbr\u003e'આજની ભાગદોડથી ભરેલી જિંદગીમાં ક્યાંક સહેજ ખાલી મળતાં સમયના ટુકડામાં, સ્ટેશન પર રાહ જોતાં, ઓફિસના ટી-બ્રેકમાં, આ નાનકડી પણ સશક્ત માઇક્રોફિક્શન વાર્તાઓ વાચકોને જકડી રાખશે એ ચોક્કસ. 'સર્જન' ગૃપના લેખકોનો આ સહિયારો પ્રયાસ છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944537960683,"sku":"NSM01320","price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/microfiction-shots-jignesh.jpg?v=1782476880"},{"product_id":"vrushali","title":"Vrushali","description":"\u003cp\u003eવૃષાલી : સુતપુત્રી, કર્ણપત્ની, અંગરાજ્ઞી\u003cbr\u003e\u003cbr\u003eકર્ણ. ભીષ્મ, દ્રૌપદી, અર્જુન, કુંતી, શ્રીકૃષ્ણ - મહાભારતના આ મહામાનવો વિશે આપણે ત્યાં અનેક નવલકથાઓ લખાતી રહી છે. પરંતુ રામાયણ અને મહાભારતમાં ઘણાં એવા પાત્રો છે જેમને પડદા પાછળથી મંચ પર આવવું જોઈએ એવો વિચાર મને સતત આવતો રહ્યો છે. એવું જ એક અતિવિશિષ્ટ પાત્ર એટલે અંગરાજ કર્ણની પત્ની, અંગદેશના મહાઅમાત્ય સુતપુરાણીની પુત્રી વૃષાલી દોઢ દાયકાથી મારા માનસમાં સતત મારી સાથે રહી છે. કર્ણ સાથે સંકળાયેલા મહાભારતના દરેક અગત્યના પ્રસંગે મને તેની આવશ્યકતા દેખાઈ છે. જન્મદાત્રી માતા કુંતીએ જેને ત્યજી દીધો અને પાલક માતાપિતાના સુતકુળથી જેણે સતત નાનમ અનુભવી એ સૂર્યપુત્ર અંગરાજ કર્ણનો મિત્રતાને નામે દુર્યોધને પણ પોતાનો હેતુ સાધવા ઉપયોગ જ કર્યો એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નથી. પોતાના ભાઈઓને ન મારવાનું વચન આપી એ શંખનાદ પહેલાથી જ મહાભારતનું યુદ્ધ હારી બેઠો હતો. જીવનમાં જેણે સતત બધું ગુમાવ્યું જ છે એવા દાનવીર કર્ણના જીવનની એકલતાનો એકમાત્ર ઉત્તર હતી એની પત્ની વૃષાલી, એની પીડાના, અપમાનના, ક્રોધ અને શોકના દરેક પ્રસંગે એનો પડછાયો બનીને ઉભી હતી સુતપુત્રી વૃષાલી. \u003cbr\u003e\u003cbr\u003eઆ વૃષાલીની કથા છે પણ એમાં સાથે પૂર્ણપુરુષ શ્રીકૃષ્ણ છે, યાજ્ઞસેની દ્રૌપદી છે, કર્ણનો પરમ મિત્ર દુર્યોધન અને એની પત્ની ભાનુમતિ છે, અંગરાજની બીજી પત્ની ઉર્વિ પણ છે અને આ બધાં ઉપરાંત મહાભારતની જીવનગાથાને, એ પ્રસંગોને પડદા પાછળથી સતત જોતી, એ વિષે પોતાનો આગવો મત ધરાવતી અને એ મતને સતત પ્રગટ કરતી એક વિદુષી સ્ત્રીનો આગવો દ્રષ્ટિકોણ પણ છે. અહીં મહાભારતની મૂળ કથા સાથે એને એક અલગ વિચારબિંદુથી જોવાનો આગવો અવસર છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944625320171,"sku":"NSM02413","price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789395339704_1.jpg?v=1782477023"},{"product_id":"microfiction-on-the-rocks","title":"Microfiction on the rocks","description":"\u003cp\u003eMicrofiction on the rocks\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944653009131,"sku":"NSM02860","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393235190.jpg?v=1782545101"},{"product_id":"kathasanhita-mahagranthomathi-rasprad-parantu-ajani-kathao-athashree-sherni","title":"Kathasanhita :Mahagranthomathi Rasprad Parantu Ajani Kathao(Athashree Sherni)","description":"\u003cp\u003eઅથશ્રી પછીનું નવું સોપાન એટલે કથાસંહિતા. આપણાં મહાગ્રંથોની અજાણી કથાઓને તર્કસહિત પ્રસ્તુત કરતું આ પુસ્તક પ્રકૃતિનો - માતૃત્વનો ઉત્સવ છે. અહીં પ્રમાણભૂત કથા છે અહલ્યાની, તાડકાની, ત્રિજટાની. અહીં વૈદિકકાળની વિદૂષીઓ અપાલા, ઘોષા, વિશ્વવારા, સતી અરુંધતી અને રાક્ષસી કર્કટીની કથાઓ છે. તો સનાતન સંસ્કૃતિમાંથી આજના ખગોળવિજ્ઞાનને સાંકળતા સૂર્યસિદ્ધાંત, ટાઇમ ટ્રાવેલ, ટાઇમ ડિલેશન, અનેકવિધ પેરાડોક્સ, પેરેલલ અને મલ્ટિપલ યુનિવર્સ વિશેની કથાઓ છે. કથાસંહિતા એકલવ્યના વ્યક્તિત્વને સમગ્રતયા રજૂ કરી એના વિશેની ભ્રાંતિઓ ભાંગવાનો પ્રયત્ન છે. મહામંત્ર ગાયત્રીમંત્રના પ્રાદુર્ભાવની કથા અને મહત્વ વિશે કથાસંહિતામાં વિગતે વાત છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944664314091,"sku":"NSM03064","price":280.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366579252.jpg?v=1782545216"},{"product_id":"athashree","title":"Athashree","description":"\u003cp\u003eશું કર્ણને પ્રથમ પાંડવ કહી શકાય? જો હા તો કયા તર્કને આધારે? સીતાજી રાવણ સાથે વાત કરતી વખતે હાથમાં તણખલું કેમ રાખતાં હતાં? રામાયણના કયા સંસ્કરણમાં સીતાજી મંદોદરીની દીકરી છે? રામાયણમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોના વિવિધ પ્રકારો અને તેમના અર્થ શું છે? હિડિંબા ભીમ સાથે લગ્ન પછી ક્યારેય ઇન્દ્રપ્રસ્થ ગઈ હતી ખરી? રાવણના મૃત્યુ પછી શૂર્પણખાનું શું થયું? શ્રીરામે સુગ્રીવને બદલે વાલીની મદદ કેમ ન લીધી? રામાયણ અને મહાભારત બંનેમાં હોય એવા પાત્રો કેટલાં? મહાભારતના યુદ્ધ સાથે સંકળાયેલી બર્બરિકની કથા શું છે? ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનો અર્થ શું? ગુજરાતીમાં લખાયેલા અને ભૂલાઈ ગયેલ રામાયણ કેટલાં? મહારાજ જનક રામાયણ કરતાં કેમ મહાભારતમાં વધારે ઉલ્લેખ પામે છે?\u003cbr\u003e\u003cbr\u003eઆ અને આવા અનેક પ્રશ્નોના જવાબ જિજ્ઞેશ અધ્યારૂના આ પુસ્તકમાં વિગતે અપાયાં છે. રામાયણ, મહાભારત અને વેદ તથા પુરાણોની કથાઓમાંથી શોધીને આવા મોતી તેઓ પ્રસ્તુત કરે છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944755769579,"sku":"NSM01385","price":340.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/aathashree-front.jpg?v=1782478717"},{"product_id":"microfiction-bytes","title":"Microfiction Bytes","description":"\u003cp\u003e૫૦થી વધુ લેખકોની કલમે લખાયેલી ૯૭ વૈવિધ્યપૂર્ણ માઇક્રોફિક્શન વાર્તાઓનું સંપાદન એટલે માઇક્રોફિક્શન બાઇટ્સ. જેમ ૩૦ સેકન્ડની ફેસબુક રીલ્સ મજા કરાવે એમ જ એકાદ બે મિનિટમાં વંચાઈ જતી આ મજેદાર, ધારદાર ટચૂકડી વાર્તાઓ આપનું ધ્યાન જકડી રાખશે એ ચોક્કસ છે. માઇક્રોફિક્શન શૉટ્સની અદ્વિતિય સફળતા પછી સર્જન ટોળકીનું બીજું એવું જ સુંદર પુસ્તક એટલે માઇક્રોફિક્શન બાઇટ્સ.. અવનવા વિષયો, વૈવિધ્યપૂર્ણ ફલક, અદ્વિતીય આલેખન અને સરસ મજાના અંત સાથે વાચકને થોડીક જ ક્ષણોમાં આ વાર્તાઓ અનોખી સફરે લઈ જાય છે. એ વિચારતા કરી મૂકશે, મનોરંજન તો આપશે જ, સાહિત્યના આચમનનો આનંદ પણ આપશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944770416875,"sku":"NSM02279","price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/microscopic-bites-front.jpg?v=1782478816"},{"product_id":"microfiction-combo","title":"Microfiction Combo","description":"\u003cp\u003eપારાવાર શક્યતાઓની વણઝાર લઈને આવી પહોંચી છે નાનકડી વાર્તાઓ...\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003eMicrofiction Bytes\u003cbr\u003eMicrofiction Shots\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944772612331,"sku":"NSM02305","price":214.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/microfiction-combo.jpg?v=1782476384"},{"product_id":"kashmiri-panditoni-rundhayeli-cheeso","title":"Kashmiri Panditoni Rundhayeli Cheeso","description":"\u003cp\u003eKashmiri Panditoni Rundhayeli Cheeso\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944774643947,"sku":"NSM02342","price":165.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/kashmiri-panditoni-rundhayeli-cheeso.jpg?v=1782544890"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/jignesh-adhyaru.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}